________________
ગાથા ૧પ૭ થી ૧૫૯
૧૩૧
મળમિલનપથી નાશ પામે જેતપણું જ્યમ વસ્ત્રનું, અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું,
ચારિત્ર પામે નાશ લિપ્ત કષાયમળથી જાણવું. ૧૫૯. ગાથાર્થ – (યથી જેમ (વસ્ત્રરચ) વસ્ત્રનો (શ્વેતમાવ:) શ્વેતભાવ (મનમેનનાસવત્ત:) મેલના મળવાથી ખરડાયો થકો (નશ્યતિ નાશ પામે છે – તિરોભૂત થાય છે, (તથી તેવી રીતે (મિથ્યાત્વમનાવચ્છ) મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું–વ્યાપ્ત થયું-થકું (સચવત્વે ) સમ્યક્ત્વ ખરેખર તિરોભૂત થાય છે (જ્ઞાતવ્યમ) એમ જાણવું. (યથા) જેમ (વસ્ત્રરચ) વસ્ત્રનો (ચેતાવ) ચૈતભાવ (મનમેનનાવડ) મેલના મળવાથી ખરડાયો થકો (નતિ) નાશ પામે છે – તિરોભૂત થાય છે, (તથા) તેવી રીતે (અજ્ઞાનમનીવચ્છન્ન) અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું–વ્યાપ્ત થયુંથકું (જ્ઞાન ભવતિ જ્ઞાન તિરોભૂત થાય છે (જ્ઞાતવ્યમ) એમ જાણવું. (યથા) જેમ (વસ્ત્રરચ) વસ્ત્રનો (શ્વેતામાવા) શ્વેતભાવ (મનમેનનાસવર:) મેલના મળવાથી ખરડાયો થકો (નશ્યતિ) નાશ પામે છે – તિરોભૂત થાય છે, તેથી તેવી રીતે વિષયમનાવછન્ન) કષાયરૂપી મેલથી ખરડાયું-વ્યાપ્ત થયું-થકું (વારિત્રમ્ )િ ચારિત્ર પણ તિરોભૂત થાય છે (જ્ઞાત) એમ જાણવું.
ટીકા :- જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે – જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે – જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે – જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. માટે મોક્ષના કારણનું – સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું –) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થ – સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે; જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે; અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કારણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.