________________
ગાથા ૧૬૦
૧૪૭. નહિ જાણતું થયું. આહા...હા....! “સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થકું.” એ તો સર્વને જાણનાર-દેખનારું છે તેને નહિ જાણતો થકો. આ.હા...! એ પોતાના અપરાધને લઈને છે, કર્મને લઈને છે એમ નથી.
બંધ અવસ્થામાં પોતાના અપરાધથી પ્રવર્તતા મેલની દશામાં. આહાહા..! “સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને...” પોતે આત્મા સર્વ પ્રકારે અને સંપૂર્ણ એવો પોતાને. “સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારો એવા પોતાને નહિ જાણતું થયું.” આહાહા...! “આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (-અજ્ઞાનદશામાં) વર્તે છે. પોતે પોતાને કારણે વર્તે છે). તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે.” એ ભાવકર્મ – પુણ્ય-પાપાદિ એ બધું બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.' લ્યો, વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૩૮ ગાથા–૧૬૦ થી ૧૬૩
સોમવાર, જેઠ સુદ ૩, તા. ૨૮-૦૫-૧૯૭૯
‘સમયસાર’ ૧૬૦ ગાથાનો ભાવાર્થ. શું કહે છે ? “અહીં પણ “જ્ઞાન” શબ્દથી આત્મા સમજવો.” જ્ઞાનનું કહ્યું ને ? જ્ઞાનનું સમકિત, જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું ચારિત્ર. “અહીં પણ “જ્ઞાન” એટલે “આત્મા.” ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તે આત્મા. “જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વ દેખનારું...” પાઠમાં છે ને ઈ ? “સબૂUITM’ એનો સ્વભાવ તો સંપૂર્ણ પોતાને જાણે ત્યારે એ વિશ્વને જાણે એવો એનો સ્વભાવ છે. પોતે જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ છે. એ સર્વને પોતાના સ્વરૂપને સર્વને જાણવું, એ જાણે ત્યારે સર્વને પરને પણ જાણવું એમાં આવી જાય છે. આ..હા...!
એ “આત્મદ્રવ્ય...” વસ્તુ “સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે.” એટલે અહીં સર્વને દેખનાર-જાણનાર (છે) એમ કહીને એનો સ્વભાવ સર્વને જાણવું-દેખવું એ સ્વરૂપ છે એમ કહેવું છે). આ દેહમાં પ્રભુઆત્મા બિરાજે છે) એનો સ્વભાવ તો સંપૂર્ણ સર્વને બધાને દેખવું-જાણવું એવો એનો સ્વભાવ છે. જ્ઞાતા-દષ્ટા પૂર્ણપણે થાય એ તો એનો સ્વભાવ છે. આહા..હા...! કોઈનું કરે એ વાત અહીં છે નહિ.
અહીંયાં તો કહે છે કે, અનાદિ કાળથી પોતે અપરાધી હોવાથી...” એ શુભભાવ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવ એ મારા છે એવી માન્યતા (જે કરે છે, તે અપરાધી છે. આહા..હા..! એ મિથ્યાષ્ટિ સ્વરૂપનો અપરાધી છે. આ..હા..! સ્વરૂપમાં એ પુણ્ય-પાપના ભાવ એમાં નથી અને એના નથી. એમાં નથી, એના નથી. એ તો પર્યાયમાં પુગલના નિમિત્તના લક્ષે ઉત્પન્ન થતા હોવાથી તેને પુગલસ્વભાવી લીધા છે. આહા..હા...! બહુ કામ