________________
૧૬૨
સમયસાર સિદ્ધિ-૬ દેનારું (કહ્યું હતું). મિથ્યાત્વથી સમકિતને ઢાંકવું અને આ ઘાત કરનારું. અને અહીં કહે છે કે, વર્તમાન મિથ્યાત્વ ભાવ છે. સમકિતથી મિથ્યાત્વ ભાવ વિરુદ્ધ ભાવ છે. આહા..હા..! સમજાય એવું છે, હોં ! ભાષા કાંઈ એવી અઘરી) નથી. ભાવ તો બાપા શું કરે ? પ્રભુની વાણી (એવી છે). આહા...હા...! કાલે ગાયું નહોતું ? પ્રભુની વાણી જોર રસાળ, સાંભળવા તલસે છે.' આહા..હા..! આહા..હા....!
ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવ એમ ફરમાવે છે, પ્રભુ ! પૂર્ણ સ્વરૂપ તારું સર્વજ્ઞ સર્વદર્શી અતીન્દ્રિય આનંદ, એવી અનંતી શક્તિ ! એક એક શક્તિ પૂર્ણ એવી અનંતી પૂર્ણ (શક્તિઓનું) રૂપ ! તેની સન્મુખ થઈને અનુભવ થવો અને અનુભવ થઈને પ્રતીત થવી એનું નામ સમ્યગ્દર્શન (છે). એ સમ્યગ્દર્શનથી વિરુદ્ધ ભાવ તે મિથ્યાત્વ ભાવ છે). આહા.! સમ્યગ્દર્શન મોક્ષનું કારણ અને મિથ્યાત્વ છે તે બંધનું કારણ બંધસ્વરૂપ છે એ તો આવી ગયું, પણ આ મિથ્યાત્વ વિપરીત ભાવ છે. આહાહા...!
આ હા.હો ને જાત્રાવાળા આવે ને ! અહીં દર્શન કરવા આવે પણ હા...હો સાંભળીને (ચાલ્યા જાય). સાંભળવા-બાંભળવામાં કંઈ ખબર ન પડે). આ પાલીતાણા” જાત્રા કરી ને ગિરનાર જાત્રા કરી (એટલે) થઈ ગયો ધર્મ ! ધૂળમાંય ધર્મ નથી. આહાહા...!
મુમુક્ષુ :- આપને વિનંતી કરે કે બે મિનિટ સંભળાવો, બે મિનિટ.
ઉત્તર :- એ તો પેલા કહેતા હતા. મેં કીધું, વ્યાખ્યાન થાય ત્યારે. વ્યાખ્યાન સાંભળો. ઈ વખતે અહીં વ્યાખ્યાન રાખ્યું હતું. આહાહા..!
પોતે કર્મ જ છે” તેના પ્રગટવાથી જ આત્માને મિથ્યાદૃષ્ટિપણું થાય છે? આ.હા...હા...! પર્યાયમાં મિથ્યાષ્ટિપણું થાય છે). પુણ્યના પરિણામ અને પાપના પરિણામ બે મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ, એનો ઉદય થવાથી એટલે કે પ્રગટ થવાથી. આ..હા..હા...! આત્માને ‘
મિથ્યાદૃષ્ટિપણે થાય છે.” જ્ઞાનને એટલે આત્માને. છે ? પહેલી બે લીટી. આહાહા...! પહેલી લીટીમાં મોક્ષનું કારણ છે એમ કીધું અને મિથ્યાત્વ છે તે મોક્ષના કારણથી વિપરીત ભાવ છે એમ કહ્યું. આહા..હા...! ઈ પુણ્ય પરિણામથી મને ધર્મ થશે એવો જે મિથ્યાત્વ ભાવ તે સમકિત ભાવથી વિરુદ્ધ ભાવ છે. આહા...હા..હા..! આવું ઝીણું કાંતવું. મારગ બાપા ! પ્રભુનો બહુ જુદી જાત છે, ભાઈ ! આહાહા..!
જ્ઞાન” શબ્દ સમજાણું ? જ્ઞાન એટલે આત્મા. તેના પ્રગટવાથી વિપરીત શ્રદ્ધા થવાથી આત્માને મિથ્યાદૃષ્ટિપણું થાય છે. આહા...હા..! એને મિથ્યાદૃષ્ટિપણે વર્તમાન છે તે) સમ્યગ્દર્શન (કે જી મોક્ષનું કારણ છે), એનાથી વિપરીત ભાવ તે મિથ્યાદૃષ્ટિપણું (છે), તે વિપરીત ભાવ છે. સમ્યગ્દર્શન એ મોક્ષના કારણનો અવિપરીત ભાવ (છે) અને આ મિથ્યાત્વ છે તે) આત્માના મોક્ષના કારણથી વિપરીત ભાવ (છે) અને બંધના કારણરૂપ (છે), બંધરૂપ છે. એ વાત કરી. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)