________________
૧૧૮
સમયસાર સિદ્ધિ-૬ ભવન એટલે કે સ્વરૂપાચરણ. એટલે કે સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે તેનું પરિણમન – આચરણ (થવું) તે જ એક મોક્ષનું કારણ છે. આહા...હા...!
પદ્રવ્યqમાવત્વ જ્ઞાનાદિ અનંત ગુણ જે શુદ્ધ છે એ એકદ્રવ્યસ્વભાવી (છે). એક જ દ્રવ્યસ્વભાવી છે), બીજા દ્રવ્યનું ત્યાં અવલંબન, નિમિત્ત છે જ નહિ. આહાહા...! ‘એકદ્રવ્યસ્વભાવી...પૂર્ણ પ્રભુ ! અનંત ગુણે પ્રભુ પૂર્ણ (છે), એવો એકદ્રવ્યસ્વભાવ. આહા...હા...! “સ્વભાવવા’ છે ને ? એકદ્રવ્યસ્વભાવ હોવાથી એમ. એક દ્રવ્યનો એ સ્વભાવ હોવાથી. આહા...હા..!
અનંત અનંત ગુણ જે પવિત્ર પ્રભુ ! એનું એકદ્રવ્યસ્વભાવી એટલે તે ગુણનું પરિણમન શુદ્ધ થયું) તે એકદ્રવ્યસ્વભાવી છે. આહા.! “જ્ઞાન....” એટલે ગુણ, શાંતિ, વીતરાગ આનંદ વિગેરે. ‘એકદ્રવ્યસ્વભાવી...... એક આત્મદ્રવ્યસ્વભાવી ઈ વસ્તુ છે. એનું પરિણમન.
“જ્ઞાનસ્વમાવેન’ આ..હા..હા..! એવા “પદ્રવ્યqમાવવી” એક દ્રવ્યના સ્વભાવ હોવાથી. પરિપૂર્ણ પવિત્ર એકદ્રવ્ય સ્વભાવ એવો જે હોવાથી. “જ્ઞાનસ્વમાન તે શુદ્ધનું પરિણમન થવું. આહા..હા...! શુભાશુભનું પરિણમન (થવું) તે અશુદ્ધ પરિણમન છે અને તે) પુદ્ગલસ્વભાવી કહેવામાં આવ્યું. આહા...હા...! હિંસા, જૂઠું, ચોરી, વિષયવાસના એ પણ પુદ્ગલસ્વભાવી છે.
અનંતા. અનંતા. અનંતા.... અનંતા... અનંતાનો અંત નહિ એટલા ગુણો ! પણ કોઈ એક ગુણ વિકૃતપણે પરિણમે એવો કોઈ ગુણ એનામાં છે નહિ. આ.હાહા...! એ ગુણનો ગુણ અનંતા.. અનંતા... અનંતા ગુણોનો ગુણ વિકારપણે થવું તે ગુણનો ગુણ નથી. આહા..હા...! એ ગુણનો ગુણ અનંત પવિત્ર જે ગુણોની સંખ્યા, તે ગુણનો ગુણ પવિત્રપણે પરિણમવું તે ગુણનો ગુણ છે.
આહાહા...! અરે..! એને પોતાની મોટપની ખબર ન મળે. પોતાના માહાભ્યની ખબર ન મળે કે આ ચૈતન્યતત્ત્વ શું છે ? કરોડોની કિંમતના હીરા કહેવાય છે, એના પાસા હોય છે. આ તો અનંતા પાસાવાળો, પવિત્ર પાસાવાળું તત્ત્વ પ્રભુ છે એમાં) અનંતા ગુણના પાસા ભર્યા છે. આહાહા...! એવો એકદ્રવ્યસ્વભાવ જેમાં પરનું લક્ષ અને પર્યાયમાં પરનો આશ્રય છે એ આમાં નથી. આહા...હા...!
અહીં આ ત્રણ લીટીમાં પૂરું કર્યું છે. કળશમાં આખું પાનું ભર્યું છે ! છ વાર સ્વરૂપાચરણ, સ્વરૂપાચરણ એવા શબ્દ છે. આ..હા...! એ દયા, દાન, વ્રત, ભક્તિ, તપાદિ સ્વરૂપાચરણ નથી. આહા...! એ તો વિભાવઆચરણ છે તેથી તે પુદ્ગલસ્વભાવ છે.
ભગવાન આત્મા ! અનંત ગુણથી પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો પ્રભુ ! એના ગુણથી ગુણનું પરિણમવું. એના ગુણનો ગુણ શુદ્ધ નિર્વિકારી આનંદ ને જ્ઞાન ને શાંતિ ને સ્વચ્છતા ને પ્રભુતા, એવી નિર્મળ પર્યાયપણે થવું એ ગુણનો ગુણ છે. આહાહા...! એ ગુણે શું ગુણ