________________
ગાથા-૧૫૭ થી ૧૫૯
૧૩૭
ઉત્તર :- ના, વ્યક્ત ક્યાં છે ? થાતું નથી, ઢાંકી દે છે એમ કીધું ને ! ‘કર્તા-કર્મ (અધિકારમાં) કીધું ને ! કર્તા-કર્મનું ન કહ્યું ? ૬૯ ગાથા. દાખલો આપ્યો છે ને !
મુમુક્ષુ - તિરોધાન કરતું હોવાથી (એમ કીધું ને ? ઉત્તર :– એ તો થવા દીધું નથી એટલે એનો અર્થ ઈ થયો. જુઓ !
જુઓ ! જે આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતાદઝમાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને.” એટલે અવસ્થા હતી ? હતી તેનો ત્યાગ કરીને નહિ પણ એ અવસ્થા થતી નથી એનો ત્યાગ કરીને એમ) એનો અર્થ છે). આહા..હા...! જ્ઞાતા-દૃષ્ટાની અવસ્થા થઈ નહિ એનો એણે અજ્ઞાન, મિથ્યાત્વ ભાવથી ત્યાગ કર્યો એમ કહેવું છે. આ..હા...! છે ? “જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતાદૃષ્ટામાત્ર) અવસ્થા.... જાણે હોય. તેનો ત્યાગ કરીને.” એટલે એ અવસ્થાને ઉત્પન્ન થવા ન દેતા. એમ. એનો ત્યાગ કર્યો, મિથ્યાત્વાદિને ગ્રહણ કર્યું. આહાહા...! એમ અહીંયાં લેવું).
ભાવાર્થ – “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે.” એ પ્રગટ છે, પર્યાય છે એમ નહિ. આહા...એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે એવું સિદ્ધ કર્યું. એ “જ્ઞાનનું સમ્યક્તરૂપ પરિણમન...” આત્માનું સમકિતરૂપી પરિણમન મિથ્યાત્વ.” મેલથી “તિરોભૂત થાય છે;.” મિથ્યાશ્રદ્ધા રૂપી મેલ, પુણ્યથી ધર્મ છે, વ્યવહારથી નિશ્ચય થાય છે, એનાથી મને લાભ છે, એવો જે મિથ્યાત્વ ભાવ તેનાથી સમકિત થતું નથી પણ સમકિત ઢાંકી દે છે, એમ.
મુમુક્ષુ :- જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી સમકિત થતું નથી ને ?
ઉત્તર :- મિથ્યાત્વ છે પણ અહીં તો મિથ્યાત્વથી ઢંકાઈ જાય છે ઈ વાત કરવી છે. મિથ્યાત્વ છે ઈ ત્રીજા બોલમાં લેશે. સમકિતથી વિરુદ્ધ ભાવ છે ઈ પછી લેશે. અહીં તો પહેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનો માર્ગ છે એ અહીં નથી, એને ઢાંકી દેનારું મિથ્યાત્વ, અજ્ઞાન ને રાગ-દ્વેષ છે. એટલી વાત છે. સમજાણું કાંઈ ?
ત્રણ પ્રકાર લેશે. એક તો ભગવાન આત્મા ! એનું જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે નહિ પણ એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ જે છે તેને મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય ઢાંકી દે છે. એટલે એને તે છે નહિ. એને છે મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગ-દ્વેષ. આ..હા...! સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- જે છે નહિ એને કેમ રાખી શકે ?
ઉત્તર :- ઈ જ કીધું ને ! વાત કરી ને ! થવી જોઈએ આ એને થવા દીધું નહિ એટલે થઈ નહિ (એમ કહ્યું). એટલે તો પહેલા ૬૯ (ગાથા) બતાવી. જ્ઞાતાદણની ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કર્યો. એમ કહીને તેને થવા દીધી નહિ, તેનો ત્યાગ કર્યો. ત્યાગ કર્યો એટલે થઈ છે અને ત્યાગ કર્યો એમ નહિ. થઈ નહિ એનું નામ ત્યાગ કર્યો. ઈ તો પહેલા ૬૯-૭૦ (ગાથાનો) દાખલો આપ્યો. ઝીણી વાત છે, બાપુ ! બહુ આકરી વાત !