________________
૧૪૪
સમયસાર સિદ્ધિ-૬
છે.’ ભગવાનઆત્મા એકલો જ્ઞાન ને દર્શન સ્વભાવ, એનો એ ત્રિકાળી સ્વભાવ છે. એથી તે ૫૨૫દાર્થને જાણવા-દેખવાના સ્વભાવવાળો છે. આ..હા...! એ સામાન્ય એટલે દર્શનથી અને વિશેષ એટલે શાન. જાણવા-દેખવાના સ્વભાવવાળું છે.
‘એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય,...' એમ. મૂળ તો દ્રવ્ય લેવું છે ને આ ! એવું જે આત્મદ્રવ્ય, અનાદિ કાળથી...' દેખો ! પેલો ‘કર્મરજ” શબ્દ હતો ને ! કર્મજ આચ્છાદને’ કર્મની રજથી ઢંકાયેલ છે. એનો ‘અમૃતચંદ્રાચાર્યદેવે’ અર્થ કર્યો. એ પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા...’ ‘જીવણધર’ શેઠ હતા તે દિ' આ અર્થ કર્યો હતો. એ લોકોને કર્મ કાઢવું (હતું). સૌને કર્મ, કર્મ, કર્મ નડે ને કર્મને લઈને વિકાર થાય). જૈનમાં કર્મ ગરી ગયું. બીજામાં ઈશ્વર કર્તા ગરી ગયો. (ત્યાં) ઈશ્વર કર્તા (અને) આને જડકર્મનો કર્તા. પેલાને ચૈતન્યકર્તા. આહા..હા...! જ્યાં હોય ત્યાં કર્મ કર્તા, કર્મ કર્તા... રાગ થાય તો કર્મને લઈને થાય, દ્વેષ થાય (એ) કર્મને લઈને, વિષયવાસના કર્મને લઈને થાય... એલા જડને લઈને તારામાં વિકાર થાય, આ તું શું કહે છે ? પેલો ઈશ્વર કર્તા કહે, તું તારા ભાવનો તારા જડ કર્મને કર્તા કહે. આહા..હા...! મૂઢ છે. આહા..હા...! ઢંઢેરો નવો પીટ્યો આપે !
મુમુક્ષુ :
ઉત્તર ઃ- આ છે. એટલું શાંતિથી કહ્યું. કેટલા વર્ષ થયા ? ચોસઠ ! ચોસઠ વર્ષ થયા. (સંવત) ૧૯૭૧થી ‘લાઠીમાં ઢંઢેરો પીટ્યો હતો. બપોરે એક કલાક વાંચવું પડતું. (ત્યારે કહ્યું હતું), કર્મને લઈને વિકા૨ થાય એ વાત છે નહિ. ‘ભગવતી’ વાંચતો હતો, ‘ભગવતી’ ! એનું ત્રીજું અધ્યયન આવ્યું હતું. એમાં સંશયનો અધિકાર આવ્યો હતો. એમાંથી કાઢ્યું હતું. તે દિ’ તો આ ‘સમયસારે’ હાથ(માં) ક્યાં હતું ? ‘સમયસાર’ તો (સંવત) ૧૯૭૮માં મળ્યું. એને કહીને બપોરના વ્યાખ્યાનમાં મૂકયું હતું. કર્મને લઈને, જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાન ઢંકાય, દર્શનમોહનીયને લઈને મિથ્યાત્વ થાય એ વાત શાસ્ત્રમાં નથી, કીધું. એ કર્મ જડ છે, પ્રભુ ! તું તારી ભૂલ કરે છો એ તને નુકસાનકર્તા છે. આહા..હા..!
અહીં પાઠમાં ‘કર્મરજ’ શબ્દ છે. ‘અમૃતચંદ્રાચાર્યદેવે’ અર્થ કર્યો – પોતાના પુરુષાર્થના અપરાધથી' જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાન ઢંકાય એમ નહિ. આહા..હા...! તારા પુરુષાર્થની ઊલટાઈ છે, પ્રભુ ! તને ખબર નથી. તું ભગવાનને ભૂલ્યો, ભૂલને લઈને રખડે (છો) અને એ ભૂલ તારી એ (છે)... ‘શ્રીમદ્’માં આવે છે કે, ૫૨ને પોતાનું માનવું, પોતે પોતાને ભુલી જવું. આહા..હા...!
જોયું ? પાઠમાં શું હતું ? “મ્મરણ” છે ને ? બીજું પદ ‘મ્મરણા’ કર્મરૂપી ૨૪. અર્થ કર્યો કે, પોતાનો અપરાધ. એ કર્મ એટલે ભાવ વિકારી પરિણામ એ કર્મરજ. આહા..હા...! જડ બિચારા શું કરે ? કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ” એકલી અગ્નિને કોઈ ઘણ ન મારે. પણ એ અગ્નિ જો
=