________________
ગાથા ૧૬૧ થી ૧૬૩
૧૬૫ એ સમ્યફ મોક્ષનું કારણ જે સ્વભાવ, તેનાથી વિપરીત ભાવ છે. આમ છે. ત્યાં સુધી તો કાલે આવ્યું હતું. - હવે જ્ઞાન. જ્ઞાન એટલે ? પોતાના શુદ્ધ સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન. પોતાનું સ્વરૂપ જે ચૈતન્યમૂર્તિ ભગવાન ! અનંત અનંત અતીન્દ્રિય પૂર્ણ ગુણથી ભર્યો પડ્યો પ્રભુઆત્મા ! તેનું જ્ઞાન. આ પર્યાયની વાત છે ને ! “જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ...” છે. એ સમ્યકજ્ઞાન જે ત્રિકાળી ચૈતન્ય પ્રભુ તેનું જ્ઞાન. ત્રિકાળી વસ્તુ તો ધ્રુવ છે પણ તેના આશ્રયે જે (જ્ઞાન થયું તે) સમ્યજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન નહિ, પરનું જ્ઞાન નહિ. એ જ્ઞાન (એટલે) આત્માનું જ્ઞાન. જે જ્ઞાન જોકે, “મોક્ષના કારણરૂપ સ્વભાવ છે...” આહા...હા...! આત્માનું સ્વભાવિક જ્ઞાન. ત્રિકાળી જ્ઞાન નહિ. એની વર્તમાન જ્ઞાનની પર્યાય. આહા...હા...! એ મોક્ષના કારણરૂપ સ્વભાવ સમ્યકજ્ઞાન છે. તેનાથી વિરુદ્ધ અજ્ઞાન છે. રાગને પણ જાણવું. દયા, દાનના પરિણામને પણ જાણવા અને પોતાને ન જાણવું એ અજ્ઞાનભાવ સમ્યજ્ઞાનથી વિરુદ્ધ ભાવ છે.
આહા..હા..! વીતરાગમાર્ગ બહુ ઝીણો, બાપુ ! આહા..હા..! સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવ મહાવિદેહમાં તો “સીમંધર ભગવાન બિરાજે છે ત્યાંથી આ વાત આવી છે. કુંદકુંદાચાર્યદેવ’ સંવત ૪૯ માં પ્રભુ પાસે ગયા હતા. સંવત ૪૯ ! બે હજાર વર્ષ પહેલાં). “કુંદકુંદાચાર્યદેવ' દિગંબર (સંત). (અહીંયાં પરમાગમ મંદિરમાં) વચમાં મુનિ છે ઈ. એમણે ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. તો એ શાસ્ત્રમાં તો આ કહ્યું છે કે, સમ્યફજ્ઞાન (એટલે કે, પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન. સ્વ (એટલે) પોતાના વેદનનું જ્ઞાન. એ જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. એ જ્ઞાનથી વિપરીત, રાગ અને પર્યાયને જ જાણવું અને પરને જ જાણવું અને પોતાને ભૂલી જવું, એ પરને જાણવામાં રોકાવું થાય છે એ અજ્ઞાન ભાવ છે. આહાહા...! પોતાને જાણવારૂપ જે ભાવ છે, જે મોક્ષનું કારણ છે), તે માત્ર પરને જાણવામાં રોકાઈ ગયું તે અજ્ઞાન, જ્ઞાનથી વિરુદ્ધ ભાવ છે. આવી વાતું હવે. સમજાણું કાંઈ ?
જ્ઞાન, જે આત્મજ્ઞાન, આ આત્મજ્ઞાનનો અર્થ કોઈ નિમિત્તનું નહિ, રાગનું નહિ, પર્યાયનું (જ્ઞાન નહિ), આત્મા જે ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ ! સત્ શાશ્વત જ્ઞાન અને આનંદાદિ ગુણનો ભંડાર ! એવા આત્માનું જ્ઞાન, એ જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. એ જ્ઞાનથી વિપરીત માત્ર શુભ-અશુભ ભાવ અથવા જ્ઞાનને પરમાં રોકવું તે અજ્ઞાન છે. એ અજ્ઞાન, આત્મજ્ઞાન (કે) જે મોક્ષનું કારણ છે, તેનાથી આ અજ્ઞાન વિપરીત ભાવ છે. આહાહા.! આવી વાતું છે.
મુમુક્ષુ :- ચૌદ ગુણસ્થાન જીવસમાસ વાંચીએ ને ભણીએ તો.
ઉત્તર :- એ જ્ઞાન અનંતવાર ભણ્યો. અભેદ દૃષ્ટિ કરી નહિ, અભેદનું જ્ઞાન કર્યું નહિ ત્યાં એ બધા થોથાં છે.
મુમુક્ષુ :- અગિયાર અંગ ભણ્યો.