________________
ગાથા૧૫૬
ગાથા ૧૫૬ ઉપ૨ પ્રવચન
-
૧૦૯
હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે :–” મોક્ષના કારણથી અન્ય જે રાગાદિ, વ્યવહા૨ રત્નત્રયાદિ, એનો આમાં નિષેધ કરે છે. ૧૫૬. मोत्तूण णिच्छयट्टं ववहारेण विदुसा पवट्टंति । परमट्टमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ । । १५६ ।। વિદ્વજ્જનો ભૂતાર્થ તજી, વિદ્વાનો તમે અંદર નિશ્ચયને છોડી દઈને વ્યવહાર, વ્યવહારની વાતો કરવા મંડી પડ્યા છો અને વ્યવહા૨ના વર્તન, વ્યવહા૨ના વર્તન (કરો છો). આહા..હા...! ‘કુંદકુંદાચાર્યદેવ’ ટાણે (આવા) લોકો હશે. વિદ્વજ્જનો ભૂતાર્થ તજી...' નિશ્ચય વસ્તુ છે તેને છોડી દઈને અરે......! વિદ્વાનો તમે શું કર્યું ? તમારી વિદ્વત્તાની અંદરમાં આ ફળ શું લાવ્યા ? આ..હા...! વ્યવહાર કરો, વ્યવહા૨ કરો, વ્યવહારથી થાશે. આહા..હા...! છે કે નહિ અંદર ? ભાઈ ! પાઠ છે કે નહિ ? આહા..હા...! વિદ્વજ્જનો ભૃતાર્થ તજી’
જયસેનાચાર્યદેવ’ જરી બીજો અર્થ કર્યો છે). વિદ્વાનો વ્યવહા૨ને કરતા નથી, નિશ્ચયને કરે છે, વ્યવહારમાં પ્રવર્તતા નથી એમ કહે છે. એવો અર્થ કર્યો છે. અહીં મૂળ પાઠને ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ની શૈલીથી (કહે છે). આહા..હા...! મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે ઃ—આ..હા...!
વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬
આ..હા..હા...! હજી તો ઓળખાણે ન મળે, શ્રદ્ધાના ઠેકાણા ન મળે અને ચારિત્ર થઈ ગયા ને મોક્ષ જશે (એમ કહે). આહા..હા...! બાપુ ! આકરી વાત છે, ભાઈ !
દીપચંદજી’ થઈ ગયા, દીપચંદજી’ ! એણે અધ્યાત્મનું પંચસંગ્રહ’ (બનાવ્યું) છે. ‘અધ્યાત્મ પંચસંગ્રહ’માં લખ્યું છે. દીપચંદજી’ શું કહેવાય ? ‘ચિદ્વિલાસ' બનાવ્યું છે ને ! ‘અનુભવ પ્રકાશ’ ! એમણે કહ્યું, તે દિ' એમ કહ્યું હોં ! અત્યારે કોઈ(ની) આગમ પ્રમાણે મને શ્રદ્ધા દેખાતી નથી. જો મોઢે કહેવા જાઈએ તો સાંભળતા નથી.’ એમ એમાં લખે છે. ‘અધ્યાત્મ પંચસંગ્રહ’ છે. પાંચ મોટા પુસ્તક છે. એ પાંચનો એક સંગ્રહ (છે). છે, બધા જોયા છે ને ! આગમ પ્રમાણે શ્રદ્ધા (દેખાતી નથી). એ વખતે, ૨૦૦ વર્ષ પહેલાં ! આગમ પ્રમાણે કોઈની શ્રદ્ધા (હું) જોતો નથી. આહા..હા..! મોઢેથી કહેવા માગીએ તો સાંભળતા નથી. માટે લખી જાઉં છું. એવું લખ્યું છે.
મુમુક્ષુ :- આજે તો સાંભળનારા ઘણા થઈ ગયા છે.