________________
ગાથા ૧૫૭ થી ૧૫૯
૧૩પ આવી બધી વાતુંનો) નિર્ણય કરવો. (આવું) ક્યાંય નથી), બાપુ !
જગતના ઝગડા, જગતના તોફાનો... આહા...હા...! તોફાન તો તેં અંદરમાં ઊભું કર્યું છે, કહે છે. જે આત્માનું સમકિત છે, જે મોક્ષનું કારણ છે એને તેં મિથ્યાત્વભાવે ઢાંકી દીધું. આહા...હા...! તેં ઝગડો ઊભો કર્યો છે.
જ્ઞાનનું જ્ઞાન છે, પર્યાયમાં હો ! એ જ્ઞાનસ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન્ય, એનું જ્ઞાન છે તે જ જ્ઞાન મોક્ષના કારણ(રૂ૫) સ્વભાવ છે. આહાહા...! તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન...” સ્વરૂપનું અજ્ઞાન એવો જે ભાવ. ‘અજ્ઞાન નામના કર્મમળ વડે.” અજ્ઞાન નામ અજ્ઞાનના ભાવ વડે ‘વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે.” આ..હા...! (અર્થાતુ) એને જ્ઞાન થતું નથી. જ્ઞાન ઢંકાઈ જાય છે. આહા..હા..!
એ તો “કર્તા-કર્મ (અધિકાર) (ની) ૬૯-૭૦ (ગાથામાં) આવ્યું ને ! ભાઈ ! એમ કે, અવસ્થા (છે) તેને પ્રગટ થવા દેતું નથી. અવસ્થા જાણે કે પ્રગટ) હોય નહિ. કર્તા-કર્મ'(ની) ૬૯-૭૦ (ગાથા). જ્ઞાયકની અવસ્થા, એને ઉત્પન્ન થવા દેતું નથી. એટલે કે અવસ્થા જાણે થઈ હોય. એને ઢાંકી દીધી છે. ૬૯-૭૦માં આવે છે. ઢાંક્યું છે એનો અર્થ કે એને પ્રગટ કર્યું નથી. તેથી તે પર્યાય ઢંકાઈ ગઈ છે તેથી તે દ્રવ્ય એને દૃષ્ટિમાં ઢંકાઈ ગયું છે. આહાહા...! આવું છે.
પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ...” વિકારભાવ “એ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે – જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો...” જેતપણું તો એનો સ્વભાવ છે અને મેલ છે એ તો પરભાવ છે. એ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે. આહા..હા...! “તેમ,...” તે જ્ઞાન. જ્ઞાનનું જ્ઞાન અજ્ઞાન વડે તિરોભૂત થાય છે. બસ ! બે બોલ થયા – દર્શન અને જ્ઞાન.
(હવે કહે છે), ચારિત્ર “જ્ઞાનનું ચારિત્ર...” આહાહા..! સ્વરૂપ જે ભગવાન શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયકભાવ, તેનું ચારિત્ર. એટલે તેમાં જ રમણતા. આહા..હા..! ભગવાનઆત્મા ! એ તો કાલે તો આવ્યું હતું ને ! વીતરાગભાવરૂપ ચારિત્ર શુદ્ધ ઉપયોગરૂપી ધર્મ. આહા...હા...! વીતરાગ, પરમવીતરાગ ચારિત્રસ્વરૂપ. આહાહા..! શુદ્ધ ઉપયોગરૂપ જે ધર્મ. આ..હા.! તે આ ચારિત્ર. તે (આ) અચારિત્રના પરિણામથી ઢંકાઈ જાય છે. આહા..હા...! સમજાણું કઈ ?
“જ્ઞાનનું ચારિત્ર...” એટલે કે આત્માનું ચારિત્ર. એટલે કે આત્માનું પરમ વિતરાગચારિત્ર રૂપ શુદ્ધ ઉપોયગરૂપી ધર્મ. આહા....! તે “મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. જે આત્માનું ચારિત્ર (છે) એ તો મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આહા..હા...!
“તે, પરભાવસ્વરૂપ કષાય,... દેખો ! આહા! કષાય મેલ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ. એ ચાર ક્રોધ, માન (આદિ) રાગ-દ્વેષના પ્રકાર છે. રાગ – માયા અને લોભ,