________________
૧૩૪.
સમયસાર સિદ્ધિ-૬ આહા...હા...! આ મૂળ પહેલી ચીજ છે.
અધિકાર તો પુણ્ય-પાપનો છે ને ! આહાહા..! પુણ્ય-પાપનો ભાવ મારો છે એવો જે મિથ્યાત્વ ભાવ, એ જ્ઞાનનું સમકિત – આત્માનું સમકિત, તેને તે ઢાંકી દે છે. આહા..હા....! (એટલે કે) થવા દેતું નથી. આહા..! પછી ત્રીજા બોલમાં આવશે કે, સમકિતરૂપી કારણનો મિથ્યાત્વ (છે) તે વિરુદ્ધ ભાવ છે. મોક્ષના કારણનો એ વિરુદ્ધ ભાવ છે. અહીં કહે છે કે, મોક્ષનું કારણ સમ્યગ્દર્શન, જે આત્માનું સમ્યકજ્ઞાન, તેને મિથ્યાત્વ ઢાંકી દે છે, તિરોધાયી કરી નાખે છે. આહાહા...!
બીજું, ‘જ્ઞાનનું જ્ઞાન...” છે ? આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે. “જ્ઞાનનું જ્ઞાન....” એટલે ? આત્માનું જ્ઞાન. આત્મા જે વસ્તુ ત્રિકાળ છે તેનું પર્યાયમાં જ્ઞાન (થવું). કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” જોયું ? આ તો કારણરૂપ સ્વભાવ પર્યાયની વાત છે ને ! આહા..હા...! “જ્ઞાનનું જ્ઞાન” ત્રિકાળ વસ્તુ ભગવાન ચૈતન્ય જ્ઞાનસ્વરૂપ, તેનું પર્યાયમાં જ્ઞાન થવું) એ “મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” જ્ઞાનનું જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, જ્ઞાનનું સમકિત મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. એ પહેલું આવી ગયું. આહા....! પર્યાયની વાત છે. દ્રવ્યને તો ક્યાં ઢંકાવું છે ? એ તો ત્રિકાળી નિરાવરણ (છે). આહા....! વસ્તુ છે એ તો ત્રિકાળ નિરાવરણ અખંડ શુદ્ધ જ્ઞાનઘન અખંડ (છે). એનો તિરોભાવે નથી ને આવિર્ભાવે નથી. આહાહા...! એ તો જણાય ત્યારે આવિર્ભાવ થયો એમ કહેવામાં આવે. એ તો છે ઈ છે. જણાતો નથી તેને તિરોભાવ થઈ ગયો એમ કહેવામાં આવે. દ્રવ્ય (તિરોભાવ થઈ ગયું એમ કહેવામાં આવે પણ) અહીં પર્યાયની વાત છે. અગિયારમી ગાથામાં છે ને ! આવિર્ભાવ ને તિરોભાવ. એ જ્ઞાયકની વાત છે. આ..હા...!
ત્રિકાળી ચૈતન્ય ભગવાન ! જ્ઞાનમૂર્તિ! એ જેને જાણવામાં આવતો નથી તેને તે તિરોભૂત થઈ ગયો, તિરોભાવ થઈ ગયો. એ તો છે ઈ છે, પણ જેને જાણવામાં આવતો નથી એને તિરોભાવ જ છે અને જેને જાણવામાં આવે છે તેને તે જ્ઞાયકભાવ આવિર્ભાવ (છે). જ્ઞાયકભાવ
તો આવિર્ભાવ, તિરોભાવ વિનાનો ત્રિકાળ છે, પણ પર્યાયમાં જ્યારે આત્મા ન જણાણો અને વિરોધ થયો ત્યારે તે જ્ઞાયકભાવ તિરોભૂત છે. આહા...હા..! અને જ્યારે જણાણો (કે), છે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ નિર્મળ શુદ્ધ ચૈતન્ય, એમ જણાણો ત્યારે તે જ્ઞાયકભાવ આવિર્ભાવ થયો. પર્યાયની અપેક્ષાએ આવિર્ભાવ અને તિરોભાવ (કહ્યું છે). ત્યાં પાઠ તો એવો છે કે, જ્ઞાયકભાવ તિરોભાવ, આવિર્ભાવ (થયો). જ્ઞાયકભાવ તિરોભાવ, આવિર્ભાવ (થતો નથી). વસ્તુ છે) એ તો ત્રિકાળી એકરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે. પણ તેના ખ્યાલમાં ન આવ્યું તેથી તે જ્ઞાયક એને તિરોભૂત થઈ ગયો અને ખ્યાલમાં આવ્યો ત્યારે તેને તે જ્ઞાનભાવ – જ્ઞાયકભાવ આવિર્ભાવ થઈ ગયો, પ્રગટ થઈ ગયો. એ તો છે ઈ છે, પણ પર્યાયમાં જાણવામાં આવ્યો ત્યારે પ્રગટ થયો એમ કહેવામાં આવે છે). આહા...હા...! હવે