________________
૧૬૦
સમયસાર સિદ્ધિ-૬. વિરુદ્ધ ભાવ છે. આહા...હા...હા...! આવી વાતું પકડવી કઠણ પડે. આહાહા...! છે ?
“તે મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે...” (એટલે કે, વિકાર ભાવ છે. પેલું સમકિત છે એ તો મોક્ષના કારણરૂપ પરિણામ હતું અને એનાથી આ મિથ્યાત્વ છે એ પરિણામ તો મિથ્યાત્વરૂપી કર્મ – કાર્ય છે, વિપરીત શ્રદ્ધાનું કાર્ય છે. પોતે જ એક કર્મ છે. એ ધર્મ નથી તેમ આત્મા નથી. આહા..હા....!
આ.હા...! બે વાત કરી કે, સમ્યગ્દર્શન જે છે એ આત્માનું જે સમ્યગ્દર્શન છે એ મોક્ષનું કારણ છે. એમ કહ્યું ને ? હવે એનાથી વિરુદ્ધ જે મિથ્યાત્વ છે, એ વિરુદ્ધ ભાવ છે એ મિથ્યાત્વ કાર્ય છે. આહાહા...! “તેના ઉદયથી. એટલે તેના પ્રગટ થવાથી વિપરીત ભાવના પ્રગટ થવાની જ્ઞાનને મિથ્યાષ્ટિપણે થાય છે. પેલા નિમિત્તથી કર્મ લે પણ અહીં તો વિપરીત ભાવ પ્રગટ થયો એનાથી તે મિથ્યાદૃષ્ટિ છે. આહાહા....!
મુમુક્ષુ :- પરની ભ્રમણતાથી ? ઉત્તર :એ પોતાની છે. પેલું કર્મ નિમિત્ત છે.
પોતાની વિપરીત માન્યતાના ઉદયથી, પ્રગટ થવાથી... આહા..હા..! “જ્ઞાનને મિથ્યાષ્ટિપણું થાય છે. આત્માને તેથી મિથ્યાદૃષ્ટિપણું થાય છે. આહાહા...કર્મનો ઉદય છે એ તો જડ છે. જડ કંઈ આત્માને મિથ્યાત્વ કરાવતું નથી. આહાહા...!
મુમુક્ષુ – આમાં તેના ઉદયથી જ લીધું.
ઉત્તર :- પોતાનો મિથ્યાત્વ) સ્વભાવ વિપરીત જડ છે. ભાવકર્મ એ જડ છે. એના ઉદયથી એટલે એના પ્રગટ થવાથી. આહા...હા...!
ઉદયથી જ. એટલે મિથ્યાશ્રદ્ધાના પ્રગટ થવાથી જ મિથ્યાદૃષ્ટિપણું થાય છે.” આહાહા..! હવે આમાં કેટલી વાત યાદ રાખવી ? એક કલાકમાં સાંભળેલી વાત બધી બીજી નીકળે. અરે... પ્રભુ ! શું કરે છે ? ભાઈ ! મારગડા જુદા રહી ગયા, પ્રભુ ! આ.હા..! અને બીજે રસ્તે ચડી ગયા. ઊંધે રસ્તે ચડી અને અમે જૈનધર્મી છીએ એમ માને! આહા...હાહા..!
એ કર્મ (એટલે) જડ ઉદય લેવો પણ ઉદય ત્યારે એને કહેવાય કે, અહીંયાં પરિણામ વિપરીત કર્યા તો પેલાને ઉદય કહેવાય. નહિ તો એ ઉદય શું ? એ તો જડની પર્યાય છે. આ.હા... જડની પર્યાયનો ચૈતન્યને સ્પર્શ પણ નથી. ભગવાન આત્મા તો અરૂપી છે અને જડકર્મ છે એ તો રૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું (છે), પણ તેના ઉદયના કાળમાં પોતે પોતાથી વિપરીત માન્યતા કરે છે તે જ તેને રોકનારું છે. એટલે તે જ વિપરીત ભાવ છે. અહીં તો વિપરીત ભાવ બતાવવો છે ને ? સમકિતથી વિરુદ્ધ ભાવ તે મિથ્યાત્વ છે એમ અહીં સિદ્ધ કરવું છે.
પહેલાં ત્રણ ગાથામાં એમ કહ્યું હતું કે, સમકિતને ઢાંકી દેનારું છે માટે તે કર્મ છે.