________________
૧૮૦
સમયસાર સિદ્ધિ-૬
કારણ છે એમ માનતા નથી. આહા..હા...! આકરી વાત, ભાઈ ! દુનિયા કાંઈક રસ્તે ચડી ગઈ છે. પ્રભુનો માર્ગ અંદર ક્યાંય રહી ગયો. આ.હા...!
પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું” દેખો! આહા..હા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ પોતાનું શુદ્ધ પરિણમન (છે). દયા, દાન, વ્રત, ભક્તિ એ તો અશુદ્ધ પરિણમન છે. આ શુદ્ધ પરિણમન છે. પર્યાય છે પણ શુદ્ધ છે. ત્રિકાળીના આશ્રયે ઉત્પન્ન થયેલી પર્યાય એ શુદ્ધ છે. એ શુદ્ધ પર્યાય જ મોક્ષનું કારણ છે. આહાહા..! કેમકે મોક્ષ પણ પર્યાય છે, મોક્ષ પણ પર્યાય છે અને તેનું કારણ મોક્ષનો માર્ગ પણ પર્યાય છે અને સંસાર પણ પર્યાય છે. મિથ્યાત્વ અને રાગ-દ્વેષની પર્યાય એ સંસાર છે. સંસાર પોતાની પર્યાયમાં છે. સંસાર બહારમાં રહેતો નથી. આહા..હા...! એમ મોક્ષમાર્ગ પોતાની પર્યાયમાં છે, બહારમાં નથી. મોક્ષ પણ પોતાની શુદ્ધ પૂર્ણ પર્યાય છે. બહારમાં મોક્ષ નથી. આહાહા...! પોતાનું શુદ્ધ પરિણમન થવું (તે મોક્ષમાર્ગ છે).
(
નૈ ર્યપ્રતિવદ્ધમ્ ઉદ્ધતરર) નિષ્કર્મ અવસ્થા સાથે...” એ પુણ્ય અને પાપના ભાવ તો કર્મ અવસ્થા છે, આ નિષ્કર્મ અવસ્થા (છે). આહા...હા...! નિષ્કર્મ અવસ્થા હોં ! વસ્તુ તો ત્રિકાળ છે. પણ ત્રિકાળના અવલંબને નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય છે. પર્યાય ! અવસ્થા કહો, પર્યાય કહો, અલ્પ દશા કહો, વર્તમાન શુદ્ધ પરિણમન કહો. આહા...હા.!
નિષ્કર્મ અવસ્થા સાથે.” એ પુણ્ય અને પાપના પરિણામ તો કર્મ છે. તેનાથી રહિત નિષ્કર્મ અવસ્થા આત્મામાં થાય છે. સ્વભાવના અવલંબને પુણ્ય અને પાપની કર્મ-અવસ્થાથી ભિન્ન નિષ્કર્મ અવસ્થા થાય છે. આહા...હા...! એ અવસ્થાની સાથે જેનો ઉદ્ધત –ઉત્કટ) રસ પ્રતિબદ્ધ છે. એ શુદ્ધ પરિણમનમાં લીન છે. ધર્માત્મા મોક્ષના માર્ગમાં પોતાના શુદ્ધ પરિણમનમાં એ લીન છે, એ જ મોક્ષમાર્ગ (છે). આહા..હા...! –ઉત્કટ) રસ પ્રતિબદ્ધ.” છે. નિર્મળાનંદ નાથ પર્યાય, પર્યાય હોં ! શુદ્ધ નિર્મળ પવિત્ર પર્યાય ઉત્કટ રસવાળી છે. અતીન્દ્રિય આનંદના રસવાળી છે. આહા..હા...!
સમ્યગ્દર્શનમાં, સમ્યગ્દર્શન જ્યારે થાય છે ત્યારે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. રાગ દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ છે એ દુ:ખનો સ્વાદ છે. આહાહા..! એ આસવ છે, રાગ છે, દુઃખનો સ્વાદ છે અને આત્મસ્વભાવમાં જ્યારે દૃષ્ટિ થઈ, જ્ઞાન થયું તો અંતરમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનું વદન થયું તો એ સ્વાદના વેદનમાં ઉત્કટ રસ પ્રતિબદ્ધ છે. આ..હા...! મોક્ષમાર્ગની પર્યાય અતીન્દ્રિય આનંદના રસમાં પ્રતિબદ્ધ છે. આહા..હા...! આવું ઝીણું ! ક્રિયાકાંડમાં લોકોને ઘુસાડી દીધા અને ધર્મ મનાવીને સંપ્રદાય ચલાવ્યો. વીતરાગમાર્ગ ભિન્ન છે, પ્રભુ ! આ..હા...! ઓ.હો.હો...! શું કહે છે ?
“નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત –ઉત્કટ) રસ.” અતીન્દ્રિય આનંદનો રસ જેમાં પ્રતિબદ્ધ છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદનું જેમાં વેદન છે એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર