________________
ગાથા૧૫૬
પ્રભુ !
‘તેના સ્વ-ભાવ વડે...’ એટલે પુદ્ગલસ્વભાવ વડે એટલે વ્રત, તપના વિકલ્પ એ પુદ્દગલ સ્વભાવ. એનાથી આત્માનું ભવન થતું નથી. એનાથી આત્માની શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર થતું નથી. ‘–માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ...' પરમાર્થ મોક્ષનું કારણ જ. અહીં તો ‘જ’ લગાવી દીધો છે. એક દ્રવ્યના સ્વભાવવાળો...' આહા..હા...! એક જીવદ્રવ્યના સ્વભાવવાળો મોક્ષહેતુ. જીવદ્રવ્ય જે છે, પ્રભુ ! એનો સ્વભાવ તદ્દન વીતરાગી આનંદ, શાંતિ, અતીન્દ્રિય પવિત્ર ભગવાન... આહા..હા...! એ એક જ દ્રવ્યના સ્વભાવવાળો...' અને એ દ્રવ્યના સ્વભાવવાળો મોક્ષમાર્ગ છે. આ..હા..હા...! આવું સ્પષ્ટીકરણ કરવા જાય તો કહે, એ.. એકાંત છે, એકાંત છે. પણ આમાં... બાપુ !
મુમુક્ષુ :
આચાર્યનું છે પણ છપાવ્યું તો ‘સોનગઢે’ ને !
ઉત્તર :– ‘સોનગઢે’ છપાવ્યું હોય તો ભલે છપાવ્યું. ગમે તેણે (છપાવ્યું હોય) ભાવ, શબ્દો કોના છે ? અનંત તીર્થંકરો, અનંતા કેવળીઓ (આ કહે છે). કુંદકુંદાચાર્યદેવ' કહે છે એ સર્વજ્ઞો કહે છે તે કહે છે. આ..હા...હા...! ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ હજાર વર્ષ પહેલા થયા. પણ અનંત તીર્થંકરો ને કેવળીઓ ને સંતો કહે છે તે કહે છે. આહા..હા...! એની પરંપરા (છે) એ સર્વજ્ઞની પરંપરા છે. આહા..હા...! ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ છે ને ! આ..હા...! ભગવાન અનંત સંતો અને ભગવાન કેવળીઓ થયા, તેના સ્વભાવના અનુસારે પરમાર્થે ભગવાન ‘અમૃતચંદ્રાચાર્યદેવ' કહે છે. આહા...હા....!
માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો....' જોયું ? એ જીવસ્વભાવી છે. આ...હા...! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ – રાગ પુદ્ગલસ્વભાવી છે, અન્ય દ્રવ્યસ્વભાવી છે. ત્યારે સાચો મોક્ષનો માર્ગ એક જીવદ્રવ્યસ્વભાવી છે, એક જીવદ્રવ્યસ્વભાવી છે. પુદ્ગલ વ્યવહા૨નો અને નિમિત્તનો એમાં કાંઈ સંબંધ ને સંગ નથી. આહા..હા...! અરે......! અનંત તીર્થંકરોનો આ માર્ગ છે, ભાઈ ! ભગવાનના વિરહ પડ્યા, પ્રભુ રહ્યા ત્યાં. આહા..હા....! અને માર્ગને કંઈ જુદી જુદી રીતે મલાવે. સાંભળનારાને ખબર ન હોય એટલે રાજી રાજી થઈ જાય. આ...હા...! અરે... પ્રભુ ! આ...હા...!
વ્રત ને તપ ને જેટલા શુભભાવના ભાવ ને અસંખ્ય પ્રકારના આચરણ, એ બધો પુદ્ગલસ્વભાવી છે. આ..હા...હા...! માટે તે મોક્ષના હેતુનો નિષેધ કર્યો છે. એક જીવદ્રવ્યસ્વભાવ, એક જીવદ્રવ્ય પોતાનો ભગવાન ! આ..હા...! વિકાર તો એક સમયની પર્યાયમાં છે. બાકી આખું દ્રવ્ય તો પવિત્ર ધામ છે. આ..હા...! ધ્રુવધામ મોટો પિરપૂર્ણ ગુણથી ભરેલો ભગવાન છે. એનો સ્વભાવ – એકદ્રવ્યસ્વભાવી – એક જ દ્રવ્ય. એમાં બીજા દ્રવ્યના સંગ ને નિમિત્તની જરૂર નહિ. આહા..હા....!
એક દ્રવ્યસ્વભાવી એટલે કે જીવસ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન
૧૧૩