________________
શ્લોક-૧૦૮
૧૨૯ કષાયની માફક (કહ્યું). આ..હા..હા...! વિષય-કષાયનો ભાવ જેમ પાપ છે તેમ આ વ્યવહારચારિત્ર પણ તેની જેમ) નિષેધ કરવાલાયક છે. આહા...! બેય નિષેધ છે. આહા..! આમાં આખો ૧૦૮ મોટો શ્લોક છે. “રાજમલજી'ની ટીકા છે.
(અહીં કહે છે), “તિરોધાયભાવસ્વરૂપ....” છે. વર્તમાન ભાવ, વિરોધભાવ હોવાથી. પેલો તો ઘાતક છે અને આ તો સ્વભાવથી વિરુદ્ધ ભાવ ભાવસ્વરૂપ હોવાથી તેને નિષેધવામાં આવે છે. લ્યો ! વિશેષ કહેશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
આહા ! જેણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યા અને જેને જ્ઞાનનું-જ્ઞાયકનું જ્ઞાન થયું તેનું જ્ઞાન રાગને અને શરીરને જાણે છે. પરંતુ તેથી તેને શેયકૃત-પ્રમેયકૃત અશુદ્ધતા થઈ નથી. કેમકે એ તો જ્ઞાયકની પર્યાયને જ જાણે છે. અહા ! એ રાગને જાણવા કાળે રાગ આકારે જે જ્ઞાન થયું છે તે રાગને કારણે રાગને આકારે) થયું છે એમ નથી. પરંતુ તે કાળે જ્ઞાનપર્યાયનો જ પોતાના જ્ઞાનાકારે થવાનો સ્વભાવ હોવાથી એ રીતે થયું છે. માટે, તે વખતે રાગ જણાયો નથી પણ જાણનારની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ?
શ્રોતા :- દ્રવ્ય ને પર્યાયની સત્તા ભિન્ન કરી નાખી ? પૂજ્ય ગુરુદેવશ્રી :- બન્ને સત્તા ભિન્ન જ છે. દ્રવ્યની સત્તા દ્રવ્યમાં અને પર્યાયની સત્તા ભિન્ન છે. નિશ્ચયથી તો ચૈતન્યની સત્તાનાં પ્રદેશ છે તે પર્યાયનાં પ્રદેશથી ભિન્ન જ છે.
શ્રોતા :- તો પછી નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેમ કહ્યો ?
પૂજ્ય ગુરુદેવશ્રી :- એ નિમિત્ત-નૈમિત્તિકસંબંધનો અર્થ જ એમ છે કે કાંઈ સંબંધ જ નથી.
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઓક્ટોબર-૨૦૦૬