________________
૧૧૬
સમયસાર સિદ્ધિ-૬ છે. કાયમી પ્રભુનો સ્વભાવ.. આ...હા...હા...! એ તો પૂર્ણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદાદિ પૂર્ણ ગુણનો સ્વભાવ, અનંતી શક્તિનો સ્વભાવ શુદ્ધ છે અને એની અનંતાઅનંતી શક્તિનો કોઈ શક્તિનો ગુણ કે સ્વભાવ વિકારરૂપે થાય એવો નથી. આ..હા...! દયા, દાનના વિકલ્પરૂપે પરિણમે એવો કોઈ ગુણ નથી. આહા..હા...! તેથી તેને અન્ય દ્રવ્યસ્વભાવ (કહ્યું).
તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે;” આહા...હા...! વાંચન, શ્રવણ, મનન, ચિંતવન બધું વિકલ્પ – રાગ છે. આ...હા...! એ રાગ મુગલસ્વભાવી છે, જીવસ્વભાવી નથી. ભગવાન એ તો પૂર્ણ અનંત ગુણનો પિંડ એ તો પવિત્ર સ્વભાવ છે. એ પવિત્ર સ્વભાવી ભગવાન, પવિત્ર પૂર્ણ મોક્ષનું કારણ છે પણ વિકારનું કારણ એ નહિ. આહા..હા...! વિકારનું કારણ તો પુદ્ગલ છે તે નિમિત્ત છે અને તે અધ્ધરથી પર્યાયમાં તેના લક્ષે થાય છે તેથી તે પુગલસ્વભાવી કીધા. આહાહા...! વ્રત ને નિયમ ને તપ ને એ બધો પુદ્ગલસ્વભાવી છે એમ કહ્યું.
એ “શુભ કર્મ કર્મ એટલે કાર્ય. “યુગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે.” પરમ પદાર્થ એવો ભગવાન આત્મા ! તેનું થવું તેનાથી ન થઈ શકે. માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી.” આહા...હા...! માટે વ્રત, તપ, ભક્તિ , પૂજા, દાન, સ્મરણ, ચિંતવન વગેરે એ બધાં કોઈ આત્માને મોક્ષના કારણે થતા નથી.
જ્ઞાન આત્મસ્વભાવી છે.” જ્ઞાન, દર્શન, આનંદ એ આત્માનો સ્વભાવ છે. એ આત્મસ્વભાવી જ્ઞાનથી, “તેના ભવનથી.' (અર્થાતુ) તેના પરિણમનથી. શુદ્ધ પૂર્ણ અનંત ગુણના આશ્રયે જે પરિણમન થાય એ આત્માનું ભવન થાય છે. તેથી તેના સ્વભાવે પરિણમવાથી), જ્ઞાનસ્વભાવી હોવાથી તેનું ભવન થવાથી. “આત્માનું ભવન...” એટલે આત્માનું પૂર્ણ સ્વરૂપ પરિણમે છે. માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આહાહા...!
કાલે તો ભક્તિમાં આવ્યું નહોતું? “પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા આ.હા...! તારામાં શું ખામી છે ? ભાઈ ! પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા, પર કી આશ કહાં કરે પ્રિતમ પ્રભુ ! પ્રિતમ કહીને કહ્યું, હે પ્રેમ કરવાવાળા ભગવાન ! તું પ્રીતમ છો, પ્રભુ ! આ.હા...! અન્ય કી આશ કહાં કરે પ્રીતમ ? કઈ વાતે તું અધૂરા ? કયા ભાવે, કયા ગુણે, કઈ શક્તિએ તું અધુરો ક્યાં છે ? આ..હા...હા..!
એક એક ગુણ જે જીવતરશક્તિ આદિ છે એમાં અનંત ગુણનું રૂપ (છે), એવો એક એક ગુણ પરિપૂર્ણ, પ્રભુત્વ આદિથી ભરેલો પરિપૂર્ણ, એવા અનંત ગુણનું રૂપ પ્રભુ તારું એ ક્યાં અધુરું અને વિરુદ્ધ છે. આ..હા..! એ તો પરિપૂર્ણ પ્રભુ છે. એ પરિપૂર્ણ પ્રભુને આશ્રયે જે ભવન થાય એટલે દશા થાય તે મોક્ષનું કારણ છે. આહા..હા...!
“આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ.” આત્માનો સ્વભાવ જે જ્ઞાનાદિ છે તેનું પરિણમન જ “વાસ્તવિક મોક્ષહેતુ છે. તેનું પરિણમન (કહ્યું). જ્ઞાન એટલે જ્ઞાનનું