________________
૧૪૬
સમયસાર સિદ્ધિ-૬ છે. ઈ તો મેં સાંભળેલું એટલે યાદ છે). વર તોરણથી પાછો નહિ ફરે. કેમ? (કે), નાણાનો બળિયો વર છે. નાણું એટલે પૈસાના બળનો બળિયો છે. વિવાહમાં ગાય, વિવાહમાં. એમ આનંદ અને જ્ઞાનનો બળિયો આત્મા, એ પાછો નહિ ફરે. હવે સંસારમાં નહિ જાય. આહાહા...! તોરણે આવ્યો..” એમ કાંઈક છે ખરું, સાંભળ્યું છે. ખુશાલભાઈના લગ્નમાં તો હું આમ જુદો રહ્યો, પણ “કુંવરજીભાઈનો રથ નીકળ્યો હતો. એના આ બીજા લગ્ન થયા, આ બીજા લગ્નના છોકરા છે. તે દિહું ત્યાં અપાસરામાં હતો. (સંવત) ૧૯૭૨ ! રથમાં નીકળ્યો એમ ત્યાં અંદર બોલતા હતા. ‘નાણાનો બળિયો પાછો તોરણથી નહિ ફરે એવું કાંઈક છે, બાયું ગાય છે. આહા..હા..!
એમ આનંદ ને જ્ઞાનનો બળિયો પ્રભુ ! એ હવે પાછો નહિ ફરે. એ આપણે ૯૨ ગાથામાં આવી ગયું છે. બપોરે ! આગમકૌશલ્ય અને આત્મજ્ઞાન વડે મિથ્યાત્વ દૃષ્ટિ હણાય ગઈ છે. તે અમને હવે ફરીને થવાની નથી. આ..હા...હા..! આ તે સંતનો પોકાર ! આ સંત કહેવાય, બાપુ ! આ..હા...હા..હા..! શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસાનુદાસ થઈને રહીએ. આહા..હા...!
એ આત્મદ્રવ્ય અનાદિ કાળથી.” અનાદિ કાળથી. નિગોદથી માંડીને હોં ! કોઈ એમ કહે કે, ના, ના. ત્યાં કર્મનું જોર છે માટે ત્યાં રહી ગયો છે, એમ નથી. ઘણા એમ કહે છે કે, નિગોદમાં છે તો કર્મનું જોર છે. પછી હવે બહાર આવ્યો હતો) કર્મનું જોર ઘટી ગયું. “કચ્છવી કમ બળિયો, કચ્છવી જીવો બળિયો’ ‘ઇબ્દોપદેશમાં આવે છે. ટીકામાં આવે છે. ત્યાં આ નાખે – કોઈવાર કર્મનું જોર છે અને કોઈવાર જીવનું જોર છે. એ પ્રભાશંકર પટણી અહીં બોલ્યો હતો. દિવાન ! “ભાવનગરના દિવાન હતા ને ! પ્રભાશંકર પટણી' ! વ્યાખ્યાનમાં આવ્યા હતા. (સંવત) ૧૯૯૩ની સાલની વાત છે. ૧૯૯૩ ! કેટલા થયા ? બેતાલીસ વર્ષ થઈ ગયા. ઈ એમ બોલ્યો હતો. મોટો દિવાન ! ઊભો થઈને બોલ્યો હતો (કે), કોઈવાર કર્મનું જોર છે અને કોઈવાર આત્માનું જોર છે. વ્યાખ્યાન સાંભળીને પછી (આ બોલ્યા). અરે...! કીધું, આ તો બધું ઊંધું માર્યું ! પ્રભાશંકર પટણી દિવાન હતા ને !
અહીં કહે છે કે, પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે...” જોયું ? એ ઊંધો પુરુષાર્થ (છે) એ કર્મમળ છે. આહા...હા.! કર્મ જડ છે, અજીવ છે એને તો કોઈ દિ અડ્યો નથી. એક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય સિવાય પરની પર્યાયને કદી ત્રણકાળમાં અડવું નથી. આહાહા...!
પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું –વ્યાપ્ત થયું...” આહા..હા...! હોવાથી જ, બંધઅવસ્થામાં પહેલું કીધું ને ! “વિશ્વને (સર્વ પદાર્થોને)...” જાણવા-દેખવાનો સ્વભાવ છે એવું આત્મદ્રવ્ય છે. વસ્તુ તો એવી છે પણ બંધઅવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને