________________
૧૭૮
સમયસાર સિદ્ધિ-૬, છે જ નહિ. બન્ને છોડવા યોગ્ય છે. આહા...હા...!
મુમુક્ષુ :- પુણ્ય તો સિદ્ધમાં છૂટે છે.
ઉત્તર :- નહિ, પહેલેથી જ દૃષ્ટિમાંથી છોડવું. પછી શુદ્ધ ઉપયોગ પૂર્ણ થશે ત્યારે એ અસ્થિરતામાંથી છૂટી જશે. પણ દૃષ્ટિમાંથી તો પહેલા છોડવું. શ્રદ્ધામાંથી તો પહેલા જ છોડવું. પછી જ્યારે શુદ્ધ ઉપયોગ પૂર્ણ થશે ત્યારે એ શુભ પરિણામ ઉત્પન્ન નહિ થાય. પણ અહીંયાં તો પહેલેથી શ્રદ્ધામાં પુણ્ય અને પાપ બને ત્યાગવા યોગ્ય છે અને ત્રિકાળી આનંદ સ્વરૂપ જ ઉપાદેય છે, એમ પહેલેથી શ્રદ્ધામાં લેવું. આ..હા...! એવી વાત છે, ભાઈ ! ઝીણી વાત છે, બાપા !
વીતરાગમાર્ગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ ! એ વીતરાગ ભાવમાં મોક્ષમાર્ગ કહે છે. રાગમાં મોક્ષમાર્ગ નથી કહેતા). આહાહા...વીતરાગ છે, સર્વજ્ઞ પરમાત્મા છે. એ વીતરાગ કેમ થયા? કે, વીતરાગ ભાવથી વીતરાગ ભાવ થયો. રાગની ક્રિયાથી વીતરાગ ભાવ નથી થતો. આ.હા..હા...! શુભ કે અશુભ બને ભાવ કર્મબંધનના કારણ છે. માટે બન્ને ભાવ ત્યાજ્ય છે. બેમાંથી કોઈ ભાવથી વીતરાગતા થશે એમ છે નહિ. આહાહા...!
‘એવી વાતને ક્યાં અવકાશ છે ? કર્મસામાન્યમાં બને આવી ગયાં).” (સગવત્પાદિનિનqમાવનાત્ મોક્ષરી દેતુ: મવન) ત્યારે હવે શુભ અને અશુભનો ત્યાગ છે તો મોક્ષનું કારણ શું? જ્યારે શુભ-અશુભ ભાવ મોક્ષનું કારણ નથી અને ત્યાજ્ય છે તો હવે મોક્ષનું કારણ છે શું ? “સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યક્ત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી–પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું.” પોતાનો પૂર્ણાનંદ પ્રભુ ! તેનું સમ્યગ્દર્શન, શુદ્ધ સ્વભાવ, પૂર્ણ શુદ્ધ સ્વભાવના અવલંબનથી નિશ્ચય સમ્યગ્દર્શન શુદ્ધ પરિણમન છે, તે મોક્ષનું કારણ છે. આહાહા...! શુભ-અશુભ ભાવ બન્ને અશુદ્ધ પરિણમન હોવાથી મોક્ષના કારણને ત્યાગી દીધા છે. તેમાં મોક્ષનું કારણ છે નહિ. ચાહે લાખ વ્રત, તપ કરે, ભક્તિ-પૂજા કરે કરોડો વાર, પણ એ તો શુભરાગ છે એમાં કોઈ મોક્ષનું કારણ છે નહિ. મોક્ષનું કારણ તો શુદ્ધ ચૈતન્યપ્રભુ ! તેનું સમ્યગ્દર્શનમાં શુદ્ધ પરિણમન (થાય), શુદ્ધ પરિણમન (થાય તે મોક્ષનું કારણ છે). શુભ-અશુભ ભાવ છે એ અશુદ્ધ પરિણમન છે. પુણ્ય અને પાપના બન્ને ભાવ અશુદ્ધ ભાવ છે. આ આત્માના સ્વભાવના અવલંબને જે સમ્યગ્દર્શન (થયું તે મોક્ષનું કારણ છે). કહ્યું છે, જુઓ !
સમ્યક્ત્વાદિ.” (અર્થાતુ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જે પોતાનો સ્વભાવ તે રૂપે હોવાથી. એ તો પોતાની પર્યાયમાં પોતાનો સ્વભાવ છે. ત્રિકાળી નહિ, ત્રિકાળી સ્વભાવ તો ધ્રુવ છે. આ તો પર્યાયમાં પોતાનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ સ્વભાવ છે. વિભાવરહિત સ્વભાવ છે. આહા..હા...!
સમ્યકત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી–પરિણમવાથી... પેલો ત્રિકાળી સ્વભાવ