________________
ગાથા ૧૬૧ થી ૧૬૩
૧૬૩
પ્રવચન ન. ૨૩૯ ગાથા-૧૬૧–૧૬૩ મંગળવાર, જેઠ સુદ ૪, તા. ૨૯-૦૫-૧૯૭૯
સમયસાર ૧૬ ૧થી ૧૬૩ ગાથા, એની ટીકા. એક શબ્દ ચાલ્યો છે. નહિ ? ટીકા છે ને? “સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ટીકા, ૧૬ ૧ થી ૧૬ ૩ ની ટીકા. એને બતાવો. છેલ્લી ત્રણ ગાથાની (ટીકા). શું કહે છે ? સમ્યત્વ જે છે એ આત્મા શુદ્ધ પરિપૂર્ણ અખંડ આનંદ (સ્વરૂપ છે) તેની સન્મુખ થઈને તેનું જ્ઞાન થઈ તેની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન એ પર્યાય છે. પર્યાયરૂપ ભાવ છે. છે ને ? સમ્યક્ત્વ એ પર્યાય છે. ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ભગવાન, (તેમાં) અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન અનંત કાળમાં થયું નથી, એવા સ્વભાવનો અનુભવ થઈને પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દર્શન છે). એ સમ્યગ્દર્શન સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે...” એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સમ્યગ્દર્શનની પર્યાય મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.
તેને રોકનારું મિથ્યાત્વ છે;” એ સમ્યગ્દર્શનથી વિરુદ્ધ, સમ્યગ્દર્શનની પર્યાય જે મોક્ષનું કારણ છે તેનાથી વિરુદ્ધ મિથ્યાત્વ ભાવ (છે). દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામમાં ધર્મ માનવો, પરને હું કાંઈક કરી શકું છું એવી મિથ્યાશ્રદ્ધા, એ મિથ્યાશ્રદ્ધાના સ્થળપણે અસંખ્ય પ્રકાર) છે અને સૂક્ષ્મ અનંત પ્રકાર) છે. એ મિથ્યાત્વભાવ, સમકિતરૂપી ભાવથી વિરુદ્ધ છે. સમજાણું ?
સમ્યકત્વ (અર્થાત) સમ્યકપણું, સત્યપણું. એ પૂર્ણ સત્યસ્વરૂપ પ્રભુ ! તેની અનુભવમાં પ્રતીત થવી અને આત્માનું આત્મારૂપે શુદ્ધ પરિણમન થવું. પુણ્ય અને પાપના વિકલ્પ – રાગથી ભિન્ન પરિણમન થવું), એવું જે સમ્યગ્દર્શન છે એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આહા...! મોક્ષ નામ આત્માનો પૂર્ણ આનંદરૂપી લાભ તે મોક્ષ. અને પૂર્ણથી દુઃખથી મુક્ત થવું તે મોક્ષ. એ મોક્ષનું સમ્યગ્દર્શન કારણરૂપ સ્વભાવ છે. આહા...! કારણરૂપ સ્વભાવ છે. તેનાથી વિપરીત, મિથ્યાત્વભાવ તેનાથી વિપરીત છે.
મિથ્યાત્વભાવનો અર્થ કે, પુણ્યના દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ પુણ્ય છે તેને ધર્મ માને અને તેને ધર્મનું કારણ માને તો એ મિથ્યાત્વભાવ છે. એ મિથ્યાત્વભાવ, સમ્યગ્દર્શન કે જી મોક્ષના કારણ(રૂ૫) સ્વભાવ છે તેનાથી) વિરુદ્ધ ભાવ છે.
મુમુક્ષુ :- પુણ્યમાં દોષ શું ?
ઉત્તર :- મિથ્યાત્વ દોષ છે. અનંત સંસારનું કારણ વિપરીત માન્યતા. શ્રદ્ધા વિપરીત (છે). જેવું સત્ય છે તેવી માન્યતા નહિ કરી, હું પરનું કંઈક કરી શકું છું અને પરથી મારામાં