________________
ગાથા-૧૫૭ થી ૧૫૯
૧૩૯
આગળના અધિકારમાં તો છેલ્લે એવું લેશે કે, ભઈ ! આ અધિકાર તો વ્યવહાર સમ્યગ્દર્શન, ચારિત્રનો ચાલે છે અને એમાં તમે આ વ્યવહાર છે તે જૂઠો છે. આ તો છેલ્લે આવે છે. પુણ્ય છે ઈ ખરેખર તો પવિત્ર છે અને અધિકાર તો પાપનો ચાલે છે. એટલે કે વ્યવહાર રત્નત્રયનો અધિકાર ચાલે છે અને તમે કહો છો) અધિકાર પાપનો ચાલે છે. ત્યાં તમે વ્યવહાર રત્નત્રયને શું કહેવા માગે છે ? બાપુ ! વ્યવહાર રત્નત્રય છે ઈ નિશ્ચયથી તો પાપ છે. એ વ્યવહાર રત્નત્રય નિશ્ચય રત્નત્રયની સાથે હોવાથી વ્યવહારે પવિત્રતાનું કારણ (છે) એવું આરોપથી કહેવાય છે. છતાં તે પવિત્રતાનું કારણ ન થતાં, થવું જોઈએ અને પરંપરાએ મોક્ષનું કારણ છે વ્યવહાર (એ) નિશ્ચય છે માટે પણ એમ ન થતાં.... આહાહા....! એ વસ્તુના સ્વરૂપથી પતીત થઈ જાય છે, નિશ્ચયનયથી પતીત થઈ જાય છે માટે તે વ્યવહાર રત્નત્રયને અમે અહીંયાં પાપ કહીએ છીએ. પહેલું પવિત્રતા, નિશ્ચય રત્નત્રયાની) પવિત્રતાનું નિમિત્તપણું છે એવું કારણ કહ્યું પણ છતાં પાછી ગુલાંટ ખાઈને વાત કરી. આહા..હા...! કે, ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પવિત્ર છે એમાંથી ખસી જવાય છે. વ્યવહાર રત્નત્રયમાં રાગમાં ખસી જવાય છે, પતીત થાય છે. માટે તે વ્યવહાર રત્નત્રયને પાપ કહીએ છીએ. આહા..હા.! સંસ્કૃત ટીકામાં છેલ્લે છે.
મુમુક્ષુ :- “જયસેનાચાર્યદેવની ટીકામાં છે.
ઉત્તર :- હા, છે ને ! બધી વાત થઈ છે, ઘણી વાત થઈ ગઈ. આ તો ૧૯મી વાર ચાલે છે, આ તો ૧૯મી વાર વંચાય છે. અઢાર વાર તો વંચાય ગયું છે. આ પહેલેથી ઠેઠ સુધી આખું અઢાર વાર વંચાય ગયું છે. પાછું ઓગણીસમી વાર (ચાલે છે). આહા..હા...! ઈ આવશે ત્યારે લેશું.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે.” આ તો સ્વરૂપ જણાવ્યું. એને પ્રગટેલું છે એમ નહિ. “જ્ઞાનનું સમ્યકત્વરૂપ પરિણમન....” એમ જોઈએ. ત્રિકાળી ભગવાનઆત્મા સચ્ચિદાનંદ શુદ્ધ પ્રભુ ! તેનું સમકિતનું પરિણમન જોઈએ. વસ્તુનું સ્વરૂપ છે તેનું પરિણમન (જોઈએ), શ્રદ્ધાનું સમ્યક્ પરિણમન જોઈએ. તે મિથ્યાત્વરૂપ ભાવથી તિરોભૂત થાય છે.” જડ મિથ્યાત્વકર્મ નિમિત્ત છે પણ અહીંયાં મિથ્યાત્વ ભાવ – મેલ છે. મિથ્યાત્વરૂપી મેલથી ઢંકાઈ જાય છે. એટલે કે સમ્યગ્દર્શન થતું નથી. આહા...હા...!
જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન. દેખો ! જ્ઞાન એટલે આત્મા. એનું જ્ઞાનરૂપ” એટલે જ્ઞાન આત્મારૂપ પરિણમન. શુદ્ધ સ્વરૂપનું શુદ્ધરૂપે પરિણમન એ જ્ઞાન, પરિણમન. એ અજ્ઞાનરૂપ મેલથી તિરોભૂત થાય છે. અજ્ઞાનરૂપી મેલથી સ્વરૂપનું અજ્ઞાન અને રાગનું જ્ઞાન, તેના તરફના લક્ષથી એવા અજ્ઞાનભાવથી તે જ્ઞાનનું જ્ઞાન – સ્વરૂપનું જ્ઞાન તે તિરોભૂત થઈ જાય છે. આહાહા...! એકલું રાગ અને નિમિત્તનું જ્ઞાન કરવા જાય છે ત્યારે જે આત્માનું જ્ઞાન છે. તે ત્યાં તિરોભૂત થઈ જાય છે એમ કહે છે. આહાહા...! સામે પુસ્તક છે ને ? ક્યા