________________
૧૩૮
સમયસાર સિદ્ધિ-૬. આ...હા...! જૈનધર્મ એ સમજવો વસ્તુનો સ્વભાવ છે. આહાહા...!
અહીંયાં તો ૬૯-૭૦ (ગાથામાં) કીધું નહિ? જ્ઞાતાદૃષ્ટાની ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને. એટલે અવસ્થા છે ? ત્યાગ જ છે.
મુમુક્ષુ - અનાદિથી ત્યાગ છે.
ઉત્તર :- ત્યાગ જ છે. એને અવસ્થા થઈ જ નથી. મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાયને લઈને એ અવસ્થાનો ત્યાગ છે. ત્યાગ છે એટલે કે (એ) અવસ્થા એને નથી, આ અવસ્થા છે. આહાહા...! મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગ-દ્વેષની અવસ્થા છે. મોક્ષના કારણની અવસ્થાનો એણે ત્યાગ કર્યો છે. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! શબ્દફેરે મોટો ફેર થઈ જાય). આ તો શાસ્ત્ર છે ને ! આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે, ગંભીર શાસ્ત્ર છે, ભાઈ ! એમાં
અમૃતચંદ્રાચાર્યદેવની ટીકા ! આ હા...હા...! ખોલી નાખ્યા છે કપાટ ! કહે છે કે, ખોલી નાખેલા કપાટની જે દશા જોઈએ તે દશાને મિથ્યાત્વએ ઢાંકી દીધી છે અને ખોલી છે નહિ. શશીભાઈ ! આહા..હા..!
આ પહેલી ત્રણ વાતમાં) કીધું ને ! શ્વેત વસ્ત્ર છે એનું જેતપણું પ્રગટ જોઈએ, એને મેલે ઢાંકી દીધું. ત્રિકાળી શ્વેત છે એમ નહિ, પણ ચેતની જે શ્વેત પર્યાય જોઈએ તેને મેલે ઢાંકી દીધું. એટલે ચેતની પર્યાય રહી નહિ. એને ઢાંકી દીધી. પર્યાયની વાત છે. આહાહા..! એમ ભગવાન આત્મા ! અમૃતનો સાગર પ્રભુ ! તેની દશા તો જ્ઞાતા-દષ્ટા ને સમકિતની થવી જોઈએ. આહા...હા..! તે દશાને ન થવા દેતાં તેનો ત્યાગ કરીને મિથ્યાત્વ ભાવે તેને ઢાંકી દીધો. એટલે થવા દીધું નહિ. એમ. આહાહા...! એક ન્યાય ફરે તો આખી વસ્તુ ફરી જાય. આ તો વસ્તુસ્થિતિ છે.
એ ૬૯-૭૦ (ગાથામાં) કહ્યું ને ! જ્ઞાતા-દષ્ટાની ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને. ત્યાગ કરીને એટલે અવસ્થા હતી ? એ અવસ્થા ન થઈ એનો ત્યાગ કર્યો એમ તેનો અર્થ (છે). આહાહા...! ભવગાનઆત્માની અવસ્થા તો જ્ઞાતા-દષ્ટા થવી જોઈએ. રાગનું પણ જ્ઞાન અને પરનું જ્ઞાન ને પરની ઉદાસીન અવસ્થા થવી જોઈએ. એ ઉદાસીન અવસ્થાનો
ત્યાગ કરીને. ત્યાગ કરીને એટલે કે ઉદાસીન અવસ્થા પ્રગટ ન થવા દેતા. આહા..હા...! મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાયે તે પર્યાયને ઢાંકી દીધી. એટલે કે પ્રગટ છે અને ઢાંકી દીધી એમ નહિ. થવા ન દીધી. આહા..હા...! સમજાય એવું છે, ભાઈ ! આ...હા...! ભાષા તો સાદી છે પણ ભાવ તો ભાઈ, છે ઈ છે. આહાહા...!
ભાવાર્થ – સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. આ તો સમજાવે છે. એક આત્માનું સમકિતરૂપ પરિણમન.” જોયું ? એ “મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે.” (એટલે કે) પરિણમન થયું નહિ. મિથ્યાશ્રદ્ધા (અર્થાત) રાગ, પુણ્યથી મને ધર્મ થશે, પાપમાં સુખપણું છે એવી માન્યતા). આહા..હા..!