________________
૧૫૨
સમયસાર સિદ્ધિ-૬
દયા, દાન, વ્રત, ભક્તિના, જાત્રાના પરિણામ હોય પણ છે એ બંધસ્વરૂપ – રાગ. આહા..હા...! આકરું પડે ભાઈ ! માણસને બિચારાને, શું કરે ? કોઈ દિ' જિંદગીમાં સાંભળ્યું નથી અને એ ઉપદેશ થતો નથી. ઉપદેશ તો આ કરો, આ કરો, આ કરો. પાલીતાણાની જાત્રા કરો, ગિરનારની કરો, ‘સમેદશીખરની કરો, જાઓ ! પણ આ ત્રણલોકનો નાથ છે એની તો જાત્રા એકવાર કર ! એવી પરની જાત્રાઓ તો અનંતવાર કરી. આહાહા..!
ભગવાનઆત્મા ! પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી;.” આ.હા..હા...! એમ કહ્યું, જોયું? “એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. પોતાનું જાણવું-દેખવું સંપૂર્ણ સ્વરૂપ છે તેને જાણતો નથી. તેથી તે રાગને એકલાને જાણવામાં રોકાઈને અજ્ઞાનમાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા...” જોયું ? આ..હા..! અહીં ઈ રાગાદિ બંધસ્વરૂપ છે એમ કહ્યું ને) ! અહીં મુક્તસ્વરૂપ છે, આ.હા..! અહીંયાં જ્ઞાનની પર્યાય ફક્ત રાગમાં રોકાણી છે, ત્યારે એનું સ્વરૂપ કેવળજ્ઞાન, આખું કેવળજ્ઞાન છે. આહાહા..! “શ્રીમદ્દે કહ્યું છે કે, સમકિત થતાં શ્રદ્ધામાં કેવળજ્ઞાન પ્રગટે છે. આમ વસ્તુ હતી પણ એને શ્રદ્ધામાં ન આવી ત્યાં સુધી શું ? આ..હા...હા...! સમજાણું ?
એક આ સવાલ આવ્યો હતો. અમૂર્તનું આવ્યું ને? અમૂર્તનું ! કર્મના છેદવાથી પછી અમૂર્તપણું પ્રગટે છે. એનો અર્થ છે કે, અમૂર્તપણે તો છે, પણ એની દૃષ્ટિમાં ન આવે ત્યાં સુધી એ અમૂર્તપણે એને નથી. વ્યાખ્યા એવી આવે છે ને ! અમૂર્તની વ્યાખ્યા છે આમાં, જુઓ ! કેટલામો બોલ છે એ ? અમૂર્ત. એકવીસમાં આવ્યું છે, વીસ.. વીસ ! વીસ છે. ‘કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, સહજ, સ્પર્ધાદિ શૂન્ય –સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી રહિત) એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તશક્તિ. એટલે લીધું કે, અમૂર્તશક્તિ તો છે પણ એની પ્રતીતિમાં આવી જાય ત્યારે એને માટે) અમૂર્તશક્તિ છે). રાગથી ભિન્ન પડી, બંધથી ભિન્ન પડી અને અબંધ જ્યારે શક્તિ તો અમૂર્ત છે, ત્યારે તેને અમૂર્તશક્તિની પર્યાયમાં પ્રગટતા થઈ, એને આ અમૂર્ત છે એમ જાણવામાં આવ્યું. અજ્ઞાનીને તો રાગ ને પુણ્ય ને મૂર્ત છું એમ અનાદિથી માને છે. આહાહા..! સમજાણું કાંઈ ? આહા..હા...! ઘણું ગંભીર છે.
અહીં તો કર્મના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, એમ કહ્યું ને ? “સહજ, સ્પર્શાદિ શુન્ય.. એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તશક્તિ. આહાહા... એટલે કે જેને અંદરમાં રાગની એકતા તૂટીને સ્વરૂપનું જ્ઞાન થયું છે તેને અમૂર્તશક્તિ છે (એવી) એને પ્રતીતિ થઈ. આહાહા...! ભગવાન તો ત્રિકાળ અમૂર્ત જ છે. ભગવાન તો ત્રિકાળ કારણપરમાત્મા છે. પણ કારણપરમાત્માની દૃષ્ટિ થયા વિના, આ છે, એને રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા કરે ત્યારે તેને કારણપરમાત્મા છે એમ પ્રતીતમાં – દૃષ્ટિમાં આવ્યું. આ.હા..!
ઈ તો ત્રિભોવન વારિયાએ પ્રશ્ન કર્યો હતો ને ! કે, કારણપરમાત્મા છે તો તો કાર્ય