________________
ગાથા-૧૬૧ થી ૧૬૩
૧૫૯
ત્રિકાળી સ્વભાવ નહિ. ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છે, તેનું જ્ઞાન થઈને તેની નિર્વિકલ્પ પ્રતીતિ થવી એ એ સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે...’ (અર્થાત્) મોક્ષના કારણરૂપ પરિણામ છે. આ..હા...! આવી વાતું હવે. એ કરતાં એકેન્દ્રિયા, બેઇન્દ્રિયા, તેઇન્દ્રિયા, જીવિહા, તસ્સ મિચ્છામી દુક્કડમ્ (કરો), જાઓ ! અને ઓસરે.. તાઉકાયઠાયણું, અપ્પાણં વોસરે (ક૨ે એટલે) થઈ ગઈ સામાયિક ! અરે... ભગવાન ! બાપા ! લોગસ્સમાં ‘ઉજ્જોયગરે..’ કર્યું. વિહુય યમલા, પહેણ જરમરણા..’ એના અર્થની ખબર ન મળે. અરે...! ભાઈ !
અહીં તો સમ્યક્ત્વ જે ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પૂર્ણાનંદ, પુણ્ય-પાપના રાગરહિત (છે), તેના અનુભવમાં પ્રતીતિ થવી તેને સમિકત કહે છે. આહા..હા..હા...! એ સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ...’ પરિણામ સ્વભાવ છે...’ જોયું ? આ પરિણામની વાત છે. તેને રોકનારું મિથ્યાત્વ છે;..' ભાવ, વર્તમાન મિથ્યાત્વ છે એમ કહે છે. સમિકતથી વિરુદ્ધ એવો મિથ્યાત્વ ભાવ વર્તમાન છે. જોઈએ સમકિત. ત્રિકાળી જ્ઞાયકભાવની પ્રતીતિ અનુભવમાં (હોવી જોઈએ) પણ એનાથી વિરુદ્ધ મિથ્યાત્વ, તે તેની પાસે છે. એ સમિતના ભાવથી વિપરીત ભાવ છે. આહા..હા...! પહેલામાં ઘાતક કહ્યું હતું. આમાં એનાથી વિપરીત ભાવ છે એમ કહે છે. વચમાં બંધસ્વરૂપી (કહ્યો) હતો.
આહા..હા...! આવો ઝીણો માર્ગ. વેપારીને ધંધા આડે નવરાશ ન મળે, આખો દિ' પાપ ! ધંધા.. ધંધા... ધંધા. દુકાન. નવરો થાય તો બાયડી, છોકરાને રાજી રાખવા જાય. અર.......! છ-સાત કલાક ઊંઘમાં જાય એમાં આ વસ્તુ શું છે ? વીતરાગ શું કહે છે ? એનો નિર્ણય કરવાનો ટાઈમે ન મળે. અરે...! આહા..હા...! એ જીવન શેના જીવન ? એ જીવન બધા ઢોર જેવા જીવન છે. ભલે પછી કરોડોપતિ ને અબજોપતિ હોય. આહા..હા...!
અહીં પ્રભુ એમ કહે છે કે, જે સમિકત છે, જે મોક્ષના કારણ(રૂપ) પરિણામ (છે) તેનાથી મિથ્યાત્વ તે વિરુદ્ધ ભાવ છે. સમ્યગ્દર્શનના ભાવથી મિથ્યાત્વ વિરુદ્ધ પરિણામ છે). મિથ્યાત્વ એ પરિણામ છે. સમકિત એ પરિણામ છે, પણ સમકિતના પરિણામથી મિથ્યાત્વ પરિણામ વિપરીત છે. આહા..હા...! એ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાના ભાવ મારા અને મને લાભ ક૨શે, એવો જે મિથ્યાત્વભાવ એ સમકિતભાવથી વિરુદ્ધ ભાવ છે. સમજાય છે કાંઈ ?
બાપુ ! આ પાગલપણે નથી કહેવાતું. ભાઈ ! દુનિયા આખી પાગલ છે. આ..હા...! અરે......! ત્રણલોકના નાથ જિનેશ્વરદેવને કહેવું શું છે ? એ સાચી વાતને પાગલ ઠરાવે, પાગલોની વાતને સાચી ઠરાવે ! આહા..હા...! પ્રભુ ! એકવાર તત્ત્વજ્ઞાન તો કર. તત્ત્વવિચાર તો કર, જાણપણું, તુલના તો કર કે, સકિત જે છે એ ત્રિકાળી ચૈતન્ય ભગવાન પ્રભુ ! એનું જ્ઞાન થઈને તેમાં આ છે એમ પ્રતીતિ થવી, એવું સમ્યગ્દર્શન જે મોક્ષનું કારણ, એમાં હજી પુણ્યના પરિણામ મારા અને મને લાભ ક૨શે, એવો જે મિથ્યાત્વ ભાવ, એ સમિતથી