________________
૧૪૧
ગાથા ૧૫૭ થી ૧૫૯ નથી) માટે તેનો નિષેધ કર્યો છે. સમજાણું કાંઈ ?
એ પુણ્ય પરિણામ મારા, એવી માન્યતા. પુણ્ય પરિણામ ઉપરનું એકલું જ્ઞાન અને પુણ્ય પરિણામની રમણતા એ ત્રણે, પ્રભુ ! આત્માનું સમકિત, જ્ઞાન અને ચારિત્ર થવા દેતું નથી. માટે તેનો અમે નિષેધ કર્યો છે. આહાહા...! આવી વાત ક્યાં છે ? તેનો નિષેધ કરવામાં આવ્યો છે.” લ્યો !
હવે કર્મ પોતે બંધસ્વરૂપ છે એની એક ગાથા છે. પુણ્ય અને પાપનો ભાવ એ મારો, એ મિથ્યાત્વભાવ, એનું જ્ઞાન તે અજ્ઞાન અને એનું આચરણ તે અચારિત્ર. એ ત્રણે મોક્ષના માર્ગને ઢાંકનારું હોવાથી એનો અમે નિષેધ કર્યો છે. આહાહા! હવે કહે છે કે, ઈ પોતે પુણ્ય-પાપનો ભાવ એ મારો એવો મિથ્યાત્વભાવ અને પુણ્ય-પાપ ભાવ એ પોતે કર્મસ્વરૂપ છે, એ બંધસ્વરૂપ છે એમ કહે છે). એ તો બંધસ્વરૂપ જ છે.
ભગવાન આત્મા અબંધસ્વરૂપ છે. આહા..હા..! “નો પતિ બપ્પા ગવદ્ધપુછું આવે છે ને ! ૧૪ અને ૧૫ ગાથા. એ અબદ્ધસ્વરૂપ જે ભગવાન આત્મા ! એમાં પુણ્ય અને પાપ ભાવ એ બંધસ્વરૂપ છે. એ પુણ્ય અને પાપનો ભાવ, કર્મ એટલે કાર્ય, એ બંધસ્વરૂપ છે. આહા..હા..! સ્વયં બંધસ્વરૂપ છે.
વરસાદ આવે છે. વરસાદ તો ખરેખર આ છે. આત્માને શરીર જ નથી તો ગતિ ક્યાંથી મળે ! અનંતગુણનો પિંડ આત્મા, ક્રમસર થતાં પરિણામનો જ્ઞાતા-દષ્ટ છે, કર્તા નથી. ૩૨૦ ગાથાની જયસેનાચાર્યની ટીકામાં લીધું છે કે ધ્રુવદ્રવ્ય મોક્ષમાર્ગનો કે મોક્ષનો પણ કર્તા નથી. ધ્રુવ પર્યાયનો કર્તા નથી એ બતાવવું છે. પર્યાય પર્યાયની કર્તા છે. રાજકોટમાં આ વ્યાખ્યાન બહુ થયા. આ તો શાંતિની વાત છે. આમ ને આમ મોટી મોટી વિદ્વત્તાની વાતો કરે અને લાખો માણસ રાજી થઈ જાય એવી આ વાત નથી. આ તો સંસારનો અંત અને મોક્ષની શરૂઆત થાય એવી વાત છે. એ પણ દ્રવ્યમાં નથી એમ કહે છે. કાંઈ પણ પરિણમન હું કરું... એ દ્રવ્યનું કાર્ય નથી. દ્રવ્યનું ભાન થતાં શુદ્ધ પરિણમન સ્વયં થાય છે. રાગ આવે છે તેનું પણ જ્ઞાન થાય છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ નવેમ્બર-૨૦૦૬