________________
શ્લોક-૧૦૬
૧૧૯
કર્યો ? આહા...હા.! એ અનંતા અનંતા ગુણો છે તેણે શું ગુણ કર્યો ? કે એનો આદર કરતાં શુદ્ધ પરિણમન કર્યું તે તેનો ગુણ કર્યો. આહાહા..! માણસ કહે ને, ભઈ ! આના સંગે તને શું લાભ થયો? એમ પ્રભુ ! ભગવાન ! તું પરિપૂર્ણ છો, પ્રભુ ! આ..હા..હા....! (તારામાં) વિકાર તો નહિ પણ અપૂર્ણતા નહિ. આહા..હા..! એવો પરિપૂર્ણ સ્વભાવી અનંત ગુણથી ભરેલો પ્રભુ ! તેનો ગુણ તો શુદ્ધપણે, પવિત્રપણે, આનંદપણે, શાંતિપણે, સ્વચ્છતાપણે, ઈશ્વરતાપણે થવું. અનંત ગુણનું ગુણપણે પરિણમન થવું તે તેનો ગુણ અને તે મોક્ષનું કારણ છે. આહા..હા...!
મુમુક્ષુ – મંદ કષાય કરતાં કરતાં શાંત થઈ જાય.
ઉત્તર :– ધૂળમાંય થાય નહિ. મંદ કષાય છે (એ) ઝેર છે. ઝેર કરતાં કરતાં અમૃત થાય ! લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ડકાર આવે તો શુભભાવ કરતાં કરતાં શુદ્ધતા થાય. આ..હા..!
અહીં તો એકદ્રવ્યસ્વભાવી વસ્તુ અનંત ગુણનો પિંડ પ્રભુ! પરિપૂર્ણ પ્રભુ! તેનું પરિણમન, તે ગુણનું પરિણમન (મોક્ષનું કારણ કહ્યું છે). આ.હા..! અનંતા અનંતા ગુણોનું વર્તમાન પર્યાયમાં પરિણમન તે એકદ્રવ્યસ્વભાવી હોવાથી, એક સ્વદ્રવ્યનો સ્વભાવ તે પરિણમન થયું, એ મોક્ષનું કારણ છે. રાગની મંદતા લાખ, કરોડ, અનંત કરે, અનંત વાર કરી છે (છતાં તે મોક્ષનું કારણ નથી). આ.હા...!
મુમુક્ષુ :- વિશુદ્ધ લબ્ધિ કીધી છે, વિશુદ્ધ લબ્ધિ પ્રગટ થાય પછી શુદ્ધ થાય.
ઉત્તર :- લબ્ધિ-બબ્ધિ પછી, અહીં તો સીધો સ્વભાવ પ્રગટ કરે). લબ્ધિ સાંભળે છે, સાંભળ્યું છે, દેશનાલબ્ધિ, એનાથી ન થાય. કારણ કે એ તો પરલક્ષે સાંભળ્યું. સ્વલક્ષે સાંભળવામાં જાય તો તો પરલક્ષ છૂટી જાય છે. (એ) હો, પણ એનાથી થાય નહિ. આહા...હા...! ઈ તો આમાં “ભાવપાહુડમાં પહેલા આવ્યું નહોતું? કે, મોક્ષમાર્ગ થાય છે તો અંદરના નિર્મળ ભાવથી, પણ દ્રવ્યલિંગ નગ્ન અને પંચ મહાવ્રત એવો દ્રવ્ય સાથે હોય જ. ભાવ અને દ્રવ્ય બેય આવ્યા હતા. પણ એ દ્રવ્ય મોક્ષનું કારણ નથી. છતાં એ નિમિત્ત તરીકે હોય ખરું. આહાહા....!
પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! અંદર સળવળીને, ચળીને જ્યારે. આહા...હા...! પરિણમે છે.. આહા...હા....! ત્યારે ત્યાં અંદર આનંદની લહેર ઊઠે છે. એની સાથે અનંતા ગુણોનું પરિણમન ઊઠે છે. તે એકદ્રવ્યસ્વભાવી હોવાથી, તે એકદ્રવ્યસ્વભાવ એવો જે મોક્ષ, મોક્ષ આત્માનો સ્વભાવ છે તેથી આત્માના દ્રવ્યસ્વભાવથી તેનો મોક્ષ થાય છે. આહા...હા..! એનો સંગ કરવાથી શું લાભ થયો ? પૂર્ણાનંદના નાથનો સંગ કરવાથી શું થયું ? એ અસંગ છે તેનો સંગ કરવાથી શું લાભ થયો? આ..હાહા...! અંદર એ અસંગ વસ્તુ છે. જેને રાગનોય સંગ નથી. વસ્તુ ત્રિકાળ નિરાવરણ અસંગ શુદ્ધ પડી છે). આહા..હા..! એનો સંગ કરવાથી