________________
શ્લોક-૧૦૭
૧૨૫
‘કર્મ અન્યદ્રવ્યસ્વભાવી -પુદ્ગલસ્વભાવી) હોવાથી....” એક કોર ભગવાનસ્વભાવીનું પરિણમન અને એક કોર કર્મસ્વભાવી પરિણમન (અર્થાતુ) રાગ, દયા, દાન, વ્રતાદિ. આ..હા...! બે વાત (કરી). બહારની ધમાધમ. પંચકલ્યાણક થાય એટલે રથ જોડે, ઘોડા જોડે, હાથી (લાવે) અને બોલી બોલે, ત્રીસ-ત્રીસ લાખ, પચાસ લાખ ભેગા થાય ને માને કે ઓ.હો.હો...! શું ધર્મ થયો ! અહીં કહે છે કે, એ ધર્મ નથી, બાપુ ! એ તો મુગલસ્વભાવી વસ્તુ છે. આવું છે. આ...હા...!
કર્મના સ્વભાવથી.” એટલે વિકારી ભાવ તો કર્મનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ (તો) વિકારપણે થવું એવો સ્વભાવ નથી. આહાહા...! તેથી કર્મસ્વભાવથી આત્માનું “મવન ન દિ વૃત્ત' “જ્ઞાનનું ભવન.” ચારિત્ર થતું નથી.... કર્મના સ્વભાવથી આત્માનું એવું ચારિત્ર તે થતું નથી. આહા..હા..! “માટે...” “ર્મ મોક્ષદેતુઃ ન’ (અર્થાત) એ પુણ્યના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ કર્મ (છે). કર્મ એટલે કાર્ય. તે “મોક્ષનું કારણ નથી.” આહા...હા...! શુભરૂપી કાર્ય તે મોક્ષનું કારણ નથી. આહા..હા...!
મુમુક્ષુ :- મોક્ષમાર્ગનું તો કારણ છે.
ઉત્તર :- બિલકુલ નહિ. મોક્ષમાર્ગની વાત જ અહીં ચાલે છે. મોક્ષમાર્ગનું કારણ જરીયે નથી, બંધનો માર્ગ – સંસારમાર્ગ છે. આવું છે. આહાહા...!
મુમુક્ષુ :- “જયસેનાચાર્યદેવની ટીકામાં ઘણી વાર આવે છે.
ઉત્તર :- હા, ઈ તો હતું એનું જ્ઞાન કરાવ્યું. દૂધ શેમાં હતું, દહી શેમાં હતું, એ વાસણનું – નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્ત હોય છે પણ તે નિમિત્તથી અંદર થાતું નથી. અહીં પહેલું કહ્યું ને ! ભાવચારિત્રપણું સમ્યગ્દર્શન, અનુભવપૂર્વક અંદર જ્યાં પ્રગટે ત્યાં આગળ વ્રતાદિના વિકલ્પ અને નગ્નપણું જ હોય છે. દ્રવ્યપણું – દ્રવ્ય એવું જ હોય છે. જેવો અહીં ભાવ – સ્વભાવ શુદ્ધપણે પરિણમ્યો તો એનું નિમિત્ત પણ ત્યાં નગ્નપણું ને પંચ મહાવ્રત ને એ જ નિમિત્ત હોય છે. છતાં એનાથી થાય છે એમ નહિ. આહાહા...! આહા..હા..!
પેલા કહે છે ને ! જાતિવેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય ગમે તે જાત ને ગમે તે વેશ હોય, એમ નહિ. નગ્નપણું અને પંચ મહાવ્રતના પરિણામ જ નિમિત્તપણે, દ્રવ્યપણે હોય. ત્રિકાળી સ્વભાવનું, મોક્ષનું કારણનું જે પરિણમન થયું ત્યાં નિમિત્ત આવું જ હોય છતાં એનાથી મોક્ષ ન થાય. છતાં નિમિત્ત હોય તો એવું જ હોય. આહાહા...! કોઈ વસ્ત્રસહિત હોય તો પણ જાણે મુનિ થાય (એમ) ત્રણકાળ ત્રણલોકમાં નથી).
મુમુક્ષુ – આ લોકમાં તો બધા મુનિ થાય છે, આચાર્ય થાય છે, ઉપાધ્યાય થાય છે.
ઉત્તર :- એ આચાર્ય, ઉપાધ્યાય થાય એ બધા વિકલ્પ. ક્યાં હતા ? આકરું કામ, બાપુ ! બહુ મુશ્કેલી પ્રભુ ! છે તો પ્રભુ તારા હિતની વાતું. બાપુ ! આ દેહ આવ્યો. દેહ