________________
૧૪૮
સમયસાર સિદ્ધિ-૬. (આકરું).
અહીંયાં (કહે છે કે, અનાદિ કાળથી પોતે પોતાનો અપરાધી હોવાથી. કર્મને લઈને નહિ. સર્વને જાણનાર-દેખનાર એનો સ્વભાવ હોવા છતાં પોતાના અપરાધથી પોતે જ અલ્પજ્ઞપણાં રાગાદિમાં રહી અને આ જ મારું સ્વરૂપ છે એમ માને છે. એ પોતાનો અપરાધ છે. આહાહા.! પાઠમાં “કમરજ' (શબ્દ હતો). “કર્મરજ-આચ્છાદને (એમ છે. એનો અર્થ આચાર્યો કર્યો કે, પોતાનો અપરાધ છે. કર્મરજ કહેતાં પોતાનું સ્વરૂપ જે ચિદાનંદ, જ્ઞાનાનંદ (છે) એને ન જાણતાં એ રાગને અને પુણ્યને જાણવામાં રોકાય ગયો એ એનો અપરાધ છે. આહાહા..! એ પુણ્ય પરિણામના કરવાપણામાં રોકાણો અને પુણ્ય પરિણામમાં જાણવામાં રોકાણો એ એનો અપરાધ છે. એમ કહે છે. આ..હા....! આવી વાતું હવે !
તેથી અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે...” ખરેખર એ પુણ્ય અને પાપના ભાવ એ મારા (છે એમ માને છેએને લઈને એ ઢંકાઈ ગયો છે. સ્વરૂપ એનું ઢંકાઈ ગયું છે. એ સ્વરૂપમાં નથી અને એની જાત નથી. છતાં એ પુણ્ય અને પાપના ભાવ પોતાના માની અને સ્વરૂપનું અજ્ઞાન કરી અને પોતાના અપરાધથી જ પોતે ઢંકાઈ ગયો છે. આહા..હા....!
અપરાધી હોવાથી કર્મ” એટલે પુણ્ય-પાપના ભાવ. એ વડે ઢંકાઈ ગયો છે. એટલે ? એને પોતાનું સ્વરૂપ શુદ્ધ છે તે જોવું જોઈએ, તે જાણવું જોઈએ, તે દેખવું જોઈએ એમ ન કરતાં એ પુણ્યના પરિણામ, પાપના ભાવને એટલામાં જાણવામાં રોકાણો એ એનો અપરાધ છે. સર્વને જાણનાર-દેખનાર એ રાગને જાણવા રોકાણો એ એનો અપરાધ છે. આહા...હા...! આવો માર્ગ !
વીતરાગદેવ જિનેશ્વરદેવ સર્વજ્ઞની વાણી આ છે. સંતો એ પ્રભુની વાણી તરીકે બતાવે છે. આહા...! પ્રભુ ! તું સર્વને જાણનાર-દેખનાર છો ને ! એ સર્વને જાણનાર-દેખનાર ઉપર તારી દૃષ્ટિ નથી એથી પુણ્ય અને પાપના પરિણામ જે બંધસ્વરૂપ છે તેને જાણવામાં રોકાઈ ગયો). અબંધ સ્વરૂપ તો સર્વને જાણનાર-દેખનાર (છે) એ અબદ્ધ સ્વરૂપ છે. પણ તેના ઉપર તારી દૃષ્ટિ નહિ હોવાથી પુણ્ય અને પાપના શુભ-અશુભ ભાવ તેને જ, એટલાને જ જોય કરીને જ્ઞાનમાં ત્યાં રોકાઈ ગયો. આહા..હા..! એટલા જ શેયનું જ્ઞાન કરીને રોકાણો. નહિતર સર્વને જાણે. પોતાનું સ્વરૂપ સંપૂર્ણ જાણે તો સર્વ શેયને જાણે. સમજાણું કાંઈ ? આ.હા..! ઝીણી વાત છે, ભાઈ !
આત્મા પોતે ચૈતન્ય સ્વભાવ સર્વને જાણવા-દેખવાનો જ એનો સ્વભાવ છે. પણ એ ક્યારે ? કે, પોતે પોતાને જોવે અને જાણે ત્યારે તે સ્વભાવ જાણવા-દેખવાનો છે એમ એના અનુભવમાં આવે. પણ તેના ઉપર તો અનાદિથી નજર નથી. એની નજરું વર્તમાન દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા કરું છું, એવો જે વિકારીભાવ (છે), એટલાને શેય બનાવી અને