________________
ગાથા ૧પ૬
૧૧૧
છે એ વ્યવહાર પ્રભાવના. નિશ્ચય સ્વભાવની એકાગ્રતા અંદર છે એ નિશ્ચય પ્રભાવના અને શુભભાવ) આવ્યો છે (એ) વ્યવહાર. એ પણ નિષેધવામાં આવ્યો છે. આહાહા...!
(આવું સાંભળીને) પછી “સોનગઢ'વાળાનું એકાંત છે કહે ને ! વ્યવહારથી કંઈ પણ થાય, પાંચમો આરો છે, હલકો આરો (છે) અને એકલી નિશ્ચય નિશ્ચયની વાતું કરો. એમ કહે બાપુ ! માર્ગ તો આ છે, ભાઈ ! અને તે પણ હિતને માટે છે, ભાઈ ! આ દેહ છૂટીને ચાલ્યો જાઈશ, બાપા ! એ વ્યવહારના પક્ષથી ધર્મ માનીને મિથ્યાત્વ સેવી.. આહાહા...! કયાંય અજાણ્યા ક્ષેત્રે ચાલ્યો જાઈશ). વિશેષ તો મિથ્યાષ્ટિ નિગોદમાં જાય એની વાત છે. અને ચૌદ બોલમાં પશુ થાય એવો પાઠ છે. પશુ ! “સમયસારમાં છેલ્લે ચૌદ બોલ છે ને ! પશુ ! “પશ્યતિ ઇતિ પશુ બધ્યતે' મિથ્યાત્વથી બંધાય છે એ બધા પશુ છે. આહાહા....! અને એ પશુમાં અવતાર (થાય) એ નિગોદ પણ પશુ છે ને ! તિર્યંચ છે ને ! નિગોદ તિર્યંચ છે ને ! આહા...હા....!
જેની શ્રદ્ધા વ્યવહારથી થાય, નિશ્ચયનો લાભ થાય, એવો જે મિથ્યાત્વ ભાવ (છે)... આહાહા....! તેના ફળ તરીકે તો નિગોદ છે અને નિગોદ તરીકે જાય એને પશુ પણ કીધા છે. આહા..હા...! ચૌદ બોલ પાછળ આવે છે. તદુ, અતત્, એક, અનેક (વગેરે). (શ્લોક) દીઠ પશુ છે. ચૌદ બોલ પાછળ આવે છે. (શ્લોક) દીઠ પશુ... પશુ કીધા છે. સંસ્કૃતમાં એનો અર્થ કર્યો છે. પશ્યતિ ઇતિ પશુ, બધ્ધતિ ઇતિ પશુ આહાહા...! બંધન એટલે મૂળ તો મિથ્યાત્વ. મિથ્યાત્વથી બંધાય છે તે પશુ છે. આહાહા..! અને તેના ફળ તરીકે પશુમાં જશે. આહા..હા...ભાઈ ! બહારમાં કોઈ મદદ કરે (કે), આટલું કર્યું હતું ને !
‘રામવિજયના ગુરુ “પ્રેમવિજય’ હતા ને ! શ્વેતાંબર ! આ ‘રામવિજય'ના ગુરુ મરતાં બિચારા બોલી ગયા, અરેરે....! મેં જૈનધર્મનો વિરોધ કર્યો છે. મને કોઈ ભેદજ્ઞાન સંભળાવો.
છાપામાં આવ્યું હતું. શ્વેતાંબર ! આહાહા...! છેવટે એને બિચારાને મરતાં થઈ ગયું, મેં જૈનધર્મનો વિરોધ કર્યો છે. આહાહા...! મને હવે કોઈ ભેદજ્ઞાન સંભળાવો. કોણ સંભળાવે ? બીજા કહે, ના, ના સાહેબ ! આપે તો બહુ કામ કર્યા છે ! આપે તો (બહુ કર્યું છે). આહા..હા...! શું થાય ? અરે..! દુનિયા રાજી થાય અને માને એટલે શું ? મિથ્યાત્વનો નાનામાં કણ, શલ્ય પણ અનંત અનંત સંસારનું કારણ છે. આહા..હા...! ચારિત્રદોષ એ જુદી વસ્તુ છે. | દર્શનપાહુડમાં પહેલાં (ત્રીજી ગાથામાં) કીધું ને ! વંસUપટ્ટા | શિષંતિ સિૉંતિ વરિયમટ્ટા ચારિત્રભ્રષ્ટ હશે, ચારિત્ર નહિ હોય ઈ સીઝશે. એની દૃષ્ટિમાં ખ્યાલ છે કે, મારામાં દોષ છે. “વંસUાપા | સિન્ડ્રુતિ પણ દર્શન – શ્રદ્ધાભ્રષ્ટ છે. આહા..હા..! એ મુક્તિએ નહિ જાય. “
સિબ્સતિ વરિયમટ્ટા સમકિત હશે ને ચારિત્ર નહિ હોય, ચારિત્રના દોષ સેવતો હશે છતાં એના ખ્યાલમાં છે કે, આ દોષ છે. એ આગળ એને ટાળીને સ્થિર