________________
ગાથા ૧૬૧ થી ૧૬૩
૧૬૧ પછી મિથ્યાત્વાદિ છે એ ભાવબંધ છે એમ કહ્યું). ભાવબંધ છે માટે અબંધ (સ્વરૂપથી) ભિન્ન જાત છે. આમાં કહે છે કે, સમકિતરૂપી મોક્ષનું કારણ એનાથી વિરુદ્ધ મિથ્યાત્વ તે વિપરીત ભાવ છે. કહો, સમજાય છે કાંઈ ? “વજુભાઈ આવું બધું ઝીણું છે, બાપુ ! ધંધા આડે નવરાશ ન કરી. આહા..હા...! કોઈ કયાંય શરણ નથી, પ્રભુ ! આહા...હા...! કહે છે કે, એ દયા, દાન(નો) રાગ છે એ શરણ નથી. પણ એ રાગને પોતાનો માન્યો છે એ મિથ્યાત્વ ભાવ સમકિત (કે જે) મોક્ષનું કારણ છે એનાથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા....! આ તો વીતરાગની વાણી છે, બાપા ! આ કાંઈ કથા-વાર્તા નથી. ત્રણલોકનો નાથ, જેને ઇન્દો સાંભળવા આવે, ગણધરો સાંભળવા આવે, એ જ વનના વાઘ ને સિંહ અને નાગ સાંભળવા આવે. ભાઈ ! સમવસરણમાં પ્રભુ બિરાજે છે. અહીં ભગવાન હતા ત્યારે સમવસરણ હતું. ‘વીરપ્રભુ બિરાજતા ત્યારે અત્યારે તો સિદ્ધ થઈ ગયા. આહા..હા...! બાપુ ! એ વાણી કેવી હોય ! એકાવતારી ઇન્દો સાંભળવા આવે એ વાણી કેવી હોય ! એક ભવે મોક્ષ જનારા એ પહેલા ઇન્દ્ર છે. એની ઈન્દ્રાણી પણ એક ભવે મોક્ષ જનારી (છે). એ
જ્યારે પ્રભુની સભામાં આવે છે. આ..હા..હા..! બાપુ ! એ દયા પાળો, વ્રત કરો એ તો પેલા કુંભારે કહે છે.
કહ્યું નહોતું પહેલાં ? અમારા ઉમરાળા જન્મગામમાં પોણોસો વર્ષ પહેલાની વાત છે. (સંવત) ૧૯૮૦. શ્રાવણ મહિનો બેસે તે ભાદરવા સુદ પાંચમ સુધી, જે શેઠિયા હોય (એ) ઘાંચીની ઘાણી હોય, ઘાંચીની ! અને કુંભારના નિભાડા (હોય), એની પાસે જાય. પાંચ સોપારી આપે. એટલે પેલા સમજી જાય કે, વાણિયાના પર્યુષણ આવ્યા. શ્રાવણ સુદ એકમથી, ભાદરવા સુદ પાંચમ સુધી) મુસલમાન ઘાણી ચલાવે નહિ. જન્મગામ ‘ઉમરાળા” ! બધું જોયું છે ને ! હવે એવું તો મુસલમાન કરતા. એક મહિનો ને પાંચ દિ ઘાણી ન કરે. કુંભાર એક મહિનો ને પાંચ દિ' નિભાણો ન કરે. નિંભાણો સમજે ? ઇંટુ બનાવે). પછી પણ જરી હરીફાઈ ચાલે. પાંચમ પછી પહેલો કોણ શરૂ કરે છે ? કારણ કે પાપ છે. એમ તો માળા મુસલમાનો પણ એ વખતે સમજતા). ત્યાં ઘાંચી મુસલમાન છે પણ પાંત્રીસ દિ બંધ કરી દયે. મહાજન લોકોનું ત્યાં જોર હતું.
અમારે એક “સુખડ’ શેઠ હતા, એ તો ગુજરી ગયા), છોકરાઓ મુંબઈ (રહે) છે. આમ બિચારા સાધારણ હતા પણ માણસ ખાનદાન બહુ. પૈસા-બૈસા કાંઈ નહોતા બહુ. પાંચ સોપારી (લઈને) જાય. એટલે પેલાને એમ થાય કે, પાંત્રીસ દિ બંધ કરવું, ઘાણી ચલાવવી નહિ. હવે એવું તો મુસલમાનો પણ કરતા). બાપુ ! વીતરાગની વાણી કોઈ જુદી છે. આહા...હા..હા...!
અહીં કહે છે, સમકિત જે મોક્ષનું કારણ... આહાહા...! તેને રોકનારો વર્તમાન વિરુદ્ધ મિથ્યાત્વ ભાવ છે. એ વિરુદ્ધ ભાવ બતાવવો છે. રોકનારું પેલામાં કહ્યું હતું, ઈ તો ઢાંકી