________________
ગાથા૧૫૫
૧૦૭
તારા દુઃખને દેખી બીજાને રોણા આવ્યા છે, પ્રભુ ! એવા દુઃખ વેઠ્યા છે, ભાઈ ! આહા..હા...! એ આ સ્વરૂપની પ્રાપ્તિ વિના. આ વિના બધું થયું. દ્રવ્યલિંગે ધારણ કર્યાં, પંચ મહાવ્રત અનંત વા૨ પાળ્યા, દિગંબર સાધુ અનંત વાર થયો. આહા..હા...! મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઊપજાયો’ મુનિવ્રત પાળ્યા. પંચ મહાવ્રત પાળ્યા). વસ્ત્રનો ત્યાગ (કર્યો), એક દોરો (રાખ્યો) નહિ એવા મુનિવ્રત પાળ્યા પણ અંદર સમ્યગ્દર્શન - આત્મ સ્વભાવની દૃષ્ટિ વિના બધા થોથા નીકળ્યા. આહા..હા...! મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઊપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' પણ આત્મા રાગથી ભિન્ન (છે) એનું જ્ઞાન અને સમિકત વિના એને સુખનો સ્વાદ ન આવ્યો. એ પંચ મહાવ્રતના પરિણામનો સ્વાદ એ દુઃખ છે. આહા..હા....! આહા..હા..! પંચ મહાવ્રત ને અઠ્યાવીસ મૂળગુણના વિકલ્પો એ દુઃખ છે, બાપા ! તેં દુ:ખ વેઠ્યા. તને સુખ મળ્યું નથી. આહા..હા...! આ..હા..હા...!
એ અહીં કહે છે. ‘આ પ્રકારણમાં જ્ઞાનને જ...’ મુખ્ય કરીને. મુખ્ય કરીનો અર્થ એના અનંતા ગુણો છે એ અપેક્ષાએ. જ્ઞાનને મુખ્ય કરીને એટલે કે વ્યવહારને ગૌણ કરીને એમ અહીં નથી, એવી અહીં અપેક્ષા નથી. આહા..હા...! જ્ઞાનને જ...’ મુખ્ય કરીને વ્યાખ્યાન છે.’ વળી, ‘તેથી ‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર–એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે’ ત્રણે સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે. એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે.’
જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે...’ જોયું ? એ તો જ્ઞાન(થી) વાત કરી બાકી અભેદથી તો ઈ આત્મા જ છે. આહા..હા...! જ્ઞાન છે તે અભેદ...’ જ્ઞાન અને દ્રવ્ય આત્મા, બે. અભેદ કથનમાં જ્ઞાન તે જ આત્મા છે. એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી.’ આહા..હા...! માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદેવે જ્ઞાનસ્વરૂપ આત્માને જ્ઞાન’ શબ્દથી કહ્યો છે.’ જ્ઞાનસ્વરૂપ ભગવાનને ‘જ્ઞાન’ શબ્દથી જ કહ્યો છે. જ્ઞાનનું પરિણમવું... જ્ઞાનનું પરિણમવું... જ્ઞાનનું પરિણમવું, રાગનું પરિણમવું નહિ એટલે કે આત્માનું પરિણમવું એમ અર્થ લેવો. આ..હા...!
અજ્ઞાની પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન કરવા જાય છે ત્યાં અનાદિના અભ્યાસથી પર્યાયમાં અહંપણાનું જોર રહેવાથી દ્રવ્યનું જ્ઞાન સાચું થતું નથી. અજ્ઞાનીને એમ થાય છે કે પર્યાય છે ને ! પર્યાય છે તો ખરી ને ! એમ પર્યાય ઉપર જોર આપવાથી દ્રવ્ય ઉપર જોર આપી શકતો નથી અને તેથી અંદરમાં ઢળી શકતો નથી.
પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ મે–૨૦૦૨