________________
શ્લોક-૧૦૬
૧૨૧ અતીન્દ્રિય અનંત ગુણનો સાગર પ્રભુ ! આ..હા..હા..! જેમાં અનંતા ગુણોના એક એક ગુણનું અનંત રૂપ, એવો છલોછલ, ઠસોઠસ પરિપૂર્ણ પ્રભુ ભગવાન છે ને નાથ ! આ.હા..હા...! પ્રભુ ! તેની સામું જો ને ! એનો સંગ કર ને ! આ રાગ ને વિકારના સંગથી તો સંસારમાં દુઃખી છો, પ્રભુ ! વર્તમાન દુઃખી છો, એમ આવ્યું છે, કાલે આવ્યું હતું. પૈસાવાળા આદિ કરોડોપતિ વર્તમાન દુઃખી છે. આહા..હા.. કેમકે એનું લક્ષ પર ઉપર – ધૂળ ઉપર જાય છે. આહા..હા.! કાં પંદર-પચીસ હજારનો માસિક પગાર હોય તો જાણે ઓ..હો...હો....! અમે જાણી વધી ગયા ! ધૂળમાં ! ધૂળમાં વધી ગયા. આહા..હા...!
ચૈતન્ય સ્વભાવ.. “જ્ઞાનસ્ય ભવન વૃત્ત આ (આવ્યું) એટલો અર્થ અહીં ચાલે છે. એ ભગવાન પૂર્ણ સ્વરૂપ જે છે તેનું “વૃત્ત', “વૃત્ત' એટલે તેનું આચરણ. સમજાય છે ? એને “વૃત્ત કીધાં, પણ સ્વરૂપનું આચરણ તે નિશ્ચય વ્રત. આહા...હા..! અરે...! આત્માનું થવું – “મવનું સત્વ પ્રભુ જે છે, સનું સત્ત્વ. પ્રભુ સત્ છે, ચિદાનંદ એ ગુણોનું પૂર્ણ સ્વરૂપ છે, એ સત્ત્વ છે, એ સત્ત્વનું પરિણમન થવું. આહા..! એટલે એ સત્ત્વનું નહિ પણ સનું પરિણમન થવું. આહા..હા...! એ સતનું સત્ત્વ છે તેનું સનું પરિણમન સત્તપણે પર્યાયમાં થવું. ઈ ચિવિલાસમાં આવે છે. ગુણનું પરિણમન નથી, દ્રવ્યનું પરિણમન છે. ગુણનું પરિણમન (એટલે) એક ગુણ ભિન્ન પરિણમે છે) એમ નથી, આખું દ્રવ્યનું પરિણમન. ગુણનું પરિણમન તે દ્રવ્યનું પરિણમન નહિ પણ દ્રવ્યનું પરિણમન તે ગુણનું પરિણમન છે. ચિવિલાસમાં આવે છે. આહા...હા...! આવી વાતું હવે ક્યાંય સાંભળી ન હોય, બીજી જાત બધી. માર્ગ બહુ જુદો, ભાઈ ! આહા...હા...!
કહે છે કે, આત્મા જે સ્વભાવથી પરિપૂર્ણ છે તે સ્વભાવનું થયું. એટલે તે સ્વરૂપનું આચરણ થવું, તે સ્વરૂપનું પર્યાયમાં આચરણ થવું તેને અહીંયાં વ્રત કહેવામાં આવે છે અને તે વ્રત તે મોક્ષનું કારણ છે. આહા..હા...! છે કે નહિ અંદર ?
આત્મ-ભવન (અર્થાત) આત્માનું પર્યાયમાં થવું તે વ્રત, તે ચારિત્ર. આહાહા...! ભગવાન પરિપૂર્ણ અનંત ગુણે ભરેલો. એવો જે દ્રવ્યસ્વભાવ, તે સ્વભાવ પોતે – દ્રવ્ય આખું પર્યાયમાં પરિણમે છે. આહાહા...! શુદ્ધ શુદ્ધપણે, શુદ્ધ ઉપયોગપણે પરિણમન (થવું) તેને અહીંયાં ચારિત્ર કહ્યું છે. આહા! એ વાત તો પડી રહી ને બહારના આ વ્રત ને આ તપ ને આ અતિચાર (કર્યા, રસ ત્યાગ્યો ને ફલાણું ત્યાગું ને ધૂળ. પણ આત્મરસ ત્યાગી દીધો એનું શું કરવું ?
આત્મરસ ! ભગવાન અનંત ગુણનો રસ ! એની તો દૃષ્ટિ છોડી દીધી અને રાગના રસના રસમાં પડ્યો, પ્રભુ ! એ તો મિથ્યા આચરણ છે. ભલે તેણે (બીજા) રસ છોડી દીધા હોય, એક જ રસ ખાતો હોય, પાંચ રસ છોડીને ઢીકણું કર્યું. આ.હા...! અને તે પણ રસનો ત્યાગ કરે ત્યારે કહે કે, આને બે રસ ખપે, ઈ બે રસ બનાવો. એને ખપે