________________
૧૭૪
સમયસાર સિદ્ધિ-૬ આ છેલ્લી ત્રણ ગાથાઓમાં આ ચાલી તે. ‘કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે.” જોયું? કર્મ જે પુણ્ય-પાપના ભાવ છે એ મારા છે એવો મિથ્યાત્વ ભાવ, પરનું જ્ઞાન એવું અજ્ઞાન અને રાગ-દ્વેષ ભાવ, એ ત્રણે “મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે.” એ કર્મ જે વિકારી ભાવ છે, એ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવસ્વરૂપ છે. આહાહા..! “મિથ્યાત્વાદિસ્વરૂપ છે.” વિરોધી ભાવોસ્વરૂપ છે એટલે ? મિથ્યાત્વાદિસ્વરૂપ છે. આહાહા..! એ પુણ્ય પરિણામમાં ધર્મ માનવો એ મિથ્યાત્વ ભાવસ્વરૂપ સમ્યગ્દર્શનથી વિપરીત ભાવ છે અને એ રાગને જ જાણવો અને પરને જાણવામાં જ્ઞાનને રોકવું એ અજ્ઞાન છે. એકલું પપ્રકાશકજ્ઞાન છે. એ સ્વનું જ્ઞાન જે થયું તે જ્ઞાનથી એ ભાવ – અજ્ઞાન વિરુદ્ધ છે. અને સ્વરૂપની ચારિત્ર દશા છે તેનાથી રાગ કષાય ભાવ વિરુદ્ધ છે.
આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે....” (પહેલી) ત્રણ ગાથા. બંધ સ્વરૂપ છે.” ૧૬૦ (ગાથા). બંધના કારણસ્વરૂપ છે,” એ આ ૧૬ ૧, ૧૬ ૨, ૧૬૩ (ગાથામાં કહ્યું). આહાહા..! માર્ગ તો બાપા...! આ..હા...હા...! અનંત અનંત કાળ ચોરાશીના અવતાર કરતા કરતા કરતા દ્રવ્યલિંગ એટલી વાર ધારણ કર્યું, જૈન દિગંબર સાધુ (થયો), સમ્યગ્દર્શન અનુભવ વિના. રાગથી ભિન્ન ભગવાન છે તેના સમ્યગ્દર્શન વિના દ્રવ્યલિંગ એટલી વાર ધારણ કર્યું કે, પછી (આકાશના) દરેક પ્રદેશે અનંત વાર જન્મ્યો. ‘ભાવપાહુડમાં આવ્યું છે. દ્રવ્યલિંગ ધારણ કરી મુનિવ્રત પંચ મહાવ્રત ધારણ કર્યા એ દ્રવ્યલિંગ છે, એ વસ્તુ આત્મા નહિ. નગ્નપણું, પંચ મહાવ્રત એવા દ્રલિંગ તો અનંત વાર ધારણ કર્યા અને અનંત વાર ધારણ કર્યા પછી પણ આ લોકના દરેક પ્રદેશમાં અનંત વાર જન્મ-મરણ થયા. આહા...હા....! એટલી વાર પહેલા પણ અનંત વાર દ્રવ્યલિંગ ધારણ કર્યું. મહાવ્રતાદિ અનંત વાર લીધા પણ એમાં ધર્મ માન્યો અને એ મહાવ્રતના પરિણામને ચારિત્ર માન્યું... આહાહા...! અને દેવ-ગુરુધર્મની શ્રદ્ધા એ રાગ છે તેને સમકિત માન્યું અને શાસ્ત્રનું જ્ઞાન () પરશેય નિષ્ટ છે તેને પોતાનું જ્ઞાન માન્યું. આહા..હા...! જરી મગજને કેળવવું પડે એવું છે, બાપુ ! આ કાંઈ વાર્તા નથી, આ કાંઈ કથા નથી. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ ભગવાનની વાણી છે. અત્યારથી ચાલતી બધી (વાતથી) ઊંધી છે. આહા...હા...!
તમારા “લાડનૂમાં તો પેલા એક તેરાપંથી છે. “તુલસી” ! ક્યાંના છે ઈ? લાડનૂના ખબર છે. સ્થાનકવાસીમાં તુલસી છે. વિપરીત માન્યતા, મોટી વિપરીત (માન્યતા). ખબર છે ને ! “લાડન્’ તો અમે બે વાર આવ્યા છીએ. આહા...હા...! એ “તુલસી આવ્યા હતા પણ અહીં આવ્યા નહિ. અહીં આવે નહિ, કેમકે વિપરીત માન્યતા ને ! એ બધી ક્રિયાકાંડમાં ધર્મ માનનારા. એને અધ્યાત્મ માનનારા. આ ક્રિયા કરવી, વ્રત ને એ બધું અધ્યાત્મ છે. આહા...હા...! અહીં કહે છે કે, એ અધ્યાત્મ નહિ, એ તો કર્મ છે. આહા..હા...! બહુ આકરું કામ, ભાઈ !