________________
ગાથા૧૬૦
૧૫૩
આવવું જોઈએ. બધા કા૨ણપ૨માત્મા અંદર વસ્તુ ભગવાનસ્વરૂપ છે અને કાર્ય તો આવતું નથી. આહા..હા...! એમ પ્રશ્ન કર્યો હતો. પણ ભાઈ ! કા૨ણપ૨માત્મા છે... બાપુ ! માર્ગ પ્રભુ ! (શું કહીએ) ? એ કા૨ણપ૨માત્મા પૂર્ણ... પૂર્ણ... પૂર્ણ પૂર્ણ... પૂર્ણ. પૂર્ણ... અનંત ગુણનો પિંડ પૂર્ણ છે. આ..હા...! એવી જેને સ્વસન્મુખ થઈને દૃષ્ટિ થઈ છે એને કા૨ણ૫૨માત્મા છે, એને કાર્યસમકિત થયા વિના રહે નહિ. સમજાણું કાંઈ ? અરે......! આવી વાતું હવે ! જિંદગી ચાલી જાય છે. આ..હા...! સત્યને ભગવાને કહ્યું ઈ સત્ય એક કો૨ પડ્યું રહે છે અને બહા૨માં ખોટા ઢસરડા કરી જિંદગી પૂરી કરે છે). આહા..હા...!
પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવનો પોકાર છે આ, પ્રભુ ! આહા..હા...! તું છો તો કા૨ણપ૨માત્મા. પરમાણુને કા૨ણપ૨માણુ કીધો છે ને ! ‘નિયમસાર’માં. આહા..હા...! પણ એ વસ્તુ તો છે એ ત્રિકાળ આનંદકંદ અબદ્ધ છે, મુક્તસ્વરૂપ છે. અહીં આવ્યું ને ? “કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા...’ છે. છે તો એવો એ ત્રિકાળ. વસ્તુને આવરણ નથી, વસ્તુમાં વિપરીતતા નથી, વસ્તુમાં ઉણપ નથી. આહા..હા...! પણ કર્મ પુણ્ય અને પાપના ભાવમાં રોકાયેલો, એનાથી લિપ્ત હોવાથી. આ..હા..હા...! એ શુભ અને અશુભ ભાવ જે મલિનભાવ છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો, જાત્રાનો હો પણ એ રાગ મિલન છે. રાગભાવ છે ઈ દુનિયાને ખબર નથી. દુનિયા જાણે (કે) આ ધર્મ છે (એમ માને છે). આ..હા...!
ધર્મ તો અંતર આનંદસ્વરૂપ ભગવાન ! એને રાગથી ભિન્ન પોતાનું પૂર્ણ સ્વરૂપ છે એમ જ્યારે જાણે અને માને ને અનુભવે ત્યારે એને ધર્મ થાય. આહા...હા...! એને ઠેકાણે આ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાના પરિણામમાં જ્ઞાન રોકાયેલું (રહે છે) તેથી તે પૂર્ણને જાણતું નથી. અલ્પને જાણવા રોકાતા પૂર્ણને જાણતું નથી એ જ એનો અપરાધ છે. આહા..હા...! હવે આવું પકડાય નહિ પછી વિરોધ કરે.
મુમુક્ષુ :- બરાબર સાંભળે, સમજે નહિ ને વિરોધ કર્યા કરે.
ઉત્તર ઃ- શું કરે ? ભાઈ ! ‘જામાં જિતની બુદ્ધિ હૈ, ઇતનો ક્રિયે બતાય, વાંકો બૂરો ન માનિયે ઔર કહાં સે લાય ?” ક્યાંથી લાવીએ ? ભાઈ !
આ..હા..હા...! મહાપ્રભુ અંદર બિરાજે છે. ત્રણે કાળે ચૈતન્યદ્રવ્ય તો નિરાવરણ પડ્યું છે. આહા..હા...! એને રાગમાં રોકાયને આવરણમાં એ ભાવઆવરણમાં નાખી દીધું. પર્યાયમાં, પર્યાયમાં. એ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા આદિનો ભાવ રાગ છે. તેમાં રોકાઈ ગયો એ મુક્તસ્વરૂપને એણે ઢાંકી દીધું. કેવળજ્ઞાન સ્વરૂપ પ્રભુ અંદર છે એનો એણે અનાદર કર્યો છે. આવી વાતું છે. દુનિયા પાગલ માને એવું છે. અરે.....! આખી વાત (ફે૨ફા૨ થઈ ગઈ). આહા..હા....!
મુમુક્ષુ :– પહેલા મંદ કરે પછી (શુદ્ઘમાં આવી જાય).
-