________________
૧૭૦
સમયસાર સિદ્ધિ-૬ છે, તેનાથી આ રાગ (ભાવ) એ વિપરીત ભાવ છે. સમકિતથી મિથ્યાત્વ વિપરીત છે, સમ્યકજ્ઞાનથી પરમાં રોકાયેલું જ્ઞાન (એવું) અજ્ઞાન વિપરીત છે, સ્વરૂપનું ચારિત્ર જે મોક્ષનું કારણ છે તેનાથી કષાય વિપરીત છે. ચાહે તો પંચ મહાવ્રતનો શુભ રાગ હો પણ એ ચારિત્રથી વિપરીત છે. આહા..હા...! આવું છે. ભગવાનની વાણી આવી છે. આ..હા...!
કુંદકુંદાચાર્યદેવ” પ્રભુ પાસે ગયા હતા. સંવત ૪૯ ! આ કુંદકુંદાચાર્યદેવ' ! અને આ ટીકા છે “અમૃતચંદ્રાચાર્યદેવની. એક હજાર વર્ષ પહેલા થયા. ભગવાન કુંદકુંદાચાર્યદેવ' બે હજાર વર્ષ પહેલા થયા અને ટીકા કરવાવાળા ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ હજાર વર્ષ પહેલા થયા. એમની આ ટીકા છે. આહાહા...! સમજાય છે ? આ તો ‘પદ્મપ્રભમલધારીદેવ છે. નિયમસારની ટીકા કરનાર. આ બાજુ પદ્મપ્રભમલધારીદેવ’ દિગંબર સંત મુનિ ! આ..હા..હા...!
અહીંયાં કહે છે કે, ચારિત્ર જે છે એ તો મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. શું ? ચારિત્ર કોને કહેવું ? કે, ચારિત્ર નામ ચરવું, રમવું. ભગવાન આત્માના દર્શન થયા છે અને જ્ઞાન થયું છે, તો જ્ઞાનમાં જે પૂર્ણાનંદ ચીજ જાણવામાં આવી તેમાં રમવું, લીન થવું, ચરવું, અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન પ્રગટ કરવું તેનું નામ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષના કારણરૂપ સ્વભાવ છે અને એનાથી આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ કષાય છે, રાગ છે. એ ચારિત્રથી વિરુદ્ધ છે. આહાહા...!
તેને રોકનાર કષાય છે...” પણ કષાય કોને કહેવો ઈ હજી ખબર ન મળે. ઈ પંચ મહાવ્રતના પરિણામ (કર્યા) એટલે જાણે એ તો ચારિત્ર (થઈ ગયું). પણ એ કષાય છે, રાગ છે, વિકલ્પ છે. આહાહા...! આ.હા...!
મુમુક્ષુ – મહાવ્રત તો મોટા પુરુષો પણ ધારણ કરે છે.
ઉત્તર :- ઈ તો અંદર સ્થિરતા છે, ત્રણ કષાયના અભાવની એ ભૂમિકામાં આવો વ્યવહાર હોય એમ કરીને એને મોટા પુરુષો (ધારણ કરે છે. એમ કહ્યું. મોટા પુરુષને મોટા મહાવત છે ને ! પણ કોણ ? અંદર ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર ઉછળે છે, તેનું દર્શન, જ્ઞાન અને ચારિત્ર થયા... આહા...હા...! સમજાણું કાંઈ ? તેની સાથે જે પંચ મહાવ્રતના વિકલ્પ છે એ વ્યવહાર (છે). એમાં સ્થિરતાની પ્રશંસા કરવા માટે મહાવ્રતને મોટા કર્યા છે. આ..હા.. બાકી મહાવ્રત, પંચ મહાવ્રત છે (એ તો રાગ છે). ઈ આવશે. હવેના શ્લોકમાં એ આવશે. કળશમાં છે ભઈ ! મિથ્યાષ્ટિનું જે યતિપણું છે, વ્યવહાર રત્નત્રય બંધનું કારણ છે અને સમ્યક્રદૃષ્ટિના જે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે એ એને મોક્ષનું કારણ છે, એમ છે નહિ. સમ્યક્દૃષ્ટિનો શુભ ભાવ હો કે મિથ્યાદૃષ્ટિનો (હો), ઈ બંધનું જ કારણ છે. છે ને એમાં ? એ શ્લોક હવે આવશે. આ શ્લોક છે ને ? ૧૧૦ મો શ્લોક આવશે. જુઓ ! એમાં છે. આમાં – “કળશટીકા' !