________________
સમયસાર સિદ્ધિ-૬
ઉત્તર :– મંદ કરે ઈ અજ્ઞાન છે. મંદ છે તે કરવુંય નથી. મંદ છે એ રાગ છે, ઝેર છે. એને કરે પછી (ધર્મ થાય એ તો) લસણ ખાય પછી કસ્તૂરીનો ડકાર આવે તો આ શુભભાવ કરે તો એને ધર્મ થાય (એના જેવી વાત છે). બાપુ ! મારગડા જુદા પ્રભુ ! શું કરીએ ? આહા..હા...! પ્રભુના ભરતમાં વિરહ પડ્યા, ભગવાન બિરાજે ત્યાં પણ વાણીનો વિરહ નહિ. વાણી તો ભગવાનની જે છે એ વાણી છે. આહા..હા...!
અહીં તો સંપૂર્ણ જાણનારો એ પોતાના સંપૂર્ણ (સ્વરૂપને) ન જાણતા અપૂર્ણ અથવા વિપરીત પર્યાયને જાણવામાં રોકાણો એ એનો અપરાધ છે. આહા..હા...! એ એનો મિથ્યાત્વનો અપરાધ છે. આહા..હા...! બહુ આકરી વાત, બાપા ! આહા..હા...!
એ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા...’ પોતાના વિકારી પરિણામ ‘વડે લિપ્ત હોવાથી...’ આહા..હા...! લિપ્ત હોવાથી (એટલે) મિથ્યાત્વ ભાવથી ઢંકાયેલો હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે...’ સ્વરૂપના અજ્ઞાનરૂપ અને રાગના બદ્ધરૂપમાં વર્તે છે. આહા..હા...! માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે.’ પુણ્ય અને પાપના ભાવ પ્રભુ ! એ બંધસ્વરૂપ છે. પ્રભુ ! તું તો અબદ્ધસ્વરૂપ આખો ભિન્ન છો. આ..હા...! અરે...! કેમ બેસે ? અત્યારે હું અબદ્ધસ્વરૂપ છું. ભગવાન ! તારું સ્વરૂપ તો અબદ્ધસ્વરૂપ જ છે. અબદ્ધ ન હોય તો પર્યાયમાં અબદ્ધપણું મુક્તપણું કયાંથી આવશે ? ભાઈ ! કાંઈ બહારથી આવતું નથી. આહા..હા..હા...!
મુમુક્ષુ :– એકાએક કેવી રીતે થઈ જશે ?
ઉત્તર :– એકાએક અહીં તો તૂટી પડે એવું છે. એક સમયનો ફેર છે. એક સમયમાં રાગને જોનાર એકતા રોકી છે, એ ગુંલાટ ખાઈને આત્માને જોવે તો એક સમયનો ફેર છે. મુમુક્ષુ :સ્વપરપ્રકાશકપણું તો છે, સ્વપપ્રકાશક તો હતો ને.
ઉત્તર :- હા, ઈ છે. એ પોતે પોતાને જ જાણ્યો નથી. એમ કીધું ને ? એ પ૨ને, રાગને, દયાને જાણવા રોકાય ગયો. એ સ્વને જાણવામાં જાય એને એક સમયની વાત છે. આહા..હા..! શું થાય ? મારગ તો આ છે, પ્રભુ ! દુનિયા પછી સાધુને નામે, પંડિતોના નામે ગમે ઈ ગડબડી ચલાવે એ મારગ વીતરાગનો નથી, બાપા ! આહા..હા...!
૧૫૪
તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.’ કર્મ એટલે પુણ્ય-પાપ. પુણ્ય-પાપ બંધસ્વરૂપ છે, શુભ-અશુભ ભાવ બંધસ્વરૂપ છે. પહેલામાં એમ કહ્યું હતું કે, પુણ્ય-પાપના ભાવ મારા એમ માનીને સમ્યગ્દર્શનને ઉત્પન્ન થવા દેતું નથી, ઢાંકી દીધું, ઘાત કર્યો, ઘાત કર્યો. આમાં કહ્યું કે, એ બંધસ્વરૂપ છે. આહા..હા...!
હવે ત્રીજો બોલ. બે બોલ ગયા. આ બે બોલ. ક્યા ? કે, એક તો ભગવાનઆત્મા આત્માનું સમકિત, આત્માનું જ્ઞાન અને આત્માનું ચારિત્ર, તેનો મિથ્યાત્વભાવથી ઘાત થાય છે, એનો એમાં ઘાત થાય છે. પુણ્ય પરિણામ મારા એવા મિથ્યાત્વથી સમકિત ઉત્પન્ન