________________
સમયસાર સિદ્ધિ-૬
ઉત્તર :– હવે છે ખરા. હવે સાંભળનારા થયા છે. લાખો માણસો જરી વિચા૨માં ફેરફાર
=
કરીને વિચાર કરે છે. માર્ગ તો કાંઈક બીજો છે.
ટીકા, ૧૫૬ની ટીકા. પરમાર્થ મોક્ષહેતુથી જુદો...' (અર્થાત્) મોક્ષના કારણથી જુદો. ‘વ્રત, તપ...’ શીલ, તપ ‘વગેરે શુભકર્મ...’ શુભ પરિણામ. મોક્ષહેતુ કેટલાક લોકો માને છે,’ આને મોક્ષનું કા૨ણ કેટલાક અજ્ઞાની માને છે. આહા..હા...! પેલો ‘વિદ્વાન’નો અર્થ ‘કેટલાક લોકો’ કરી નાખે છે. આહા..હા...! પરમાર્થે મોક્ષકારણથી, હેતુ એટલે કારણ. મોક્ષના કારણથી – હેતુથી જુદો. એ વ્રત, તપ મોક્ષનો હેતુ નથી. આહા..હા...! પંચ મહાવ્રત ને સમિતિ, ગુપ્તિ વ્યવહા૨ ને અઠ્યાવીસ મૂળગુણ... આ..હા...! અત્યારે તો એનાય ક્યાં ઠેકાણા છે ? હંમેશાં એને માટે ચોકા કરી આહાર લે. આહા..હા...! ઉદ્દેશીક આહા૨ એને માટે (બનાવેલો આહાર લે). વ્યવહાર અઠ્યાવીસ મૂળગુણના ઠેકાણા નથી (તો ત્યાં) નિશ્ચય તો ક્યાં હતો ? આહા..હા...! આ..હા..! એને માટે બધું બનાવે. પાણી, આહાર, મોસંબીનો રસ, ઢીકણું... આહા..હા...!
કોઈક અહીં કહેતું હતું (કે), જ્યપુર’માં ‘વિદ્યાનંદજી’ હતા. એક મહિનાના ત્રીસ દિવસના શેઠિયાઓ નક્કી કરે. આ દિવસે (આ) ઠેકાણે જવું, આ દિવસે) આ ઠેકાણે (જવું એમ) ત્રીસના ઠેકાણા (નક્કી કરે). એને માટે બનાવી અને શેઠિયા બનાવે અને ત્યાં વ્હોરવા જાય. હમણાં કો’ક કહેતું હતું. કોણ કહેતું હતું ? કો’ક કહેતું હતું. ‘શ્રીપાળજી’ ! ‘દિલ્હી’વાળા ! આહા...હા...! ‘શ્રીપાળજી’ ! એક મહિનાના (ઘર) નક્કી થાય. આ દિવસે આના ઘરે જાવું. એને ત્યાં એના માટે બધું એકેએક બન્યું હોય. અરે......! અરે.... ભાઈ ! જ્યાં અઠ્યાવીસ મૂળગુણના છેદ છે. ‘અષ્ટપાહુડ’માં પાઠ છે. એના મૂળગુણમાં છેદ છે એનું બધું ખોટું છે, એનું એકેય સાચું છે નહિ. આહા..હા...! શું થાય ? અત્યારે આખી વાત ક્યાં કરવી ? આહા..હા...! (શ્રોતા ‘કુંદકુંદાચાર્યદેવ’ના વખતમાંય એવું હતું). એવું છે એટલે પોકાર કર્યો છે. આહા..હા....!
૧૧૦
-:
—
૫૨માર્થે મોક્ષના હેતુથી જુદો. મોક્ષના હેતુથી જુદો એટલે બંધનું કારણ. ‘વ્રત, તપ વગેરે શુભકર્મ... એટલે શુભ ઉપયોગ, શુભ પરિણામ. એ મોક્ષહેતુ કેટલાક...’ એટલે અંદર (પાઠમાં) જે પેલા વિદ્વાન કીધા ને ! એવા કેટલાક લોકો માને છે,...' આહા..હા...! ‘તે આખોય નિષેધવામાં આવ્યો છે;...' આખોય વ્યવહાર (નિષેધવામાં આવ્યો છે). આ..હા..હા...! આકરું કામ છે.
‘આખોય...’ એટલે શું કીધું ? વ્રત વગેરે શુભ પરિણામ, એ આખોય નિષેધવામાં આવ્યો છે. શુભના અનેક પ્રકાર છે, અસંખ્ય પ્રકા૨ (છે). શુભભાવ એ વ્યવહાર પ્રભાવના.. પણ એ બધો શુભભાવ તો નિષેધવામાં આવ્યો છે. આહા..હા...! બહારમાં કોઈ સમજે માટે વ્યવહા૨ પ્રભાવના (કરે છે) એ (કંઈ પ્રભાવના નથી). એને શું સંબંધ છે ? એને શુભભાવ આવ્યો