________________
૧૫૦
સમયસાર સિદ્ધિ-૬
પણ એમ ન જાણતાં... આહા..હા...! એ શુભ અને અશુભ ભાવ, પુણ્ય અને પાપના ભાવ, એમાં રોકાઈને, તેટલાને શેય બનાવીને, તેટલું જ જ્ઞાન મારું, એને જાણનારું જ્ઞાન તેટલો હું.... આહાહા..! અને એ રાગ છે એ મારું સ્વરૂપ છે, એ રાગ મારું કર્તવ્ય છે એમ પોતાના અપરાધથી ત્યાં રોકાય ગયેલો છે. આહાહા...! આકરી વાત છે, બાપુ ! વીતરાગમાર્ગ (બહુ ઝીણો).
શું કહ્યું ? જુઓ ! ‘તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી.” એમ કીધું ને ? આહા...હા...! એ રાગ – પુણ્ય, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ, એ પુણ્ય છે, રાગ છે. એને જાણવામાં રોકાણું અને એ મારા છે એમ માનીને ત્યાં રોકાણો. આહાહા....! તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી. આહા..હા...! હવે વાત આવી પકડવી ક્યારે ? વાડાબંધી બાંધીને એમાં) પડી, જિંદગી ચાલી જાય છે. આ..હા...! ભગવાન ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવ એમ કહે કે, પ્રભુ ! તું તો સર્વને તારા પૂર્ણ સ્વરૂપને જાણનારો છો ને ! એ સંપૂર્ણને જાણનારો છો એટલે સર્વ વિશ્વને જાણનારો છે, એમ. આહાહા..! વિશ્વમાં પોતે અને પર બેય આવી ગયા ને ! આહાહા...!
એ ભગવાનઆત્મા અંદર ચૈતન્ય સર્વજ્ઞસ્વરૂપી છે. સર્વદર્શી, સર્વજ્ઞ કહ્યું ને? પાઠમાં એમ આવ્યું ને ? “સબૂ ગાળવરિલી' એ સર્વજ્ઞ અને સર્વદર્શી તેનો સ્વભાવ છે. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્મા અરિહંત થયા એ ક્યાંથી થયા ? એ દિશા) કંઈ બહારથી આવે છે ? આહાહા.! એ સર્વજ્ઞ, સર્વદર્શી એની શક્તિ, એનું સત્ત્વ, એનો સ્વભાવ છે. આહાહા...! એને સંપૂર્ણપણે, જે પોતાનું સ્વરૂપ છે તેને જાણવું જોઈએ... આહાહા...! એ પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતો નથી. એને જાણવું જોઈએ, એને જાણતો નથી. આહા...હા.! સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, પ્રભુ !
વીતરાગ પરમેશ્વર ! એનો હુકમ, એની આજ્ઞા કોઈ જુદી જાતની છે. અત્યારે તો બધી ગડબડ ગડબડ (ચાલે છે). આખો રસ્તો ઊંધી લાઈને ચડી ગયો છે. આહા!
કહ્યું? એ સર્વને દેખનારું, જાણનારુંનો અર્થ – પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણવુંદેખવું એ એનું સ્વરૂપ છે. આહાહા..! એને ન જોતાં, એ પુણ્ય ને પાપના, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ થાય, ત્યાં જ્ઞાનની પર્યાયને રોકી, વસ્તુ તો વસ્તુ છે, (પણ) પર્યાયને ત્યાં રોકી. આહાહા...!
મુમુક્ષુ – પોતાના ભગવાનને જોવાની વિધિ આપે બતાવી.
ઉત્તર :- આ છે. ભગવાન ત્રણલોકનો નાથ પોકાર કરે છે ! આ.હા..હા..! સીમંધરસ્વામી ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. એની આ વાણી છે. આહા..હા....! પ્રભુ બિરાજે છે. પાંચસો ધનુષનો દેહ છે, કોડ પૂર્વનું આયુષ્ય છે. વીસમા “મુનિસુવ્રત ભગવાનના વાડામાંથી પોતે કેવળજ્ઞાન પામ્યા છે. તે કાળે ત્યાં કેવળજ્ઞાન પામ્યા છે. અબજો વર્ષથી