________________
ગાથા ૧૬૧ થી ૧૬૩
૧૭૩ પર્યાય સિવાય ધ્રુવ જે છે એ તો ત્રિકાળી ધ્રુવ સત્ ત્રિકાળ વસ્તુ પડી છે. એ સ્વભાવ સ્વરૂપ, સ્વભાવનો પિંડ, સ્વભાવનો ગંજ, સ્વભાવનું આખું પોટલું છે. આ...હા..હા...! પ્રભુ ! અંદર ધ્રુવ છે.
એ ‘તત્ત્વાર્થ સૂત્રમાં આવે છે ને ! ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્. તો આ ચારિત્ર પર્યાય છે એ ઉત્પાદ છે. વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય છે, એ મોક્ષનો માર્ગ છે અને એ પર્યાય ધ્રુવ જે સ્વરૂપ છે તેના આશ્રયે થાય છે. એ ચારિત્રથી વિપરીત જે વિકલ્પ – રાગ ઊઠે છે (તે બંધનું કારણ છે). આમાં (‘–કળશટીકા'મા) બહુ આવ્યું છે, શુદ્ધ (સ્વરૂપનો) વિચાર કરે એ વિકલ્પ પણ બંધનું કારણ છે. આહા..હા...! આમાં બહુ નાખ્યું છે). વાંચ્યું ને હમણાં એમાં. “રાજમલજીએ બહુ સ્પષ્ટ કર્યું છે.
ભાવાર્થ – સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે.” આ લેવું છે ને ! મિથ્યાત્વ, અજ્ઞાન અને અચારિત્ર એ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ભાવથી, એ ત્રણ ભાવ વિપરીત ભાવ છે. આહા..! પહેલાં એ બધું કહેવાય ગયું. “કર્મ તે મિથ્યાત્વાદિ ભાવો-સ્વરૂપ છે.” એ કર્મ જ મિથ્યાત્વાદિ સ્વરૂપ છે. એ આત્મા નહિ. પુણ્ય અને પાપના ભાવ એ કર્મસ્વરૂપ જ છે.
‘આ રીતે કર્મ...” એટલે વિકારી ભાવ “મોક્ષના કારણભૂત ભાવોથી.” મોક્ષના કારણરૂપ ભાવથી (એટલે) પર્યાયથી વિપરીત ભાવો-સ્વરૂપ છે. લ્યો છે ? આહા...હા...! આકરું કામ બહુ. અહીં તો થોડા વ્રત લ્યો ને અપવાસ કરો એટલે થઈ ગયું ! ભાઈ ! સાંભળ તો ખરો પ્રભુ ! એ તો વિકલ્પ છે, રાગ છે અને એ રાગ છે તે મોક્ષના કારણ (રૂપ) સ્વભાવ ભાવથી વિપરીત ભાવ છે. આહા...હા! છે કે નહિ અંદર ? “સોનગઢનું નથી આ.
મુમુક્ષુ :- ભગવાનનું છે.
ઉત્તર :– ભગવાન આમ કહે છે. ત્રણલોકનો નાથ “સીમંધર પરમાત્મા ગણધરો અને ઇન્દ્રોની વચ્ચે પરમાત્માની દિવ્યધ્વનિ આ આવી છે. સમજાણું કાંઈ ? આહા..હા..!
આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે. પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું-સમ્યત્વાદિનું-ઘાતક છે.” સમકિત આદિના ઘાતક છે. પહેલી ત્રણ ગાથા – ૧૫૭, ૧૫૮, ૧પ૯, ઈ ત્રણ. પછી ૧૬૦ એક, ૧૬ ૧, ૧૬ ૨, ૧૬૩ ત્રણ. (એમ) સાત ગાથામાં (આ સિદ્ધ કર્યું.
પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ..” એટલે વિકારી ભાવ એ “મોક્ષના કારણરૂપ ભાવોનું-સમ્યક્ત્વાદિનું-ઘાતક છે. આહા..હા.! “પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે.” ૧૬૦ (ગાથા). એ પુણ્ય અને પાપના ભાવ કર્મસ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે જ નહિ, બંધસ્વરૂપ છે. આહા..હા..! બંધના કારણરૂપ ભાવ એ બંધસ્વરૂપ જ છે. પંચ મહાવ્રતાદિ પરિણામ બંધસ્વરૂપ છે. (આવું સાંભળીને) રાડ નાખે. આહાહા...!