________________
ગાથા૧૬૦
૧૫૧
છે અને હજી અબજો વર્ષ રહેવાના છે. આવતી ચોવીશીના તેરમા તીર્થંકર અહીં થશે ત્યારે તે અરિહંતપદ છૂટીને સિદ્ધપદ થશે. અત્યારે ણમો અરિહંતાણંમાં છે. મહાવી૨’ આદિ પરમાત્મા ણમો સિદ્ધાણંમાં છે. અત્યારે ણમો અરિહંતાણમમાં નથી. અહીં હતા ત્યારે અરહંતાણમમાં હતા. અત્યારે પ્રભુ ણમો સિદ્ધાણંમાં છે. આહા..હા...!
અરિહંત ભગવાન બિરાજે છે એ અત્યારે સિદ્ધપદમાં નથી, અત્યારે એ અરિહંતપદમાં છે. ચાર કર્મ બાકી, ચાર કર્મ છેદ્યા. કેવળજ્ઞાન થયું પણ હજી ચાર અઘાતિકર્મ બાકી છે. આહા..હા...! એ ભગવાન પાસે ‘કુંદકુંદાચાર્યદેવ' ગયા. અરે......! (લોકોને) એય વિશ્વાસ ન આવે.
પેલામાં વિચાર આવ્યો છે. વિદ્યાનંદજી’ તરફથી ‘સમયસાર’ (બહાર) પડ્યું છે ને ? ‘સમયસાર’ ! આજે વળી કો'કે ત્યાં મૂક્યું હતું. એમાં એ (−કુંદકુંદાચાર્યદેવ’) મહાવિદેહમાં ગયા એ વિશ્વસનીય નથી એમ (લખ્યું છે). અર.........! આચાર્યોએ કહ્યું, “જયસેનાચાર્યદેવે’ કહ્યું. મહામુનિ ! ટીકામાં (કહ્યું છે). જયસેનાચાર્યદેવ’ની ટીકા છે. પંચાસ્તિકાય’માં, આમાં નહિ. પંચાસ્તિકાય’ની ટીકામાં છે કે, ‘કુંદકુંદાચાર્યદેવ’ સંવત ૪૯માં નગ્ન મુનિ, દિગંબર મુનિ ભગવાન પાસે ગયા હતા. દેવસેનાચાર્યદેવ' (કહે છે કે), ભગવાન પાસે ગયા હતા અને એ જો ત્યાંથી આવો માર્ગ ન લાવે તો અમે મુનિપણું કયાંથી સમજત ? આહા..હા....! અરે.....!
અહીં તો એમ કહે છે કે, પોતાનો સ્વભાવ તો સર્વને જાણવું-દેખવું છે એમ છતાં પોતાનો અપરાધ એટલે અલ્પ જ્ઞાનને રાગમાં રોકી, એણે ત્યાં મિથ્યાત્વનો અપરાધ કર્યો. આહા..હા...! એ મિથ્યાત્વના અપરાધ વડે કરીને સર્વને જાણનારું-દેખનારું (સ્વરૂપ) તે ઢંકાઈ ગયું છે. આ બંધસ્વરૂપની વ્યાખ્યા ચાલે છે ને ! ઢંકાઈ ગયું છે ઈ પહેલી ત્રણ ગાથામાં આવ્યું હતું. આ તો (કહે છે) બંધસ્વરૂપ જ છે, પુણ્ય-પાપ એ બંધસ્વરૂપ છે. તેથી અબંધસ્વરૂપ એવો ભગવાન સર્વને જાણના૨-દેખનારને ન જાણતા... આહા..હા...! પોતાના અપરાધથી ફક્ત એ દયા, દાન, વ્રત, ભક્તિ અને કામ, ક્રોધના શુભાશુભભાવને જાણીને એને થઈ ગયું કે, જાણે ઓ..હો..હો...! આપણે જાણે ઘણું જાણ્યું ! એવો જે મિથ્યાત્વ ભાવ, એ બંધભાવ છે. એ અબંધભાવથી વિરુદ્ધ ભાવ છે. બંધભાવ તરીકે, હોં ! મોક્ષના માર્ગના પરિણામથી વિરુદ્ધ ભાવ (છે એમ) હવેની ત્રણ ગાથામાં આવશે. આ તો અબંધથી વિરુદ્ધ ભાવ બંધ છે, એટલી વાત છે. સમજાણું કાંઈ ?
પહેલી ત્રણ ગાથામાં એમ આવ્યું હતું કે, ભગવાનઆત્માનો જે મોક્ષમાર્ગ – આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, એને મિથ્યાત્વાદિએ ઢાંકી દીધું છે. એમ આવ્યું હતું. અને આમાં એમ આવ્યું કે, ભગવાનઆત્મા અબદ્ધ સ્વરૂપ સર્વજ્ઞ સર્વદર્શી છે છતાં રાગાદિના બંધસ્વરૂપમાં રોકાઈ ગયેલો છે. માટે એ બંધસ્વરૂપ છે, માટે એ નિષેધ કરવામાં આવે છે. ચાહે તો