________________
૧૩૬
સમયસાર સિદ્ધિ-૬
દ્વેષ – ક્રોધ અને માન. એવો જે કષાય, પરભાવસ્વરૂપ કષાય મેલ. આહા..હા...! મેલથી વ્યાપ્ત થયેલો... ‘પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે.’ ચારિત્ર પ્રગટ થતું નથી, એને ઢાંકી દે છે. અકષાય ચારિત્ર, પરમ વીતરાગ ચારિત્રરૂપ શુદ્ધ ઉપયોગરૂપી ધર્મ. ‘ચરિતમ્ ખલુ ધમ્મો’ એ ધર્મ. તેને પરભાવ એવો જે વિકાર કષાયભાવ તેને ઢાંકી દે છે. આહા..હા..! ચાહે તો શુભરાગ હો તોપણ તે પરમ ચારિત્રને ઢાંકી દે છે. આહા..હા...! ઝીણી વાત છે, બાપુ ! માર્ગ એવો ઝીણો છે. આ..હા...! છે એના ઘરમાં પણ ઘરમાં જાય, જોવે ત્યારે ખબર પડે ને !
આ..હા...! જે જ્ઞાનનું ચારિત્ર. જ્ઞાનનું સમકિત, જ્ઞાનનું જ્ઞાન (એ) બે તો આવી ગયું. (હવે) આત્માનું ચારિત્ર (કહે છે). ભગવાનઆત્મા ચિદાનંદ શુદ્ધ ચૈતન્ય, એનું ચારિત્ર. એટલે ? ૫૨મ વીતરાગરૂપી શુદ્ધ ઉપયોગરૂપી ધર્મ, તે મોક્ષનું કારણ છે તેને કષાય ઢાંકી દે છે. આહા..હા...! કહો, હીરાભાઈ’ ! આવી ઝીણી વાત છે. આ તો ભઈ ! બહુ ધીરજથી કામ લેવું જોઈએ. આ..હા...! આ કાંઈ ઉતાવળે આંબા પાકે એવું નથી. ગોટલું વાવ્યું અને આંબો તરત થઈ જાય એમ છે ? એથી લોકો નથી કહેતા, ઉતાવળે આંબો ન પાકે. ગોટલું વાવ્યું હોય એટલે કે લાવો આંબો – કેરી. પણ એમ ન થાય ભાઈ ! જરી ધીરજ રાખ.
એમ ભગવાનઆત્મા ! પૂર્ણાનંદનો નાથ ! એનું સમકિત તે મિથ્યાત્વ ભાવથી ઢંકાઈ જાય છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનું જ્ઞાન, તે અજ્ઞાનથી ઢંકાઈ જાય છે. આહા...હા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનું જે ચારિત્ર, પરમ વીતરાગ ચારિત્રરૂપ શુદ્ઘ ઉપયોગ, એવો જે ધર્મ, એ અશુદ્ઘ ઉપયોગ એવો જે વિકાર ભાવ કષાય, તેનાથી ઢંકાઈ જાય છે. આહા..હા...! હવે આવી વાતું !
જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ, માટે મોક્ષના કારણનું (–સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રનું–) તિરોધાન કરતું હોવાથી... તિરોભૂત (એટલે) ઢાંકી દેતું હોવાથી. ‘કર્મને નિષેધવામાં આવ્યું છે.’ એ પુણ્ય અને પાપના ભાવ એ મારા, એવો જે મિથ્યાત્વ ભાવ, પુણ્ય અને પાપના ભાવને જાણનારું એ અજ્ઞાન, અને પુણ્ય ને પાપરૂપી ભાવ તે અચારિત્ર. આહા..હા...! એ તિરોધાન કરતું હોવાથી તેને નિષેધવામાં આવ્યું છે.’ એ મિથ્યાત્વરૂપી ભાવ, અજ્ઞાનરૂપી ભાવ અને શુભઅશુભ રૂપી મેલ – ભાવ, એને નિષેધવામાં આવ્યું છે. આહા..હા..! આ કારણે નિષેધવામાં આવ્યું છે એમ કહે છે.
-
આત્માનું જે સમ્યગ્દર્શન પર્યાયમાં થવું જોઈએ તે વિપરીત માન્યતાના મેલથી ઢંકાઈ જાય છે. માટે તે કર્મ એટલે શુભાશુભ ભાવ અને તેને પોતાના માનવા એનો અહીંયાં નિષેધ છે, નિષેધ કર્યો છે. આ..હા...! સમજાણું કાંઈ ? આ...હા....!
મુમુક્ષુ :– મોક્ષના કારણરૂપ સ્વભાવ વ્યક્ત છે ?