________________
ગાથા ૧૬૦
૧૫૫
થતું નથી તેને વાત કરે છે એમ કહ્યું). આ રાગાદિ છે એને પોતાનો માનતા, રાગ બંધસ્વરૂપ છે, એણે અબંધસ્વરૂપની દૃષ્ટિ ન કરતાં બંધમાં છે, બંધસ્વરૂપ છે માટે નિષેધ છે. હવે ત્રીજામાં (કહે છે), એ ભાવો સમકિતદર્શન, જ્ઞાન, ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા....! એ ત્રણે મિથ્યાત્વ – પુણ્યમાં ધર્મ છે, દયા, દાન, વ્રત, ભક્તિમાં ધર્મ છે એવો મિથ્યાત્વભાવ, એ મિથ્યાત્વભાવ સમકિતભાવથી વિરુદ્ધ છે. એ ત્રીજા બોલમાં છે.
ક્રમબદ્ધ દ્વારા આત્માના અકર્તાપણાની સિદ્ધિ આ બહુ સરસ ગાથા છે. આ ગાથા મોક્ષ અધિકારની ચૂલિકા છે. અહીં આચાર્યદેવ આત્માનું અકર્તાપણું બતાવે છે. અકર્તાપણું એટલે કે જ્ઞાયકસ્વભાવની સિદ્ધિ ક્રમબદ્ધ દ્વારા કરી છે. એક પછી એક થાય અને જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય તેનું નામ ક્રમબદ્ધ છે. દરેક દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની તે જ થાય છે એટલે કે તેને અન્ય દ્રવ્ય તો કરતું નથી પણ તે પર્યાયને તે દ્રવ્ય પણ આઘીપાછી કરી શકેફેરફાર કરી શકે એમ નથી. ક્રમબદ્ધ તો મહાસિદ્ધાંત છે. ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવા જાય ત્યાં દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઊપર જાય છે અને ત્યારે જ કબમદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. ક્રમબદ્ધ પર્યાયના આશ્રયે ક્રમબદ્ધનો નિર્ણય નહિ થાય, અકર્તાસ્વભાવની દૃષ્ટિ કરવાથી ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. માટે, ક્રમબદ્ધના નિર્ણયમાં પુરુષાર્થનો નિષેધ થઈ જતો નથી પણ ક્રમબદ્ધના નિર્ણયમાં દ્રવ્યસ્વભાવનો અનંતો પુરુષાર્થ છે. અકર્તાપણું એ નાસ્તિનું કથન છે. કમબદ્ધ દ્વારા જ્ઞાયકસ્વભાવની અહીં સિદ્ધિ કરવામાં આવી
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ સપ્ટેમ્બર-૨૦૦૬