________________
ગાથા ૧૬૧ થી ૧૬૩
૧૬૯ તું છો ને પ્રભુ ! આહા.હા...! પૂર્ણ જિનસ્વરૂપી સ્વભાવ જિનસ્વરૂપ ન હોય તો વીતરાગ જિનસ્વરૂપની પર્યાય ક્યાંથી આવશે? આહા..હા..! સમજાણું કાંઈ ? તારું સ્વરૂપ જિનસ્વરૂપ છે એમાં રમવું એ વીતરાગી ચારિત્ર થયું. આહા..હા..! એ આપણે આવી ગયું હતું, નહિ? પરમ વીતરાગ ચારિત્રરૂપ શુદ્ધ ઉપયોગરૂપી ધર્મ. આવ્યું હતું ને ? આ.હા..હા..! પરમ વીતરાગ વીતરાગી ચારિત્ર. આહા..! બાપુ ! એવા) ચારિત્ર કહ્યાં છે)? પરમ વીતરાગી ચારિત્ર શુદ્ધ ઉપયોગ, દયા, દાન, વ્રતના પરિણામ તો અશુદ્ધ ઉપયોગ છે, એ તો મેલ છે. આહાહા..! આ જે શુદ્ધ ઉપયોગ, વીતરાગ ચારિત્રરૂપ શુદ્ધ ઉપયોગ એ ધર્મ ને ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષના કારણ (રૂ૫) સ્વભાવ છે. એનાથી વિરુદ્ધ જેટલા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ આવે છે, ભાવ, એ બધું અચારિત્ર છે, એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. આહા...હા...!
“ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે....” કારણરૂપ ભાવ છે, સ્વભાવ છે. પછી આમાં – ભાવાર્થમાં ભાવ એવો અર્થ) કર્યો છે. કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર....” ભાવ કેમ કીધો ? પેલી પર્યાય છે ને ! કોક (એમ) માની ન લે કે, આ ત્રિકાળી સ્વભાવ છે. ત્રિકાળી સ્વભાવ તો શુદ્ધ ધ્રુવ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છે, ધ્રુવ ! એમાં રમવું, આનંદમાં રમવું એ ચારિત્ર પર્યાય છે. એ ચારિત્રની પર્યાય મોક્ષનું કારણ છે. આ ચારિત્રની પર્યાય. વ્યવહાર પંચ મહાવ્રતના પરિણામ, પાંચ સમિતિ, ગુપ્તિનો ભાવ એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા...! ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે અને અહીંયાં લોકો) ચારિત્ર માને છે. આહા..હા....! સમજાય છે ? ઝીણી વાત છે, બાપુ ! આહા..હા...! એનો માર્ગ અલૌકિક છે ! લૌકિક સાથે ક્યાંય મેળ ખાય એવો નથી. આહા..હા....!
“ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ભાવ છે, પર્યાય છે ને એટલે. કોઈ એમ માની ન લે કે, આ વળી ત્રિકાળી સ્વભાવ છે. તેને રોકનાર કષાય છે...” એ પુણ્ય અને પાપના ભાવ એ કષાય છે. ચાહે તો દયાનો, દાનનો, વ્રતનો, ભક્તિનો, પાંચ મહાવ્રતનો (ભાવ) એ કષાયભાવ છે, રાગ છે, કષાયભાવ છે. ચારિત્ર જે આત્માનું ચારિત્ર છે. જે વીતરાગી દશા, શુદ્ધ ઉપયોગ, ધર્મ તેનાથી આ રાગ એ વિરુદ્ધ છે, કષાય એનાથી વિરુદ્ધ છે. આહા...હા...! સમજાય છે ? ઝીણી વાત આવી છે, ભાઈ ! ગાથા જ એવી છે ત્યાં (શું થાય ?).
પહેલી ત્રણ ગાથામાં એમ આવ્યું હતું કે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને ઘાત કરનાર છે. મિથ્યાત્વ, અવ્રત, વિકલ્પ અને પરનું જ્ઞાન એ ઘાત કરવાવાળા (છે). બીજી ગાથામાં એમ આવ્યું કે, પુણ્ય અને પાપ ભાવ, બંધસ્વરૂપ જ છે. બંધસ્વરૂપ જ છે તો બંધનું કારણ છે. આ ત્રણ ગાથામાં એમ આવ્યું કે, જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તારો નિર્મળ સ્વભાવ છે, પર્યાય, ત્રિકાળી સ્વભાવનો અનુભવ, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એ જે મોક્ષનું કારણ