________________
ગાથા૧૬૦
૧૪૯
જ્ઞાનનો વિષય એટલો છે અને જ્ઞાન એવડું છે... આહા..હા...! (એમ માન્યું) એ એનો અપરાધ છે. સમજાય છે કાંઈ ? આહા..હા...!
બાપુ ! માર્ગ બહુ ઝીણો છે, ભાઈ ! આહા..હા...! જિનેશ્વરદેવનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. અત્યારે તો બહારની સ્થૂળ વાતુંમાં બધા રોકાઈ ગયા. આ વ્રત કર્યા ને તપ કર્યાં ને અપવાસ કર્યાં ને ભક્તિયું કરી ને પૂજા કરી ને જાત્રા કરી. આ..હા...! એ તો બધી રાગની ક્રિયા (છે). (એટલું જ) જ્ઞેય (છે) એમ જાણીને ત્યાં એટલામાં જ્ઞાન રોકાઈ ગયું. આહા..હા...! એ એનો પોતાનો અપરાધ છે, કર્મને લઈને નહિ. કર્મે એને ત્યાં રાગમાં રોકચો છે એમ નહિ. એકલા પુણ્ય-પાપના ભાવમાં જ્ઞાન રોકાણું છે એ કર્મને લઈને છે, જ્ઞાનાવરણીય કર્મને લઈને તે જ્ઞાન ત્યાં રોકાઈ ગયું એમ નહિ.
સર્વને જાણના૨-દેખનાર પ્રભુ ! પાઠ એવો લીધો છે ને ! જુઓ ને ! ‘સવ્વબાળરસી’ આ..હા...! એ તો સર્વને જાણવું-દેખવું એ એનું સ્વરૂપ છે. એ સ્વભાવ ઉપ૨ નજ૨ ન રાખતાં અનાદિથી તે પ્રભુ સર્વને જાણનાર-દેખનાર, સર્વને જાણના૨-દેખનાર એવો સ્વભાવ, એની ઉપર નજરું ન કરતાં, વર્તમાન પૂરતા પુણ્ય અને પાપના ભાવ (થાય છે) તેમાં મારું આ કર્તવ્ય છે અને એ હું છું, એ મારું આચરણ છે, એમ ત્યાં રોકાણો એ જ એનો અપરાધ છે. સમજાય છે ? ઝીણી વાત છે થોડી, પણ આ તો ઝીણા રહસ્ય છે. સમયસાર’ એટલે ભગવાનની વાણી બહુ ઊંડી ! એ કોઈ કથા-વાર્તા નથી. આહા..હા...!
મુમુક્ષુ :- અખંડ પ્રતિભાસ જોઈએ ને !
ઉત્તર :- અખંડ પ્રતિભાસ જોઈએ તે નથી માટે ખંડમાં રોકાણો એ એનો અપરાધ છે. છે અબદ્ધસૃષ્ટ. એ તો આવી ગયું છે ને પહેલું ! મુક્તસ્વરૂપ છે. આહા...હા...! અબદ્ધસૃષ્ટ છે. આ..હા...! એવો હોવા છતાં એને.. એને.. એને જાણતો નથી. એને જાણે તો તો એ સર્વજ્ઞ, સર્વદર્શી સ્વભાવ છે. એથી એ રાગમાં રોકાઈને એને જાણવા રોકાય એટલું (સ્વરૂપ) નથી. આહા..હા...!
પોતાનો ભગવાનઆત્માનો સ્વભાવ, બધા આત્મા ભગવાનસ્વરૂપ (છે). એનો સ્વભાવ જ બધું પૂર્ણ પોતાને જાણવું અને પૂર્ણ પોતાને જાણે એથી ૫૨ જાણવામાં એમાં આવી જાય છે. સમજાય છે કાંઈ ?
પોતાના અપરાધથી આચ્છાદિત છે, ઢંકાઈ ગયેલો છે. આ..હા...! અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને...' જોયું ? અને તેથી તે પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી;...' આમ લીધું. ભગવાનઆત્મા સંપૂર્ણ એનું સ્વરૂપ તો જાણવું-દેખવું છે. એ જાણવું-દેખવું એનું સ્વરૂપ છે એને એ જાણતો નથી. અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા આદિના ભાવ – રાગ, એને જાણવામાં રોકાય ગયો. એને જાણવાનો સ્વભાવ તો પોતામાં પોતાનું પૂર્ણ સ્વરૂપ છે તેને જાણવાનો સ્વભાવ છે. અને એ પૂર્ણને જાણતા બીજા બધા જાણવામાં આવી જાય છે.