________________
ગાથા ૧૬૦
૧૪૫ લોઢામાં ગરી.. આ લોહના પાટા થાય છે ને ? આ પેડાના પાટા, ગાડાના. ઊની થાય એમ ઘણ પડે.
એમ ભગવાનઆત્મા એકલો જ્ઞાતાદૃષ્ટા રહે એને દુઃખ નહિ હોય, પણ એ રાગ ને પુણ્ય ને પાપમાં ઘૂસી જાય છે, એ મારા છે (એમ જે માને છે. એને દુઃખના ઘણ પડે છે, બાપા! આહા..હા...! “અષ્ટપાહુડમાં ત્યાં સુધી લીધું છે પૈસાવાળાને માટે કે, તું વર્તમાન દુઃખી છો, હોં ! એમ લીધું છે. વર્તમાન તું દુઃખી છો, દુઃખી. ભૂતકાળમાં થઈ ગયો એ નહિ, પણ તું વર્તમાન દુઃખી છો. આત્માનું જ્ઞાન નથી, આત્મા કોણ છે એનું ભાન નથી. વર્તમાન તું દુઃખી છો. આહા..હા...! એ દુઃખના પરિણામ મિથ્યાત્વ, અજ્ઞાન, રાગ-દ્વેષ, એ પરિણામ તેં કર્યા છે. તારા અપરાધને લઈને તારામાં થયા છે. કર્મને લઈને થયા છે એમ નથી. આહાહા...! આવી વાતું હવે. એને ન બેસે ને (એટલે) બિચારા વિરોધ કરે (કે), આ તો બિલકુલ કર્મથી કંઈ થાય નહિ (એમ જ કહે છે). જૈનદર્શન તો કહે, કર્મકર્તા ને કર્મનો ભોક્તા. ‘ઉત્તરાધ્યયન’ના વીસમા અધ્યયનમાં આવે છે. “અપાકર્તા વિવર્તાય”
અનાથી મુનિના અધિકારતમાં આવે છે). બાપુ ! ઈ કર્તા કોણ ? કીધું. પોતાના અશુદ્ધ પરિણામનો કર્યા. એથી કર્મ નિમિત્ત (દેખીને) કીધું કે, એ કર્તા (છે). એ તો આરોપ દઈને કર્તા કીધો છે. આ..હા.! જડને અડતો નથી, પ્રભુ ! અને ચૈતન્ય પોતે જડને અડતો નથી. હવે અડ્યા વિના એકબીજાના ભાવ બીજો કરે, પ્રભુ ! આ શું છે ? આ.હા...હા...! આવી વાત છે.
“વિશ્વને...” પોતે જ જ્ઞાન ને જ્ઞાનસ્વરૂપ ને દર્શનસ્વરૂપ (છે). જ્ઞાનની પ્રધાનતાથી કહ્યું ને ! પણ જ્ઞાનસ્વરૂપ, દર્શનસ્વરૂપ જ્ઞાતા-દૃષ્ટા. ત્યાં જ્ઞાતા-દ્રષ્ટા લીધા છે ને ? ૬૯-૭૦ (ગાથામાં). ૬૯-૭૦ (ગાથામાં) જ્ઞાતા-દ્રષ્ટા (લીધો છે). જ્ઞાતા-દૃષ્ટાની અવસ્થા ઉદાસીન થવી જોઈએ તેનો ત્યાગ કરીને એ રાગનો કર્તા થાય છે. આહાહા...!
અહીંયાં કહે છે કે, જ્ઞાન – આત્મા જે વિશ્વને જાણવાના સ્વભાવવાળું (છે). “જાણવાના સ્વભાવવાળું છે.” જ્ઞાન એટલે આત્મા. “એવું જ્ઞાન અર્થાતુ આત્મદ્રવ્ય અનાદિ કાળથી.” નિગોદમાં પણ પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્યો છે. આહા..હા...! નિગોદમાં કર્મનું જોર છે અને અહીં મનુષ્ય થયો ત્યારે કર્મનું જોર કાંઈ ઓછું છે માટે અહીં (જ્ઞાનનો) ઉઘાડ થયો છે એમ નથી. આહાહા...!
અનાદિ કાળથી...” જ્યારે નિગોદમાં હતો ત્યારે. અનંત કાળે તો ત્રસ થયો છે, પ્રભુ ! એમાંથી ઇયળ ને કીડોય અનંત કાળે થયો. એમાંથી અનંત કાળે મનુષ્યપણું મળ્યું છે. આ.હા! એમાં જૈનકુળ મળ્યું ને જેનની વાણી મળી ત્યાં સુધી પ્રભુ ! તું આવ્યો છો ને ! સબ અવસર આ ગયા હૈ. આહા..! આહા..હા..!
વિવાહમાં ગાય છે. પાછો નહિ ફરે રે, નાણાનો બળનો વળિયો’ એમ કાંઈક ગાય