________________
ગાથા ૧૬૦
૧૪૩ સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે, અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.
ગાથા ૧૬૦ ઉપર પ્રવચન
બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે -' ૧૬૦ (ગાથા). આ..હા. હુકમચંદજી શેઠ આવ્યા ત્યારે એ અધિકાર ચાલ્યો હતો.
सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो।
संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।।१६०।। તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને,
સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦. તે સર્વજ્ઞાની-દર્શી પણ ભગવાન પોતે સર્વજ્ઞાન, સર્વદર્શી છે. આ...હા...! આહા..હા..! કોઈપણ ચીજ પરને મારનારો નથી તેમ પરથી પોતામાં થાય એવો થનાર નથી. એ તો સર્વજ્ઞ, સર્વદર્શી સ્વભાવી પ્રભુ છે. આ..હા...!
“તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને જુઓ ! અહીં રજ' (શબ્દ) મૂક્યો છે, છતાં પુરુષાર્થ લેશે. “કર્મરજ' શબ્દ છે. તે દિ અહીં ‘જીવણધર'ને ઈ હતા. આ...હા...! જુઓ ! આ “કર્મરજ' (શબ્દ) છે એનો અર્થ કરશે – પુરુષાર્થ. એનો ઊંધો પુરુષાર્થ છે. “સંસાપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને.” આ..હા..હા..! ગાથા...!
જે પોતે જ જ્ઞાન હોવાને લીધે.” ભગવાન તો જ્ઞાનસ્વરૂપ છે. જેમ આંખ જ્ઞાનસ્વરૂપ છે, એમ બીજા બધાને તેથી જાણનાર છે. કોઈને રચનાર અને કોઈને તોડનાર, કોઈની પર્યાયનો ઉત્પાદ કરનાર, કોઈની પર્યાયનો વ્યય કરનાર આંખ નથી. એમ ભગવાન જ્ઞાનસ્વરૂપ છે એ પોતા સિવાય પરની કોઈ પર્યાયનો ઉત્પાદ કરનાર અને કોઈ પર્યાયનો વ્યય કરનાર આત્મા નથી. આહા..હા....!
- જે પોતે જ જ્ઞાન હોવાને લીધે...” એ જાણનાર જાણનાર... જાણનાર ચંદ્રમા, જિનચંદ્ર પ્રભુ ! આહા...હા...! વીતરાગી જ્ઞાનસ્વરૂપી શીતળ પ્રભુઆત્મા ! પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને એટલે –સર્વ પદાર્થોને સર્વ પદાર્થ. “સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું