________________
ગાથા-૧૬૧ થી ૧૬૩
૧૫૭
એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨. ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જિનદેવે કહ્યું,
એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. ૧૬૩. ગાથાર્થ :- (સમ્યવત્ત્વપ્રતિનિવદ્ધ) સમ્યક્ત્વને રોકનારું (મિથ્યાત્વ) મિથ્યાત્વ છે એમ (નાિનવરે:) જિનવરોએ (પરિથિતમ્) કહ્યું છે; (તસ્ય યેન) તેના ઉદયથી (નીવ:) જીવ (મિથ્યાવૃષ્ટિ:) મિથ્યાદૃષ્ટિ થાય છે (કૃતિ જ્ઞાતવ્ય:) એમ જાણવું. (જ્ઞાનસ્ય પ્રતિનિવá) જ્ઞાનને રોકનારું (અજ્ઞાન) અજ્ઞાન છે એમ (બિનવરે:) જિનવોએ (પરિથિતમ્) કહ્યું છે; (તત્ત્વ ૩વયેન) તેના ઉદયથી (નીવ:) જીવ (અજ્ઞાની) અજ્ઞાની (મતિ) થાય છે (જ્ઞાતવ્ય:) એમ જાણવું. (ચારિત્રપ્રતિનિવદ્ધઃ) ચારિત્રને રોકનાર (ષાય:) કષાય છે એમ (નિનવરૈ:) જિનવરોએ (પરિચિત:) કહ્યું છે; (તત્ત્વ પ્રત્યેન) તેના ઉદયથી (નીવ:) જીવ (અત્તારિત્ર:) અચારિત્રથી (મતિ) થાય છે (જ્ઞાતવ્ય:) એમ જાણવું.
ટીકા :– સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે; તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાદૃષ્ટિપણું થાય છે. જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકાનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેનો રોકનાર કષાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે. માટે, (કર્મ) પોતે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થ :- સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે; કર્મ તે મિથ્યાત્વાદિ ભાવો-સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે.
પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું – સમ્યક્ત્વાદિનું – ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે – મિથ્યાત્વાદિસ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે.
અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું.