________________
૧૨૮
સમયસાર સિદ્ધિ-૬ પોતે બંધસ્વરૂપ છે. આહા..હા...! ‘અને...’ ‘મોક્ષહેતુતિરોધાયિમાવત્વાત્” તે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ...' વિરુદ્ધ ભાવસ્વરૂપ એમ. આ..હા...! પેલું ઘાત કરનારું હતું. પેલામાં આવ્યું છે ને ! કળશમાં કહ્યું હતું. દ્રવ્યચારિત્ર જે દયા, દાન, વ્રતાદિ જે ક્રિયા છે એ દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે. વિષયકષાયના પરિણામની પેઠે તે પણ બંધનું કારણ છે. આમાં આવ્યું હતું. બતાવ્યું હતું ને ?
,
‘કળશટીકા’ ૧૦૮ (કળશ). લ્યો, એ જ આવ્યું ! જુઓ ! ‘કારણ કે વ્યવહારચારિત્ર...’ (અર્થાત્) એ પંચ મહાવ્રતના પરિણામ, પાંચ સમિતિ, ગુપ્તિ આદિ. વ્યવહા૨ના બધા વિકલ્પો. ‘એવું હોતું થકું દુષ્ટ છે...' વ્યવહારચારિત્ર તે દુષ્ટ છે. આ ‘કળશટીકા’ છે, ‘રાજમલજી’ કૃત. ‘અનિષ્ટ છે,... દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે;’ વ્યવહારચારિત્ર નિશ્ચયચારિત્રની અપેક્ષાએ દુષ્ટ છે, અનિષ્ટ છે અને શાંતિનો ઘાતક છે. આહા..હા...! હવે આ વાતું ગુપ્ત પડી રહી ને ઉપરની બધી વાતું કરવી. દર્શનશુદ્ધિ કેમ થાય અને કેમ એનો સ્વભાવ હોય તો એનું શું સ્વરૂપ કહેવાય ? એ વાત પડી રહી અને ઉપરની વાતું બધી હો.. હા... હો.. હા...! દસ-દસ હજાર, વીસ-વીસ હજાર માણસ ભેગા થાય (એટલે) રાજી થાય, લોકરંજન થાય. આહા..હા...! હવે આવા તો...
મુમુક્ષુ :– લોકરંજન એટલે રાગરંજન.
ઉત્તર :– લોકરંજન ‘ભાવપાહુડ’માં આવ્યું હતું. રંજન ! વેશ પહેરીને લોકરંજન કરીશ નહિ. એવા મહાવ્રતના વેશ પહેરીને લોકરંજન કરીશ નહિ કે અમે સાધુ છીએ. ‘ભાવપાહુડ’માં આવ્યું હતું. અને ભાઈ ‘તારણસ્વામી’ તો ત્યાં કહે (છે). એના શ્લોકમાં તો બહુ આવે છે કે, લોકરંજન કરનારાઓ નિગોદમાં જનારા છે. લોકને ખુશી કરે. આ...હા..હા...! શુભભાવ કરતા (કરતા) પણ લાભ થાય. બાપુ ! આહા..હા...!
મુમુક્ષુ :- આ કાળમાં તો શુભભાવ જ છે.
ઉત્તર :– અને આ કાળમાં શુભભાવ જ હોય (એમ તું કહે). અરે... પ્રભુ ! આત્મા નથી ? અને આત્મા છે તો એની આત્માની) પ્રતીતિ અને અનુભવ એ શુભભાવ છે ? નથી. પ્રભુ... પ્રભુ ! શું કરે ? બાહ્યનો ત્યાગ નગ્નપણું દેખી લોકો બિચારા મૂર્છાય જાય
છે.
મુમુક્ષુ :- વ્યવહારચારિત્રને છોડવું નહિ એની પર્યાયની એવી સ્થિતિ હો.
ઉત્તર :– છોડવાનો અહીં કયાં પ્રશ્ન છે ? છે જ નહિ ને આમાં પછી છોડવું ક્યાં છે ? સ્વરૂપમાં ઠરે છે એ ચારિત્ર છે. પેલું ચારિત્ર નથી. (શુભભાવ) છે એ ભિન્ન રહી ગયું, છૂટી ગયું. છોડવું પડતુંય નથી. આ..હા...! રાગને છોડવો પડતો નથી. સ્વરૂમાં ચારિત્રમાં રમણતામાં તે ઉત્પન્ન થતું નથી, એ અપેક્ષાએ છોડ્યું એમ નામથી કહેવામાં આવે.
અહીં તો (કહે છે), ‘વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે...' વિષય