________________
૧૨૦
સમયસાર સિદ્ધિ-૬. શું થયું ? કે, એનો સંગ કરવાથી મોક્ષનું કારણ પ્રગટ) થયું. આ.હા.! કેમકે એનો સંગ પૂર્ણ કરવાથી મોક્ષ થાય છે. તો શરૂઆતનો સંગ કરવાથી મોક્ષનું કારણ થાય છે. આહાહા.... આવી વાતું હવે લોકોને સાંભળવા મળે નહિ, બહારમાં વખત ન મળે. અરે..રે...! આવા ટાણા – ટાઈમ મળ્યો.
આ એક શ્લોકમાં છ વાર સ્વરૂપાચરણ ચારિત્ર નાખ્યું છે. છ વાર ! સ્વરૂપાચરણ... સ્વરૂપાચરણ. રાગ એ કરૂપાચરણ – પુદ્ગલઆચરણ (છે). આહા.હા...! વૃત્ત', “વૃત્ત'નો અર્થ ત્યાં એ કર્યો છે. સ્વદ્રવ્ય આચરણ. છે ને? “જ્ઞાનરચ” “જ્ઞાનના સ્વભાવથી હંમેશાં...”
સા' નામ હંમેશાં, ત્રિકાળ – ત્રણે કાળમાં. આહા..હા..! “જ્ઞાનસ્થ ભવન વૃત્ત જ્ઞાનનું થવું - સ્વરૂપાચરણ, દ્રવ્યસ્વરૂપનું આચરણ, દ્રવ્યસ્વભાવનું વર્તન, દ્રવ્યસ્વભાવનું પરિણમન. એ મોક્ષનું કારણ થાય છે.
કાલે તો ભક્તિમાં આવ્યું હતું, નહિ ? “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા” “પ્રભુ મેરે તુમ સબ વાત પૂરા, પ૨ કી આશ કહાં કરે પ્રીતમ મારા નાથ ! પ્રેમનો નાથ ! સાગર ! “પર કી આશ” રાગ અને પરની આશ તું શું કરે છે ? ‘પર કી આશ કહાં કરે પ્રતીમ, કઈ વાતે તું અધૂરા' કઈ વાતે તું અધૂરો છો ? આહા...હા...! કયા ભાવે તું અધૂરો છો કે પરની આશા રાખે છે ? કે આ દયાથી, રાગથી, પુણ્યથી (ધર્મ) થશે. અરે..! પ્રભુ ! શું કરે છે તે આ ? તારામાં ક્યાં અધૂરાશ છે ને ક્યાં પૂરું નથી ભરેલું ? આ..હા..હા..! એ પૂરો હશે તે છલકાશે. આહા...હા...!
અનંત અનંત ગુણનો સાગર પ્રભુ ! એવું છે તેનું “વૃત્ત એટલે સ્વરૂપાચરણ, એ આ “જ્ઞાનસ્થ ભવન વૃત્ત આત્માનું થયું તે ચારિત્ર છે. “વૃત્ત એટલે ચારિત્ર. વ્રત ને તપ ને ભક્તિ ને એ કોઈ ચારિત્ર નથી. એ તો અચારિત્ર છે. આહા..હા.! “જ્ઞાનરા આત્માના પરિપૂર્ણ સ્વભાવનું પર્યાયમાં ભવનું નામ સનું જે સત્ત્વ છે તેનું પરિણમન). સત્ એવો જે પ્રભુ, એનું જે સત્ત્વ અનંત ગુણ છે તેનું પર્યાયમાં પરિણમવું. આ.હા...! ત્રણ એક જાત થઈ જાય. આહાહા....!
દ્રવ્ય પદાર્થ પ્રભુ ! જેને ચૈતન્યનો આશ્રય છે.. આહા...! ચૈતન્ય એવા ગુણને જેનો આશ્રય છે, એનો આશ્રય છે... આહા..હા..! એવા સ્વસ્વભાવી ભગવાન. આહા..હા....! એક સાધારણ વાતમાં લલચાય જાય, લોભાય જાય અને રાજી થાય એને આવો મારો નાથ પ્રભુ પૂર્ણ સ્વરૂપે (છે) એને એનો પ્રેમ કેમ આવે? આહા..હા.! સાધારણ કોઈ પાંચ-પચીસ લાખ પૈસા થયા, છોકરા બે-પાંચ રળાવ, કર્મી થયા, કર્મી ! કર્મી થયા અને કંઈક બાયડી ઠીક થઈ ને બાયડી પીયરમાંથી પાંચ-પચીસ લાખ લઈને આવી, ત્યાં તો આમ જાણે.... આહાહા...! (થઈ જાય). શું છે પ્રભુ તને ? આહા..! આ દુ:ખના સ્થાનમાં તને રાજીપો ! એ આનંદના નાથનો રાજીપો તને નહિ આવે, નાથ ! આહા..હા...!