________________
૧૬૬
સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર :- અગિયાર અંગ અનંત વાર ભણ્યો. એક આચારાંગમાં અઢાર હજાર પદ અને એક પદમાં એકાવર કરોડ જાજેરા શ્લોક, એવા અગિયાર અંગ પણ અનંતવાર ભણ્યો. આ.હા...! અને પંચ મહાવ્રત ને પાંચ સમિતિ, ગુપ્તિ વ્યવહાર પણ અનંત વાર કર્યા. એ તો રાગની ક્રિયા છે. શાસ્ત્રનું જ્ઞાન (કર્યું) એ તો પર તરફના લક્ષવાળું જ્ઞાન છે. આહા...હા...! એ પરના લક્ષમાં રોકાવાથી પોતાનું જે આત્મજ્ઞાન, જે આત્માના જ્ઞાનની સમ્યક પર્યાય, જે મોક્ષનું કારણ છે, એ જ્ઞાનને માત્ર પરમાં રોકવું, એ અજ્ઞાન છે અને એ જ્ઞાન સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા...! ઝીણી આકરી વાત છે, પ્રભુ !
મોક્ષનો માર્ગ ભગવાન જિનેશ્વરની અલૌકિક વાત છે ! એ કંઈ સાધારણ વાત નથી. આહાહા..! અનંતકાળમાં કદી કર્યું નથી. અનંત વાર દિગંબર સાધુ થયો પણ મિથ્યાદૃષ્ટિ (રહ્યો). રાગ કર્યો છે, મહાવ્રતનો રાગ એ આસવ, દુઃખ છે. તેને ચારિત્ર માન્યું અને તેને ધર્મ માન્યો. એવું જે આત્મજ્ઞાનથી વિરુદ્ધ જ્ઞાન એ અજ્ઞાન (છે), આત્મજ્ઞાનથી વિરુદ્ધ છે. આ...હા...! એકલું પરનું જ્ઞાન એ પોતાના સ્વરૂપના જ્ઞાનથી વિરુદ્ધ છે. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! વીતરાગ ધર્મ, વીતરાગ જિનેશ્વરદેવ ત્રિલોકનાથ ! તેમની વાત અલૌકિક
એ જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન નહિ, ત્રિકાળી આત્માનું જ્ઞાન જે મોક્ષના કારણરૂપ સ્વભાવ.. છે ? ‘તેને રોકનારું અજ્ઞાન છે.” જ્ઞાન પરમાં રોકાય ગયું એ અજ્ઞાન છે. આહાહા...! પોતાને જાણવું હતું એવું જે જ્ઞાન, તે જ્ઞાન એકલું પરમાં રોકાય ગયું એ અજ્ઞાન છે. એ અજ્ઞાન, જ્ઞાન (કે જી મોક્ષનું કારણ છે તેનાથી) વિપરીત ભાવ છે. આવી વાત છે. અહીં તો (અજ્ઞાનીઓ કહે), બહારથી આ કરો, આ કરો, દયા પાળો, વ્રત કરો. હવે એ તો બધી રાગની ક્રિયા છે અને રાગની ક્રિયામાં ધર્મ માનવો એ મિથ્યાજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધા છે. આવી વાત છે, ભાઈ ! સમજાણું કાંઈ ?
(જ્ઞાન) “મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” જ્ઞાન એટલે આત્મજ્ઞાન, આત્માનું જ્ઞાન. ભગવાન સ્વરૂપ પ્રભુ ! તેનું જ્ઞાન, સમ્યકજ્ઞાન જે મોક્ષના કારણ(રૂપ) પર્યાય છે તેનાથી વિરુદ્ધ. “રોકનારું...” નામ વિરુદ્ધ. પરના જ્ઞાનમાં રોકાઈ ગયું તો પોતાના જ્ઞાનથી વિરુદ્ધ અજ્ઞાન છે. એ અજ્ઞાન પોતાના સમ્યકજ્ઞાનથી વિરુદ્ધ ભાવ છે. આહા...હા...! ભલે એકલું શાસ્ત્રનું જ્ઞાન હો, પણ પોતાના જ્ઞાનથી તે વિરુદ્ધ છે, પરલક્ષી જ્ઞાન છે. આહાહા...! ઈ શબ્દજ્ઞાન છે. એ આત્મજ્ઞાન નહિ. આહા...હા..! માર્ગ બહુ સૂક્ષ્મ, ભાઈ !
“તે તો પોતે કર્મ જ છે....” શું કહે છે ? કે, પોતાના સ્વરૂપનું જે જ્ઞાન છે, નિર્મળ પર્યાય થવી જોઈએ, તેને છોડી એકલા પરના જ્ઞાનમાં રોકાઈ ગયું, એ જ્ઞાન કર્મ છે. ખરેખર તો એ વિકારી ભાવ છે. આહાહા...! એ આત્માનું જ્ઞાન નહિ. શાસ્ત્રનું શાબ્દિક જ્ઞાન હો એ પણ અજ્ઞાન છે. આહાહા..! એકલું પરમાં રોકાઈ ગયું અને સ્વનું આત્મજ્ઞાન છે