________________
૧૬૮
સમયસાર સિદ્ધિ-૬ છે. બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ’ ગયા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. આહા...હા...! ભાષા સમજાય છે ને, ભાઈ ! વાત ઝીણી છે, ભગવાન ! બહુ ઝીણું તત્ત્વ, પ્રભુ ! આ..હા...!
તારી પ્રભુતા.. આહાહા...! આપણે ભજન નહોતું આવ્યું ? પંડિતજીએ નહોતું ગાયું? પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પર કી આશ કહાં કરત પ્રીતમ, પર કી આશ કહાં કરે પ્રીતમ, કઈ બાતે તુમ અધુરા, પ્રભુ મેરે..” આ..હા...હા...! તુમ સબ વાતે પૂરા.. આહાહા...! અંદર ભગવાન આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા. એવી અનંત શક્તિનો ભંડાર ભગવાન આત્મા છે. પૂર્ણાનંદ પ્રભુઆત્મા છે. આહા..હા...! “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા આ.હા..! ભજન છે. “પર કી આશ કહાં કરે પ્રીતમ' અરે. વ્હાલા પ્રભુ ! એ શુભના રાગ દયા, દાન ને પરની આશા રાખીને એનાથી ધર્મ થશે એમ માને છો), પ્રભુ ! તને શું થયું આ ? શું થયું તને ? “પર કી આશ કહાં કરે પ્રીતમ, કઈ વાતે તુમ અધૂરા પ્રભુ ! તું કઈ વાતે અધૂરો છે ? અંદર પૂર્ણાનંદ છે ને નાથ ! કેમ બેસે ? આહા..હા..!
એ પૂર્ણ આનંદ અને પૂર્ણ સ્વભાવમાં રમવું, ચરવું, રમવું, આનંદનું ભોજન કરવું... આહાહા..! અતીન્દ્રિય આનંદનું વેદન કરવું એ ચારિત્ર (છે). એ ચારિત્ર. એ ચારિત્ર મોક્ષના કારણ (રૂ૫) સ્વભાવ છે. એ ચારિત્રથી વિરુદ્ધ પંચ મહાવ્રતના પરિણામ આદિ દયા, દાનના પરિણામ આદિ રાગ, એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. આહાહા..! કહો, સમજાય છે કાંઈ? આહા..હા..!
ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” આ...હા...! ચારિત્ર એટલે શું ! બાપા ! સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન સહિત આત્માના આનંદમાં રમવું, ચરવું, જામી જવું. અતીન્દ્રિય આનંદનો અનુભવ – વેદન કરવું એ ચારિત્ર (છે).
મુમુક્ષુ :- આ ચારિત્ર તો આઠમાં ગુણસ્થાને થાય ને !
ઉત્તર :- છઠ્ઠ ગુણસ્થાનથી ચારિત્ર છે, અંશે ચોથેથી છે. સ્વરૂપાચરણ ચારિત્ર સમ્યગ્દર્શનથી (શરૂ) થાય છે. આહા...હા..! આ ચારિત્ર સાતમાનું લીધું છે. સાતમાથી નીચે છછું આવે છે (ત્યારે) પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે તો કહે છે કે, એ ચારિત્રથી વિપરીત ભાવ છે. આહા..હા...! અરે.રે...! સત્ય વાત સાંભળવા મળે નહિ.
પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એમનો આ હુકમ છે કે, ચારિત્ર જે છે એ તો મોક્ષના કારણરૂપ પર્યાય સ્વભાવ છે, એ વીતરાગી પર્યાય છે. આ..હા...! ચારિત્ર જે છે... આત્મા જિનસ્વરૂપ છે, ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, મતમદિરા કે પાન સો મતવાલા સમજે ન” “ઘટ ઘટ અંતર જિન વસે પ્રભુ ! જિનસ્વરૂપી તું છો, ભગવાન એમ કરીને આચાર્ય બોલાવે છે. આ...હા...હા...! ભગવાન ! “ઘટ ઘટ અંતર જિનસ્વરૂપી”