________________
ગાથા-૧૬૧ થી ૧૬૩
૧૬૭
એ પરમાં રોકાઈ ગયું એ પોતાના જ્ઞાનથી વિપરીત અજ્ઞાન છે. તો એ જ્ઞાનને રોકનારું અથવા જ્ઞાનથી વિરુદ્ધ એ અજ્ઞાન છે. આહા..હા...! આવી વાત, લ્યો !
પોતે કર્મ જ છે,... એ કાર્ય છે. વિકાર, અજ્ઞાન, ૫૨ને જાણવું એ સરખું જ કાર્ય છે, કર્મ જ છે, એ આત્મા નહિ. તેના ઉદયથી...’ માત્ર પરના જ્ઞાનમાં રોકાવાથી. તેના ઉદયથી (અર્થાત્) પ્રગટ થવાથી, પોતાનું જે આત્મજ્ઞાન છે એનાથી તે જ્ઞાન વિરુદ્ધ છે. આ..હા...! જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે.’ એ જ્ઞાન શબ્દે આત્માને અજ્ઞાનીપણું થાય છે. આહા..હા...! ભાષા કઈ જાતની ! ગ્રીક લેટિન જેવું નવું લાગે ! પેલા (અજ્ઞાનીઓ) કહે, જાત્રા કરો ને ભક્તિ કરો ને આ કરો, એનાથી ધર્મ (થશે). અહીં કહે છે કે, એમાં ધર્મ માનનારાને આત્મજ્ઞાનથી વિરુદ્ધ ભાવ છે, અજ્ઞાન છે. આહા..હા...! બે બોલ થયા.
ત્રીજો. ‘ચારિત્ર....’ ત્રીજો બોલ. ‘ચારિત્ર...’ ચારિત્ર કોને કહે છે ? કે, પોતાનું શુદ્ધ સ્વરૂપ જે આનંદકંદ પ્રભુ છે, તેમાં લીન થવું, રમણતા કરવી, ચરવું, રમવું, જામી જવું. આ ચારિત્ર પર્યાયમાં, હોં ! આત્માનો ગુણ ચારિત્ર છે એ તો ત્રિકાળ છે, પણ એ ચારિત્રગુણમાં વર્તમાન પર્યાય એ ગુણમાં, આનંદમાં રમે (એ ચારિત્ર છે). આહા..હા..! અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ ! આહા..હા...! એમાં રમવું. રમવું ક્યારે થાય છે ? કે, જ્યારે તેનું જ્ઞાન થાય છે, દૃષ્ટિમાં – શ્રદ્ધામાં એ વસ્તુ આવી ગઈ હોય તો એમાં રમણતા થાય છે. એમાં જે રમણતા થાય છે તે ચારિત્ર. એ ચારિત્ર જે છે એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આ ચારિત્ર, હોં ! પંચ મહાવ્રતના પરિણામ (થાય) એ ચારિત્ર નથી. આ..હા...! એ તો અચારિત્ર છે. પણ અહીંયાં જે ચારિત્ર મોક્ષનું કારણ છે (તેની વાત છે). એ અચારિત્ર ભાવ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા...!
પંચ મહાવ્રતના પરિણામ, વ્યવહાર સમિતિ, ગુપ્તિના ભાવ, એ જે આત્માનું ચારિત્ર છે, જે મોક્ષના કા૨ણ (રૂપ) સ્વભાવ છે, તેનાથી વિપરીત ભાવ છે. આહા.હા...! અચારિત્ર છે. પંચ મહાવ્રતના પરિણામ, વ્યવહાર અઠ્યાવીસ મૂળગુણાદિ એ બધું અચારિત્ર છે. એ ચારિત્રથી વિરુદ્ધ અચારિત્ર છે. એ ચારિત્રના ભાવથી વિરુદ્ધ ભાવ છે. આ..હા..હા...! આવું છે. અત્યારે તો ગડબડ ગડબડ એવી ચાલી છે બધી, ક્યાંય મૂળ તત્ત્વ આખી વાતને જ જગતે ફેરફાર કરી નાખ્યો. લોકોનો નવરાશ ન મળે અને માથે જે કહે ઈ જી..હા ! જી.. હા ! કરીને (માની લે). આ..હા....!
-
આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા વીતરાગદેવનું આ કથન છે. ‘કુંદકુંદાચાર્યદેવ’ ભગવાન પાસે સંવત ૪૯માં ગયા હતા. બે હજાર વર્ષ પહેલાં ! આઠ દિવસ ત્યાં રહીને અહીંયાં આવ્યા હતા. ‘કુંદકુંદાચાર્યદેવ’ દિગંબર સંત ! એ આવે છે ને ! મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણી, મંગલં કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલં’ એ ‘કુંદકુંદાચાર્યદેવ’ ત્યાં ભગવાન પાસે ગયા હતા. ભગવાન અત્યારે બિરાજે છે. સમવસરણમાં મહાવિદેહમાં બિરાજે